AHEMDABAD: જાણો રોબોટિક્સ એન્જિનિયર બનવા માટે શું કરશો, જાણો એડમિશન મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ
Updated: May 28, 2022, 4:19 PM IST
જાણો રોબોટિક્સ એન્જિનિયર બનવા માટે શું કરશો
રોબોટિક્સ (Robotics) એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગનું એક ક્ષેત્ર છે. જે રોબોટ્સના બાંધકામ, ડિઝાઇન, એપ્લિકેશન અને સંચાલન સાથે કામ કરે છે.
અમદાવાદ: રોબોટિક્સ (Robotics) એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગનું એક ક્ષેત્ર છે. જે રોબોટ્સના બાંધકામ, ડિઝાઇન, એપ્લિકેશન અને સંચાલન સાથે કામ કરે છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ એ ઇલેક્ટ્રિકલ (Electrical) એન્જિનિયરિંગ અને મિકેનિકલ (Mechanical) એન્જિનિયરિંગની આંતરશાખાકીય શાખા (Branch) છે.
કઈ કોલેજ, ક્યાં આવી ?
ગુજરાતમાં આશરે સરકારી (Government) અને ખાનગી (Private) કોલેજો સાથે મળીને ઓછામાં ઓછી 10 કોલેજો છે. તેમાંથી અમદાવાદ અને ગાંધીનગરની કોલેજો (Colleges) નીચે મુજબ છે :
એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
કેટલી સીટ મળવા પાત્ર છે ?
અત્યારે હાલમાં એન્જિનિયરિંગ (Engineering) ક્ષેત્રે વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગરની સરકારી અને ખાનગી કોલેજોમાં કુલ 300 થી 350 જેટલી સીટો (Seats) છે. જેમાંથી આશરે કોલેજોમાં 20% થી 60% સીટો ખાલી જોવા મળી રહી છે.આ વખતે ગુજરાત બોર્ડનું (Board) પરિણામ 2020 માં 71.34% ની સરખામણીમાં 72.02% છે. નિષ્ણાતો સેલ્ફ ફાઇનાન્સ (Self Finance) એન્જિનિયરિંગની (Engineering) કોલેજોમાં મોટી ખાલી જગ્યાઓની અપેક્ષા રાખે છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલી કોલેજોને (Colleges) મોટો ફટકો પડશે. 66,000 બેઠકો સામે માત્ર 24,000 ગ્રુપ A ના વિદ્યાર્થીઓ (Students) જ અરજી કરવા માટે લાયક છે.
આ પણ વાંચો: કેસર કેરીની કિંમતમાં થયો ઘટાડો, જાણો શું છે ગુજરાતના માર્કેટમાં કેસર કેરીનો ભાવ
કેટલી ફી ભરવી પડે ?
ખાનગી કોલેજોની રકમ આશરે 63,000 થી લઈને 81,000 રૂપિયા સુધીની વાર્ષિક ફી (Fee) ભરવી પડે છે.
કોર્ષ શું રહેશે ?
દરેક કોલેજોનો સિલેબસ અને કોર્ષ GTU નક્કી કરતી હોય છે. તથા યુનિવર્સિટીઓ તેની રીતે વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસ નક્કી કરે છે.
આ પણ વાંચો: સિવિલ એન્જિનિયર બનવા માટે શું કરશો? કઈ કોલેજમાં મેળવી શકો છો એડમિશન
એડમિશન કેવી રીતે મેળવશો ?
સૌ પ્રથમ સમિતિની વેબસાઈટ
www.jacpcldce.ac.in પર માહિતી મેળવ્યા બાદ સમિતિની વેબસાઈટ
www.gujacpc.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, બેઠકની ફાળવણી અને ખાતરીનું પરિણામ વગેરે જેવી પ્રવેશ પ્રક્રિયા દાખલ કરી શકાય છે.
Published by:
kuldipsinh barot
First published:
May 28, 2022, 4:19 PM IST