NABI Recruitment: નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી, 35,000 સુધી મળશે પગાર
Updated: May 17, 2022, 6:22 PM IST
NABI Recruitment : એનએબીઆઈમાં ભરતી, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ નજીક
NABI Recruitment 2022 : નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જુનિયર રિસર્ચ ફેલો (Junior Research Fellow)ની ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
NABI Recruitment: નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જુનિયર રિસર્ચ ફેલો (Junior Research Fellow) પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી (NABI Recruitment 2022) કરવામાં આવી રહી છે. જેમાં રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો (candidates) 31 મે, 2022 પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.
NABI Recruitment: કામ કરવાની જગ્યા : નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ, C127 ઔદ્યોગિક વિસ્તાર એસ.એ.એસ. નગર ફેઝ 8, મોહાલી, 160071 પંજાબ
NABI Recruitment: મહત્વની તારીખોઆ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લો તારીખ 31 મે 2022 છે. ઉમેદવારોએ યાદ રાખવું કે, આ નોકરી ફૂલ ટાઈમ રહેશે અને આ નોકરી માટે વયમર્યાદા કંપનીના ધારાધોરણો મુજબ છે.
NABI Recruitment: લાયકાતના માપદંડ
શૈક્ષણિક લાયકાતબેઝિક સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા નીચેનામાંથી કોઈ પણ એક પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા પ્રોફેશનલ અભ્યાસક્રમમાં સ્નાતક અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ:
a) સ્કોલર્સની પસંદગી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ – સીએસઆઈઆર યુજીસી નેટ દ્વારા કરવામાં આવેલી હોવી જોઈએ, જેમાં લેક્ચરશીપ (આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ) અને ગેટ સામેલ છે.
b) ડીએસટી, ડીબીટી, ડીએઈ, ડીઓએસ, ડીઆરડીઓ, એમએચઆરડી, આઈસીએઆર, આઈસીએમઆર, આઈઆઈટી, આઈઆઈએસસી, આઈઆઈએસઈઆર સહિતના કેન્દ્ર સરકારના વિભાગો અને તેમની એજન્સીઓ કે સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા દ્વારા પસંદગી પ્રક્રિયામાં પસંદ કરાયેલ.
આ પણ વાંચો : GPSSB Recruitment 2022: ગુજરાતમાં હેલ્થ વર્કરની જગ્યાઓ ઉપર બંપર ભરતી, કાલે 16 મેથી કરો અરજી
જગ્યા |
01 |
શૈક્ષણિક લાયકાત |
બેઝિક સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા નીચેનામાંથી કોઈ પણ એક પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા પ્રોફેશનલ અભ્યાસક્રમમાં સ્નાતક અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ:
|
અરજી ફી |
નિશુલ્ક |
પસંદગી પ્રક્રિયા |
ઓનલાઈન ઈન્ટરવ્યૂ દ્વારા |
અરજી કરવાની અંતિમ તારીખ |
31-5-2022 |
ભરતીની જાહેરાત જોવા માટે |
અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે |
recttscholarnabi@gmail.com |
NABI Recruitment: પગારધોરણ કેટલું છે?
માસિક વેતનઃ રૂ. 31,000થી રૂ. 35,000 ઉપરાંત HRA.
NABI Recruitment: પસંદગીની પદ્ધતિ:
ઉમેદવારોને વિવિધ પરીક્ષાઓ દ્વારા આ પદ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, જેમાં લેખિત ટેસ્ટ, પર્સનલ ઇન્ટરવ્યુ, મેડિકલ ટેસ્ટ અને વોક-ઇન ઇન્ટરવ્યુ શામેલ છે.
NABI Recruitment: અરજી કઈ રીતે કરવી?
આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ 31 મે, 2022 પહેલા અરજી કરવી આવશ્યક છે. નીચે અરજી કરવાની પદ્ધતિની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપવામાં આવી છે.
આ પણ વાંચો : RMC Recruitment 2022: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 617 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક
સ્ટેપ 1: NABIની સત્તાવાર વેબસાઇટ nabi.res.in પર જાઓ.
સ્ટેપ 2: ત્યાં વેબસાઇટ પર NABI Recruitment 2022 announcement શોધો
સ્ટેપ 3: એપ્લિકેશન કરવા માટે તમામ તથ્યો અને માપદંડો વાંચો.
સ્ટેપ 4: ઉમેદવારે હવે તમામ જરૂરી માહિતી ભરવી પડશે. એપ્લિકેશનના કોઈપણ વિભાગોને ખાલી છોડશો નહીં.
સ્ટેપ 5: અરજી સબમિટ કરો અથવા સમયમર્યાદા પહેલાં એપ્લિકેશન ફોર્મ પહોંચાડો.
ઉમેદવારોએ નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં જુનિયર રિસર્ચ ફેલો વેકેન્સી વિશે વધુ જાણવા અને અરજી કરવા નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી હિતાવહ છે.