NIFT Recruitment 2022: નેશનલ ફેશન ટેકનોલોજીમાં નોકરીની સુવર્ણ તક, 7મી જૂન સુધીમાં અરજી કરો
News18 Gujarati Updated: May 16, 2022, 6:49 AM IST
NIFT ભરતી
NIFT Recruitment 2022: અહીં લેબ આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત ઘણી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
NIFT Recruitment 2022: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજીમાં (National Institute of Fashion Technology) નોકરી માટેની સુવર્ણ તક છે. અહીં લેબ આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત ઘણી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ વાત એ છે કે અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 16મી મે હતી જે વધારીને 7મી જૂન 2022 કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો નેશનલ ફેશન ટેક્નોલોજીની સત્તાવાર વેબસાઇટ nift.ac.in પર જઇને વધુ માહિતી મેળવી શકે છે.
NIFT ભરતી 2022: ખાલી જગ્યાઓની વિગતો
પોસ્ટ | જગ્યાઓ |
જુનિયર આસિસ્ટન્ટ |
7 |
લેબ આસિસ્ટન્ટ |
6 |
મશીન મિકેનિક |
3 |
આસિસ્ટન્ટ વોર્ડન (મેલ) |
1 |
આસિસ્ટન્ટ વોર્ડન (સ્ત્રી) |
1 |
નર્સ |
1 |
NIFT ભરતી 2022: વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, સરકારના નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે. તે જ સમયે, આ પોસ્ટ્સ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત અલગ છે.
આ પણ વાંચોઃ ઇન્ટરવ્યુમાં આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, પર્સનાલિટી ચેક માટે તૈયાર રહો
આવી સ્થિતિમાં, ઉમેદવારોને અરજી કરતા પહેલા સૂચના તપાસવા વિનંતી કરવામાં આવે છે. ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને કૌશલ્ય કસોટીના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ NEET આપ્યા વગર પણ મેડિકલ લાઈનમાં બની શકે છે કારકિર્દી
NIFT ભરતી 2022: આ પગલાંઓ દ્વારા અરજી કરો
સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ
nift.ac.in પર જાઓ.
હવે હોમ પેજ પર આપેલ કારકિર્દી વિભાગ પર જાઓ.
અહીં ગ્રુપ C અરજી ફોર્મની લિંક પર ક્લિક કરો.
હવે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
ફોર્મ ભરો અને સ્પીડ પોસ્ટ દ્વારા સૂચનામાં આપેલા સરનામે મોકલો.
Published by:
ankit patel
First published:
May 16, 2022, 6:49 AM IST