India Post Recruitment 2021: પોસ્ટમાં ધો.10-12 પાસ ખેલાડી માટે સરકારી નોકરી, મેળવો 81,100 રૂ. સુધીનો પગાર

News18 Gujarati
Updated: October 27, 2021, 9:24 PM IST
India Post Recruitment 2021: પોસ્ટમાં ધો.10-12 પાસ ખેલાડી માટે સરકારી નોકરી, મેળવો 81,100 રૂ. સુધીનો પગાર
પોસ્ટમાં સરકારી નોકરી માટે આજે જ કરો એપ્લાય

India Post Recruitment 2021: પોસ્ટ ઈન્ડિયા દ્વારા સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી, કુલ 22 જગ્યાઓ આ ભરતીમાં ભરાશે.

  • Share this:
India Post Recruitment 2021: ઇન્ડિયા પોસ્ટે રાજસ્થાન સર્કલમાં (Rajasthan Postal Circle Recruitment 2021) પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની સ્પોર્ટ્સ ક્વોટાની (Sports person Recruitment in Indian Post Rajasthan Circle) જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 6 ડિસેમ્બર 2021 સુધીમાં નિયત ફોર્મેટમાં ઇન્ડિયા પોસ્ટ રાજસ્થાન સર્કલ ભરતી 2021 (India Post Recruitment 2021 Rajasthan circle) માટે તેમની અરજી સબમિટ કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 25 ઓક્ટોબર 2021થી શરૂ કરવામાં આવી છે. પોસ્ટ વિભાગની વેબસાઇટ પર ભરતીને લગતું વિગતવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં શૈક્ષણિક લાયકાતથી લઈને અરજી કરવાની ફી વગેરે વિશે માહિતી આપવામાં આવી છે.

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે : આ પ્રક્રિયા દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટની 9 જગ્યાઓ, પોસ્ટમેનની 8 જગ્યાઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની 5 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પોસ્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પે લેવલ 4 હેઠળ 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.

જ્યારે પોસ્ટમેનની પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પે લેવલ 3 હેઠળ 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા પ્રતિ માસનો પગાર મળશે. જ્યારે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની પોસ્ટ પર ભરતી કર્યા પછી, પે લેવલ 1 હેઠળ 18,000 થી 56,900 રૂપિયા પ્રતિ માસનો પગાર આપવામાં આવશે.

નોકરીની ટૂંકી વિગતો


























જગ્યા : પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટની 9 જગ્યાઓ, પોસ્ટમેનની 8 જગ્યાઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની 5 જગ્યા
શૈક્ષણિક લાયકાત : 12-10 પાસ
આવેદન કરવાની અંતિમ તારીખ : 6 -12-2021
આવેદન શુલ્ક : 100 રૂ.
ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો



ઉંમર મર્યાદા અને લાયકાત

પોસ્ટ વિભાગની જાહેરાત મુજબ ટપાલ સહાયક અને પોસ્ટમેનની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવો જોઈએ. જ્યારે 10મું પાસ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે પણ અરજી કરી શકે છે. આ સિવાય ટપાલ સહાયક અને પોસ્ટમેનના પદ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 6 ડિસેમ્બર 2021ના રોજ 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ તમામ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા માટે થઈ રહી છે માટે તમારી રમતોને લિસ્ટમાંથી ખાસ ચકાસજો

આ પણ વાંચો : Sarkari Naukri : મેટ્રોમાં મેનેજરના પદ પર આવી ભરતી, મળશે 1 લાખથી વધુ પગાર

જોકે, સરકારી નિયમો મુજબ, OBC કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ આપવામાં આવશે. વિગતવાર માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત જોવી પછી આવેદન કરવું

અરજી કેવી રીતે કરવી

તમામ પાત્ર ઉમેદવારો 6 ડિસેમ્બર 2021 સુધીમાં સૂચનામાં આપેલા સરનામે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા રાજસ્થાન સર્કલમાં આ જગ્યાઓ પર ભરતી માટે નિર્ધારિત ફોર્મેટમાં તેમની અરજી મોકલી શકે છે. આ તારીખ પછી મોકલવામાં આવેલ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરવા માટે ઉમેદવારોએ રૂ.100ની અરજી ફી પણ ચૂકવવી પડશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર માહિતી મળશે.

અરજી કરવા માટે : લાયક ઉમેદવારોએ ફોર્મ ડાઉનલોડ કરી નીચેના સરનામે મોકલવાનું રહેશે.

ધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર (આરઈસીટીટી)
ધી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ,
રાજસ્થાન સર્કલ, સરદાર પટેલ માર્ગ,
સી, સ્કિમ, જયપુર 302007
Published by: Jay Mishra
First published: October 27, 2021, 9:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading