Indian Army Recruitment 2022: ભારતીય સેના (The Indian Army) દ્વારા ભરતી અંગેનુ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ભારતીય સેનામાં 40 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ આંત્રિત કરવામાં આવી છે. ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટ https://joinindianarmy.nic.in પર જાહેર કરાયેલ વિગતવાર સૂચના અનુસાર 136માં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-136) માટે અપરિણીત પુરૂષ એન્જિનિયરિંગ ગ્રેજ્યેટ્સ માટે અરજી પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે.
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય સેનામાં કાયમી કમિશન માટે દેહરાદૂનની ઈન્ડિયન મિલિટરી એકેડમી (Indian Military Academy, IMA)માં આગામી વર્ષે જાન્યુઆરીમાં કોર્સ શરૂ થશે.
Indian Army Recruitment 2022: ખાલી પદો વિશે વિગતો
પદો |
જગ્યાો |
સિવિલ |
9 |
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ / કોમ્પ્યુટર ટેકનોલોજી / MSC કોમ્પ્યુટર સાયન્સ |
8 |
ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ |
3 |
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી |
3 |
આર્કિટેક્ચર |
1 |
મિકેનિકલ |
6 |
ઈલેક્ટ્રોનિક્સ & ટેલિકોમ્યુનિકેશન |
1 |
આ પણ વાંચોઃ-UPSC Recruitment 2022: આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 50 પદો પર નીકળી ભરતી, અહાં જાણો વિગતો
પદો |
જગ્યાઓ |
ઈલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન |
3 |
ઈલેક્ટ્રોનિક્સ |
1 |
એરોનોટિકલ/ એરોસ્પેસ |
1 |
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન/ઈન્સ્ટ્રુમેન્ટેશન |
1 |
પ્રોડક્શન |
1 |
ઈન્ડસ્ટ્રીયલ/મેન્યુફેક્ચરિંગ /ઈન્ડસ્ટ્રીયલ એન્જીનિયર & મેનેજમેન્ટ |
1 |
ઓટોમોબાઈલ એન્જીનિયર |
1 |
Note: માત્ર એન્જિનિયરિંગ સ્ટ્રીમના ઉમેદવારો અને તેમના સમકક્ષ સ્ટ્રીમ્સ અરજી કરી શકે છે.
Indian Army TGC Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
એન્જીનિયરિંગ ડિગ્રીમાં અભ્યાસ કરનાર અથવા એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના અંતિમ વર્ષમાં હોય તેવા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
આ પણ વાંચોઃ-NIFT career: શું તમારે ધોરણ 12 પછી ફેશન ડિઝાઇન લાઈનમાં કારકિર્દી બનાવવી છે? જાણો ક્યાં લેશો એડમિશન
Indian Army Recruitment 2022: વય મર્યાદા
02 જાન્યુઆરી, 1996 અને 01 જાન્યુઆરી, 2003 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે.
Note: બંને તારીખોનો સમાવેશ ગણતરીમાં કરવામાં આવેલ છે.
Indian Army TGC Recruitment 2022: આ રીતે કરો અરજી
-
www.joinindianarmy.nic.in પર વિઝિટ કરો.
- ‘Officer Entry Apply/Login’ પર ક્લિક કરો, હવે ‘Registration’ પર ક્લિક કરો
www.joinindianarmy.nic.in રજીસ્ટ્રેશન કરેલ હોય તો ફરીથી રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે નહી).
- તમામ સૂચનાઓ યોગ્ય રીતે વાંચીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા પછી, ડેશબોર્ડ પર ‘Apply Online’ પર ક્લિક કરો.
- આટલું કર્યા બાદ ઓફિસર સિલેક્શનમાં ‘Eligibility’ નુ પેજ ઓપન થશે.
- હવે ટેક્નિકલ ગ્રેજ્યુએટની સામે દેખાતા ‘Apply’ બટન પર ક્લિક કરો. હવે અહીંયા એપ્લિકેશન ફોર્મ ખુલશે.
- જરૂરી સૂચનાઓ વાંચી અરજી કરવા માટે ‘Continue’ બટન પર ક્લિક કરો અને વિગતો ભરો.
- દરેક સેગમેન્ટ પર જતા પહેલા ‘Save & Continue’ ના ઓપ્શન પર ક્લિક કરો.
- છેલ્લા સેગ્મેન્ટમાં વિગતો ભર્યા પછી તમે ‘Summary of your information’ પેજ પર પહોંચશે, જ્યા તમે ભરેલી વિગતો તમે જોઈ શકશો.
- વિગતોની ચકાસણી કર્યા બાદ ‘Submit’ પર ક્લિક કરો.
ઉમેદવારોએ છેલ્લા દિવસે ઓનલાઈન અરજી બંધ થયાની 30 મિનિટ પછી, રોલ નંબર ધરાવતી તેમની અરજીની બે નકલો લેવાની રહેશે.
Indian Army Jobs 2022: અરજી કરવાની અંતિમ તારીખ
ઉમેદવારો જૂન 9, 2022 (3 વાગ્યા) સુધી અરજી કરી શકે છે.
અરજી કરનાર ઉમેદવારોને નિયમિત રીતે
https://joinindianarmy.nic.in પર વિઝિટ કરવાની સલાહ આપવામાં આવે છે.