Army Bharti 2021: BSF, CISF, ITBPમાં મહિલાઓ માટે બમ્પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ

News18 Gujarati
Updated: August 27, 2021, 9:04 AM IST
Army Bharti 2021: BSF, CISF, ITBPમાં મહિલાઓ માટે બમ્પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ
(પ્રતીકાત્મક તસવીર)

Paramilitary Recruitment 2021: ધોરણ-10 પાસ મહિલા ઉમેદવારો પાસે કાયમી નોકરીની તક, જાણો કેટલો મળશે પગાર

  • Share this:
(અનૂપ કુમાર મિશ્ર)

નવી દિલ્હી. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)માં મહિલાઓ માટે બમ્પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. CISF, BSF, ITBP, આસામ રાઇફલ્સ (Assam Rifles) અને SAFએ મહિલાઓ માટે 2847 ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ તમામ ભરતી કોન્સ્ટેબલ (જીડી) પદ માટે છે. આ ભરતી માટે ઈચ્છિત ઉમેદવાર 31 ઓગસ્ટ, 2021ની રાત્રે 11:30 વાગ્યા સુધી અરજી કરી શકે છે. અરજી સ્ટાફ સિલેક્શન કમિશનની (Staff Selection Commission) ઓફિશિયલ વેબસાઇટ https://www.ssc.nic.in પર ઓનલાઇન કરી શકાશે.

કયા સુરક્ષા દળમાં કેટલા પદો પર ભરતી કરવામાં આવી રહી છે?

BSF : 1132 પદCISF : 854 પદ
ITBP: 215 પદ
આસામ રાઇફલ્સ : 600 પદ
SSF: 46 પદ
કુલ: 2847 પદ

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

અભ્યર્થીને કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક કે ધોરણ-10ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે.

મહત્ત્વપૂર્ણ તારીખો

>> અરજી કરવાની છેલ્લી તારીખ (ઓનલાઇન)- 31 ઓગસ્ટ 2021 (રાત્રે 11:30 વાગ્યા સુધી)
>> ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઇન)- 02 સપ્ટેમ્બર 2021 (રાત્રે 11:30 વાગ્યા સુધી)
>> ચલણ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ (ઓનલાઇન)- 04 સપ્ટેમ્બર 2021 (રાત્રે 11:30 વાગ્યા સુધી)
>> ચલણ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ (બેંકમાંથી)- 07 સપ્ટેમ્બર 2021

પગાર ધોરણ (Salary Structure): 21,700 રૂપિયથી 69,100 રૂપિયા

ઉંમર મર્યાદા (Age Limit): 18 વર્ષથી 23 વર્ષ (જન્મતારીખ 2 ઓગસ્ટ 1998થી 1 ઓગસ્ટ 2003ની વચ્ચે હોવી જોઈએ.)

ઉંમર મર્યાદમાં છૂટ

એસસી/એસટી: 5 વર્ષ
ઓબીસી : 3 વર્ષ
પૂર્વ સૈનિક- 3 વર્ષ

આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: નૌસેનાના શિપયાર્ડમાં ધોરણ-10 પાસ માટે નોકરીની તક, આવી રીતે કરો અરજી

1984ના તોફાનોમાં માર્યા ગયેલા પીડિતોના બાળકોને ઉંમર મર્યાદામાં છૂટ

જનરલ- 5 વર્ષ
ઓબીસી- 8 વર્ષ
એસસી/એસટી- 10 વર્ષ

ગુજરાતમાં 2002ના તોફાનોમાં માર્યા ગયેલા પીડિતોના બાળકોને ઉંમર મર્યાદામાં છૂટ

જનરલ- 5 વર્ષ
ઓબીસી- 8 વર્ષ
એસસી/એસટી- 10 વર્ષ

આ પણ વાંચો, ISRO Recruitment 2021: ઇસરોમાં ધોરણ-10 પાસ માટે ડ્રાઇવર સહિત અનેક નોકરીઓ, 63 હજાર સુધી મળશે Salary

તમારો Tattoo પ્રેમ સેનામાં ભરતીનું સપનું તોડી ન દે!

ભારતીય સેનામાં ભરતી (Indian Army Recruitments) થવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારે ટેટૂ પ્રેમ (Tattoo Love ) છોડવો પડશે. જી હા, આપનો ટેટૂ પ્રેમ સેનામાં ભરતી (Army Bharti 2021) થવાના માર્ગમાં અડચણ ઊભી કરી શકે છે. મૂળે, ટેટૂને લઈને સેનાની પોલિસી (India Army Policy on Tattoo) છે. આ પોલિસી હેઠળ, શરીરના કેટલાક નિયત કરેલા હિસ્સાને બાદ કરતાં બાકી કોઈ હિસ્સા પર ટેટૂ (Tatttoo) ન કરાવી શકાય. આર્મીની પોલિસી મુજબ, શરીરના જે હિસ્સામાં ટેટૂની મંજૂરી આપવામાં આવી છે, તે હિસ્સામાં પહેલાથી ટેટૂ બનેલું હોય તો તેની જાણકારી સેનાના ભરતી બોર્ડને અગાઉથી આપવી અનિવાર્ય છે. આવું ન કરવા પર આપને ભરતીની વચ્ચે જ ઘરે મોકલી દેવામાં આવી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: August 27, 2021, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading