Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર
News18 Gujarati Updated: November 14, 2021, 12:45 PM IST
એમપી હાઇકોર્ટમાં ભરતી
Madhya Pradesh High court recruitment 2021 : મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં સરકારી નોકરીની ભરતી, ફટાફટ જાણો વિગતો અને અત્યાર જ કરો આવેદન
Madhya Pradesh High court recruitment 2021 : સરકારી નોકરી મેળવવા માંગતા યુવક-યુવતીઓ માટે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં નોકરીની વિશાળ તક સામે આવી છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટની (Stenographer-Assistant Recruitment in MP High court) ભરતી બહાર પડી છે. આ ભરતીમાં ક્લાસ3 અને ક્લાસ-2 માટે કુલ 1255 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટેની જાહેરાત બહાર પાડી દેવામાં આવી છે. નોકરી માટે ઈચ્છુક ઉમેદવારો શૈક્ષણિક લાયકાતના આધારે 20મી ડિસેમ્બર 2021 સુધી અરજી કરી શકશે. ઓનલાઇન એપ્લિકેશનની શરૂઆત વેબસાઇટ પરથી 30મી નવેમ્બરે બપોરે 12.00 વાગ્યાથી થશે. આ નોકરી માટે આવેદન કરતા પહેલાં મધ્યપ્રદેશ રોજગાર કચેરીમાં નોંધણી પણ કરાવવાની રહેશે.
આ જગ્યા માટે ભરતી છે : આ ભરતીમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની 108, સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની 205, સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 કોર્ટ મેનેજર સ્ટાફ,ની 11 આસિસ્ટન્ટ ગ્રેડ-3ની 910, આસિસ્ટન્ટ ગ્રેડ -3 ઇન્ગલિશની 21 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. કુલ 1255 જગ્યા પર ભરતી છે.
આ પણ વાંચો : Railway Bharti 2021 : ધો 10 પાસ માટે રેલવેમાં એપ્રેન્ટિસની નોકરી, 1785 જગ્યા માટે ફટાફટ કરો અરજીશૈક્ષણિક લાયકાત : ઉમેદવાર આ નોકરી માટે ગ્રેજ્યુએટ હોવો અનિવાર્ય છે. આ ઉપરાંત એમ.પી સરકાર માન્ય સંસ્થામાં સીપીસીટી સ્કોરકાર્ડ પરીક્ષા પાસ કરેલ હોવો પણ અનિવાર્ય છે. આ ઉપરાંત હિંદીમાં 100 વર્ડ પર મિનિટની સ્પીડ પણ શોર્ટહેન્ડ પરીક્ષામાં હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત કમ્યુટર એપ્લિકેશનમાં એમપી સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો કમપ્યુટર ડિપ્લોનો કોર્સ કરેલો હોવો પણ અનિવાર્ય છે. જ્યારે આસિસ્ટન્ટ ઇન્ગલિશની ભરતી માટે ટાઇપિંગ સ્પીડ 80ની ઇન્ગલિશમાં હોવી અનિવાર્ય છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા : |
1255 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 |
108 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 |
205 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 કોર્ટ મેનેજર સ્ટાફ |
11 |
આસિસ્ટન્ટ ગ્રેડ-3 |
910 |
આસિસ્ટન્ટ ગ્રેડ -3 ઇન્ગલિશ |
21 |
શૈક્ષણિક લાયકાત |
ગ્રેજ્યુએટ પ્લસ સ્ટેનો ટાઇપિંગ અને કમ્યુટર ડિપ્લોમા |
પસંદગી પ્રક્રિયા |
લેખિત પરીક્ષાના આધારે |
અરજી કરવાની ફી |
777 રૂ. |
અરજી કરવાની અંતિમ તારીખ |
30-12-2021 |
ભરતીની જાહેરાત જોવા માટે |
અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે |
અહીંયા ક્લિક કરો |
પસંદગી પ્રક્રિયા
આ નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 100 માર્ક્સની હશે જ્યારે ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવાશે. આ પરીક્ષા પણ 100 માર્ક્સની જ હશે.
પરીક્ષાની ફી
આ પરીક્ષા માટે મધ્ય પ્રદેશ રાજ્યની બહારના ઉમેદવારોએ કુલ 777.02 રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે મધ્યપ્રદેશના ઉમેદવારોએ 577.02 રૂપિયા ફી ભરવાની રહેશે. નોકરી માટે મધ્ય પ્રદેશની બહારના રાજ્યના ઉમેદવારોની ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Tourism Recruitment 2021: ગુજરાત ટુરિઝમમાં ભરતી, 50,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર
ઓનલાઇન અરજી કરવા માટે
ઉમેદવારોએ મધ્યપ્રદેશ હાઇકોર્ટની વેબસાઇટ
https://mphc.gov.in/recruitment-result પર ક્લિક કરતા તેમને 30મી નવેમ્બરથી ઓનલાઇન એપ્લિકેશન જોવા મળશે જેમાં જરૂરી રજિસ્ટ્રેશન કરી અને ફી ભરી ઉમેદવારી નોંધાવવાની રહેશે.