કોબીજ તોડવાની 'શાનદાર' Job! રૂ.63 લાખના પેકેજમાં આખુ વરસ કાપવાની હોય છે બ્રોક્લી અને કોબીજ

News18 Gujarati
Updated: September 27, 2021, 7:14 PM IST
કોબીજ તોડવાની 'શાનદાર' Job! રૂ.63 લાખના પેકેજમાં આખુ વરસ કાપવાની હોય છે બ્રોક્લી અને કોબીજ
કોબિજની પ્રતિકાત્મક તસવીર

farming sector jobs: જાહેરાત પ્રમાણે ( advertisement) ખેતરમાં આખું વરસ કોબીજ અને બ્રોક્લી (alary for cabbage picking) તોડવાની નોકરી (Jobs) માટે દર કલાકે 30 યુરો એટલે કે ભારતીય (Indian) કિંમતમાં 3000 રૂપિયાથી વધારે મજૂરી મળશે.

  • Share this:
Job news: જો લાખોનું પેકેજ (Package of millions) મળતું હોય તો માણસ વર્ક પ્રોફાઈલ (Work profile for job) પણ સરખી રીતે જોવા માંગતા નથી. જરા વિચારો કે શાકભાજી કાપવા માટે વર્ષના 63 લાખ રૂપિયા (£62,400 salary for cabbage picking) કોઈને આપવામાં આવે તો તેને શું કામ વાંધો હોય? યુનાઈટેડ કિંગડમની (United Kingdom) એક ફાર્મિંગ કંપની તરફથી આખું વરસ કોબીજ તોડવા માટે સ્ટાફને (cabbage and broccoli pickers) ભારે ભરખમ સેલેરી ઓફર કરવામાં આવી રહી છે. આ સાથે જ કંઈક એવી પણ ચીજો છે જે નોકરી તરફ દરેકનો આકર્ષિત કરે.

T H Clements and Son Ltd તરફથી આપવામાં આવી રહેલી નોકરીના વિજ્ઞાપન ઓનલાઈન આપવામાં આવ્યું છે. જાહેરાત પ્રમાણે ખેતરમાં આખું વરસ કોબીજ અને બ્રોક્લી તોડવાની નોકરી માટે દર કલાકે 30 યુરો એટલે કે ભારતીય કિંમતમાં 3000 રૂપિયાથી વધારે મજૂરી મળશે. વર્ષની આ નોકરી માટે 62,400 યુરો એટલે ભારતીય ચલણમાં 63,11,641 રૂપિાયની ઓફર કરવામાં આવી રહી છે. જોબ પ્રાફોઈલ તરીકે બતાવવામાં આવ્યું છે કે શારીરિક રીતે મહેનતનું કામ છે અને આને આખું વર્ષ કરવું પડશે.

Field Operativesને મળશે દર કલાકના 3000 રૂપિયા

આ નોકરી માટે બે વિજ્ઞાપન ઓનલાઈન પબ્લિશ કરવામાં આવ્યા છે. એક વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું છે કે કંપની કોબીજને તોડવા માટે Field Operativesની શોધમાં છે. આ કામ પીસવર્ક છે. એટલે કે જેટલી કોબજી અને બ્રોક્લી તોડવામાં આવશે એ પ્રમાણે પૈસા મળશે. આ નોકરીમાં દર કલાકે 3000 રૂપિયા કમાવવાની સંભાવના છે. આ કામ આખું વરસ ચાલશે.

રસપ્રદ બાબત એ છે કે નોકરીમાં પગાર પીસના હિસાબથી મળશે. એટલે કે એક દિવસમાં વધારે પૈસા પણ કમાઈ શકવાનો વિકલ્પ ખુલ્લો છે. જેટલું શાકભાજી તોડવામાં આવશે. એ હિસાબથી પૈસા ઓછા કે વધારે થઈ શકે છે. જોકે, ખેતીના કામમાં આટલી જબરદસ્ત સેલેરીની ઓફર ખુબ જ ચોંકાવનારી છે.

આ પણ વાંચોઃ-Mumbai Port Trust Recruitment: મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં ચાલુ છે ભરતી; 2,60,000 રૂપિયાનો પગાર મેળવોસ્ટાફ ઓછો હોવાના કારણે મળી રહ્યો છે સારો પગાર
આ સમયે યુનાઈટેડ કિંગડમમાં વર્કર્સની સંખ્યા ખુબ જ ઓછી છે. આવી સ્થિતિમાં સરકાર સીજનલ એગ્રીકલ્ચરલ વર્કર્સ સ્કીમ અંતર્ગત લોકોને છ મહિના માટે અહીં આવવાની તક આપે છે. જેથી કરીને ખેતીના કામને પુરું કરી શકાય.

આ પણ વાંચોઃ-શરુ થઇ રહ્યો છે HCLનો 'HCL First Careers Program', આ રીતે કરો અરજી

ખેતી જ નહીં પરંતુ આ સમયે દેશમાં અનેક સેક્ટરમાં પણ સ્ટાફની ભારે અછત હોવાના કારમએ સારું વેતન ઓફર કરવામાં આવી રહ્યું છે. ડ્રાઈવર્સથી લઈને પેટ્રોલ પંપ ઉપર કામ કરવાના લોકોની પણ ભારે અછત છે. આવી સ્થિતિમાં તેમના પગરામાં 75 ટકા સુધી વધારો જોવા મળ્યો છે.
Published by: ankit patel
First published: September 27, 2021, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading