Navy Bharti 2021: 12 પાસ માટે ઈન્ડિયન નેવીમાં 2500 જગ્યા પર ભરતી, ફટાફટ જાણો વિગતો

News18 Gujarati
Updated: October 16, 2021, 2:17 PM IST
Navy Bharti 2021: 12 પાસ માટે ઈન્ડિયન નેવીમાં 2500 જગ્યા પર ભરતી, ફટાફટ જાણો વિગતો
નેવીમાં 2500 જગ્યા પર ભરતી કેવી રીતે કરશો એપ્લાય ફટાફટ જાણો વિગતો

Indian Navy Recruitment 2021: ઈન્ડિયન નેવીમાં કુલ 2500 જગ્યા માટે ભરતી બહાર પડી છે. આ પદમાં SSR અને AA પદ પર નોકરી ખાલી છે. જાણો વિગતો ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે

  • Share this:
Indian Navy Recruitment 2021: દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી જતા રોજગારીની બમ્પર (Employment after Second Wave of Coronavirus) તકો ખૂલી રહી છે. હવે જુદી જુદી સરકારી નોકરીમાં ભરતીની (Sarkari Naukri 2021) મોસમ ખીલી છે ત્યારે ભારતીય નૌ સેનામાં પણ 2500 જગ્યા (indian navy SSR AA Jobs Recruitment 2021) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નેવીમાં આર્ચટિફિશર એપ્રેન્ટિસ (AA Jobs in indian Navy) અને સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR Jobs in Navy) માટે ઓનલાઇન એપ્લિકેશન મંગાવવામાં આવી છે. આ નોકરી માટે ધો.12 સાયન્સના વિષયો સાથે પાસ ઉમેદવાર આવેદન કરી શકે છે. ફેબ્રુઆરી 2022થી શરૂ થવા જઈ રહેલી બેચ માટે આ આવેદન મંગાવવાાં આવ્યા છે. આ માટે એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 25મી (Last Date of application for SSR AA Recruitment in indian Navy) ઑક્ટોબર છે.

ભારતીય નૌ સેના દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10+2ની શૈક્ષણિક લાયકાતના આધારે 10,000 આવેદનકર્તાઓની યાદી તૈયાર કરવામાં આવશે.આ યાદીમાંથી લેખિત પરીક્ષા, ફિટનેસ ટેસ્ટ માટે બોલવવામાં આવશે. ઉમેદવારોનું અપરિણીત હોવું આવશ્યક છે. ફિટનેસ ટેસ્ટ અને રિટર્ન ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારોની પસંદગી આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA) અને સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR)માટે કરવામાં આવશે.

જગ્યા

નેવીની આ ભરતી માહિતી આપ્યા મુજબ 2500 પોસ્ટ માટે છે. આ પૈકીની આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA)ની 500 જગ્યાઓ પર અને સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR)માટે 2000 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA): આ પોસ્ટ માટે ગણિત, ફિઝિક્સ, ઉપરાંત કેમેસ્ટ્રી, બાયોલોજી કે કમ્પ્યુટર વિષય સાથે કોઈ એક વિષય પર 10-2 ધોરણે 60 ટકા સાથે પરીક્ષા પાસ કરેલા ઉમેદવારને નોકરી મળશે.સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR): આ કેટેગરીમાં ઉમેદવારને ફિઝિક્સ ઉપરાંત સાયન્સ, બાયોલોજી, કમ્પ્યુટરમાંથી 10-2 સાથે ઉતીર્ણ હોવું અનિવાર્ય છે.

આ પણ વાંચો :  Sarkari Naukri 2021: રેલવેમાં એપ્રિન્ટીસની નોકરી માટે બમ્પર ભરતી, 1650 જગ્યા ભરાશે, આ તારી સુધી કરી શકાશે અરજી


ઉંમર મર્યાદા

જેવી રીતે આર્મી અને નેવીની કે એરફોર્સની નોકરીમાં ફિટનેસનું ખૂબ મહત્ત્વ હોય છે તેથી અહીંયા ઉંમર મર્યાદા ખૂબ જરૂરી છે. આ પદ માટે નોકરી મેળવવા માંગતા ઉમેદવારોનો જન્મ 1 ફેબ્રુઆરી 2002 અને 31 જાન્યુઆરી 2005ની વચ્ચે ગમે ત્યારે થયો હોવો અનિવાર્ય છે.

પગાર અને ભથ્થા

આ પદો પર પસંદ થનારા ઉમેદવારને પહેલા તાલિમ આપવામાં આવે છે. આવા તાલીમાર્થીઓને શરૂઆતમાં 14,600 રૂપિયા સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવે છે જ્યારે ત્યારબાદ માસિક પગાર ડિફેન્સના મેટ્રિક (21700થી 69,100) અંતર્ગત મળશે. આ ઉપરાંત વધારાના સૈનિક ભથ્થા તરીકે પ્રતિ મહિને 5200 રૂપિયા અને ટ્રેનિંગ 3600 રૂપિયા આપવામાં આવે છે.

આ પણ વાંચો :  Sarkari Naukri 2021: લેક્ચરરની 1300થી વધુ જગ્યા માટે સરકારી નોકરીની તક, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, ફટાફટ કરો એપ્લાય

અહીંથી એપ્લાય કરો

આર્ટિફિસર એપ્રેન્ટિસની જોબ માટે એપ્લિકેશન કરવા માટે અહીંયાથી ક્લિક કરો

જ્યારે સિનિયર સેકેન્ડરી રિક્રૂટની જોબ માટે એપ્લિકેશન કરવા માટે અહીંયાથી ક્લિક કરો
Published by: Jay Mishra
First published: October 16, 2021, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading