JEE Mains 2023 Date: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જેઈઈ મેઈન્સ પરીક્ષાની તારીખોમાં થયા મોટા ફેરફાર

News18 Gujarati
Updated: January 19, 2023, 1:30 PM IST
JEE Mains 2023 Date: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જેઈઈ મેઈન્સ પરીક્ષાની તારીખોમાં થયા મોટા ફેરફાર
જેઈઈ મેઈન્સ પરીક્ષામાં ફેરફાર

આઈઆઈટી, એનઆઈટી સહિત અન્ય એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઈન્સ પર મોટી અપડેટ આવી રહી છે. પરીક્ષા સરુ થાય તેના 4 દિવસ પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મેઈન્સ એક્ઝામ 2023માં મોટા ફેરફાર કર્યા છે.

  • Share this:
JEE Mains Session 1 Exam Date 2023: આઈઆઈટી, એનઆઈટી સહિત અન્ય એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઈન્સ પર મોટી અપડેટ આવી રહી છે. પરીક્ષા સરુ થાય તેના 4 દિવસ પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મેઈન્સ એક્ઝામ 2023માં મોટા ફેરફાર કર્યા છે. જેઈઈ મેઈન્સ 2023ની પરીક્ષાની તારીખ બદલાઈ ગઈ છે. NTAઆ સંબંધમાં ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કર્યા છે. JEE Main City Slip ની સાથે આ જાણકારી આપવામાં આવી છે. તો આવો જાણીએ જેઈઈ મેઈન્સ 2023 પરીક્ષાનું પ્રથમ સેશન ક્યારે ક્યારે થશે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે આ જાણવું જરૂરી, જાણો બોર્ડની પરીક્ષામાં ટોપર્સ થવા શુ કરશો? 

NTA JEE Mainની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવેલ નોટિસ અનુસાર, જેઈઈ મેઈન્સ જાન્યુઆરી પરીક્ષામાં વધુ એક દિવસ જોડી દેવામાં આવ્યો છે. પહેલા જ્યાં આ પરીક્ષા 31 જાન્યુઆરી 2023ના રોજ ખતમ થવાની હતી, હવે 1 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે. પરીક્ષા શરુ થવાની તારીખમાં કોઈ ફેરફાર કર્યો નથી. પહેલાથી નિર્ધારિત JEE Main Exam Date 24 જાન્યુઆરીથી જ થશે.

લેટેસ્ટ નોટિસ અનુસાર, હવે જેઈઈ મેન 2023 ફર્સ્ટ સેશનની પરીક્ષા આ તારીખે યોજાશે. 24, 25, 29, 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. આ ઉપરાંત બીઆર્ક અને બીપ્લાનિંગ એટલે કે જેઈઈ મેન પેપર 2 એક્ઝામ 28 જાન્યુઆરીએ બીજી શિફ્ટમાં લેવામાં આવશે.
Published by: Pravin Makwana
First published: January 19, 2023, 1:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading