IOCL Recruitment : ઈન્ડિયન ઓઈલમાં 19 જગ્યા માટે ભરતી, 1,05 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી


Updated: May 18, 2022, 10:06 PM IST
IOCL Recruitment : ઈન્ડિયન ઓઈલમાં 19 જગ્યા માટે ભરતી, 1,05 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
IOCL Recruitment 2022 : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડમાં 19 જગ્યાની ભરતી, અરજી કરવા માટે અહીંથી કરો ક્લિક

Indian Oil Recruitment 2022 : ઈન્ડિયન ઓઈલ (IOCL) દ્વારા 19 જગ્યાની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.

  • Share this:
IOCL Recruitment 2022 : મંગળવારે શેરધારકોને બોનસના રૂપમાં વળતર આપીને ખુશ કરનાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં સરકારી નોકરીની ઉત્તમ તક મળી રહી છે. આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા હવે માત્ર 10 દિવસનો જ સમય બાકી રહ્યો છે. બીએસસીની લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ 28 મે, 2022 પહેલા રજિસ્ટ્રેશન કરવું જરૂરી રહેશે.

ભારત સરકારીની મહારત્ન કંપનીમાં ખાલી જગ્યાઓ માટે અરજી કરવા યોગ્ય પાત્ર ઉમેદવારોએ ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈડ IOCL.com પર જઈને ઓનલાઈ અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 07 મે, 2022ના રોજ શરૂ થઈ હતી.

IOCL Recruitment 2022 ની ખાલી બેઠકોની વિગતો

• જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (પ્રોડકશન) : 18 પોસ્ટ
• જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (ઇન્સ્ટ્રુમેન્ટેશન) : 1 પોસ્ટ

કંપનીએ ભરતી અંગે જણાવ્યું કે "ડિપ્લોમા/BSc./ITIમાં બ્રાંચ/વિષય સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો જ ઉપર જણાવેલ પોસ્ટ્સ સામે અરજી કરી શકશે.” વધુ વિગતો માટે, ઉમેદવારોને નીચે શેર આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ચકાસવાની સલાહ આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવેલ ઉમેદવારો જ આગામી તબક્કા માટે લાયક ઠરશે.ઈન્ડિયન ઓઈલ ભરતી માટે પગાર ધોરણ

પસંદ કરેલા ઉમેદવારોને રૂ. 25,000-1,05,000ની રેન્જમાં પગાર મળશે.

એપ્લિકેશન ફી

SC/ST/EXM ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહિ એટલેકે તેમને ફી પેમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે.

IOCL Recruitment 2022 લાયકાત ધોરણ

જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (પ્રોડક્શન): ઉમેદવારોએ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી કેમિકલ/રિફાઈનરી અને પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા B.Sc. (ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી)માં રિઝર્વ કરેલ જગ્યાઓ માટે જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારે ઓછામાં ઓછા 50% અને અનુસૂચિત જાતિના ઉમેદવારોએ 45% માર્ક્સ મેળવેલા હોવા જોઇએ.

આ પણ વાંચો :   HURL Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડમાં 390 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

નોકરીની ટૂંકી વિગતો































જગ્યા 19
શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા/BSc./ITI
પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટી અને સ્કીલ/પ્રોફિશનરી/શારીરિક કસોટી (SPPT)નો સમાવેશ થશે. લેખિત પરીક્ષા 19 જૂન રવિવારના રોજ યોજાય તેવી શક્યતા છે. ઉમેદવારે લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40% માર્કસ મેળવવાના રહેશે.

અરજી ફી જનરલ, ઓબીસી અને ઈડબબલ્યૂએસ કેટેગરી માટે 150 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ 28-5-2022
ભરતીની જાહેરાત જોવા માટે     અહીયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે   અહીંયા ક્લિક કરો



IOCL Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટી અને સ્કીલ/પ્રોફિશનરી/શારીરિક કસોટી (SPPT)નો સમાવેશ થશે. લેખિત પરીક્ષા 19 જૂન રવિવારના રોજ યોજાય તેવી શક્યતા છે. ઉમેદવારે લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40% માર્કસ મેળવવાના રહેશે.

આ પણ વાંચો : Amul Recruitment: અમુલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટની ભરતી, 40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

IOCL Recruitment 2022 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

IOCL માટે લાયક અને ઇચ્છુક ઉમેદવારો IOCLની ઓફિશિયલ વેબસાઇટ iocl.com પર જઇને પોસ્ટ માટે અરજી કરી શકે છે.

IOCL Recruitment 2022, Salary,jobs, Indian Oil, જોબ, નોકરી, વેકેન્સી, આઇઓસીએલ રિક્રુમેન્ટ 2022, ઇન્ડિયન ઓઇલ
First published: May 18, 2022, 10:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading