Jamnagar News: જામનગરમાં યોજાયો રોજગાર ભરતી મેળો, 63 ઉમેદવારોને મળી નોકરી, જુઓ Video
Updated: May 27, 2022, 7:31 PM IST
રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે ખાસ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે
સરકાર દ્વારા દરેક જિલ્લામાં રોજગાર કચેરી (Employment office) બનાવી ત્યાં યુવાનો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી સારી જગ્યાએ નોકરી મેળવી શકે છે. તો બીજી બાજુ કોઈ ખાનગી કંપનીને લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂર પડે તો તેઓ પણ સીધો જ રોજગાર કચેરીનો સંપર્ક કરતા હોયછે.
સંજય વાઘેલા, જામનગર: આજના ટેક્નોલોજી (
Technology) ના યુગમાં પણ વિવિધ કંપનીઓમાં મેનપાવર (
Manpower) ની જરૂરિયાત એટલી જ રહે છે. બીજી બાજુ હરીફાઈના સમયમાં નોકરી (
Jobs) મળવી એટલું જ મુશ્કેલ બની રહે છે. મોટાભાગના યુવાનો આજે સરકારી નોકરી (
Government Jobs) પાછળ દોડી રહ્યા છે. પરંતુ ખાનગી કંપનીઓમાં પણ લાયકાત ધરાવતા ઉમેદવારોની એટલી જ જરૂર છે. શિક્ષણ મેળવ્યા બાદ યુવાનોને નોકરી મેળવવા માટે પણ પરિશ્રમ કરવો પડે છે.
જો કે સરકાર દ્વારા દરેક જિલ્લામાં રોજગાર કચેરી (
Employment office) બનાવી ત્યાં યુવાનો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી સારી જગ્યાએ નોકરી મેળવી શકે છે. તો બીજી બાજુ કોઈ ખાનગી કંપનીને લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂર પડે તો તેઓ પણ સીધો જ રોજગાર કચેરીનો સંપર્ક કરતા હોયછે. તો રોજગાર કચેરી દ્વારા પણ અવાર નવાર રોજગાર ભરતી મેળા (
Job Fair) નું પણ આયોજન કરતા હોયછે. જેમાં એકથી વધુ કંપનીના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ હાજર રહે છે. આવા જ એક ભરતી મેળાનું જામનગર રોજગાર કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં આઈટીઆઈ કેમ્પસમાં રોજગાર કચેરી આવેલી છે. જ્યાં એક ભરતી મેળનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર અને તાલીમ કચેરી દ્વારા ભરતી મેળા માટે બેરોજગાર યુવાનોને અને નોકરીદાતાઓને અનુબંધમ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ રોજગાર મેળામાં તમામને બોલાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અકસ્માતગ્રસ્ત વાહન સાથે લક્ઝરી બસની ટક્કર, આગળના ભાગના ફૂરચા નીકળી ગયા
આ રોજગાર ભરતીમેળામાં કુલ 6 કંપનીમાંથી અધિકારીઓ આવ્યા હતા. અને 172 જેટલાં ઉમેદવાર હાજર રહ્યા હતા જેમાંથી 63 જેટલાં ઉમેદવારોને નોકરી માટે પસંદગી થઇ હતી. ઉલ્લેખનીય છે બેરોજગાર યુવાનોને નોકરી મળે તે માટે રોજગાર કચેરી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. એટલું જ નહીં નોકરીદાતાઓએ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોઈ છે.
આ પણ વાંચો: સાંતલપુર હાઇવે પર બસને નડ્યો અકસ્માતયુવાનો નોંધી લો આ વેબસાઈટ
રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનો અને વિવિધ કંપનીઓ ને સરળતા રહે તે માટે ખાસ અનુબંધમ નામની વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, જેમાં ઉમેદવાર અને કંપનીએ જાતે જ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. બાદમાં બંને સીધા જ પોતાની જરૂરિયાત મુજબ એક બીજાનો સંપર્ક કરી નોકરી મેળવી કે નોકરી આપી શકે છે. આ વેબસાઈટનું નામ છે
http://anubandham.gujarat.gov.in દરેક યુવાનોએ આ વેબસાઈટ પર પોતાની વિગતો ભરી નોંધણી કરાવી લેવી જોઈએ, જેથી તેઓને સરળતાથી નોકરી મળી શકે છે.
Published by:
kuldipsinh barot
First published:
May 27, 2022, 6:50 PM IST