UPRVUNL Recruitment 2022: વીજળી વિભાગમાં એન્જીનિયરિંગની જગ્યાઓ માટે ભરતી શરૂ, અહીંથી અરજી કરો અને મેળવો સરકારી નોકરી

News18 Gujarati
Updated: May 23, 2022, 10:53 AM IST
UPRVUNL Recruitment 2022: વીજળી વિભાગમાં એન્જીનિયરિંગની જગ્યાઓ માટે ભરતી શરૂ, અહીંથી અરજી કરો અને મેળવો સરકારી નોકરી
Recruitment for engineering posts

UPRVUNL Recruitment 2022: UPRVUNLએ મદદનીશ ઈજનેર પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત ઉમેદવારો પાસેથી સત્તાવાર વેબસાઇટ uprvunl.org પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

  • Share this:
ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ લિમિટેડ, UPRVUNL એ મદદનીશ એન્જિનિયરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત ઉમેદવારો પાસેથી સત્તાવાર વેબસાઇટ uprvunl.org પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 23 મે 2022થી શરૂ થઈ ગઈ છે. આ પછી, ઉમેદવારો 14 જૂન, 2022 સુધી વેબસાઇટની મુલાકાત લઈને પોસ્ટ માટે અરજી કરી શકે છે.

કુલ 125 મદદનીશ એન્જિનિયરની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં મિકેનિકલની 62, ઈલેક્ટ્રીકલની 29, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશનની 17, કોમ્પ્યુટર સાયન્સની 5 અને સિવિલની 12 જગ્યાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -Today Gold price : સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા, અહીં જાણો આજનો લેટેસ્ટ રેટ

શૈક્ષણિક લાયકાત


65% માર્કસ સાથે એન્જિનિયરિંગ પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

વય શ્રેણી

પોસ્ટ માટે વય મર્યાદા વિશે વાત કરીએ તો, તે ઓછામાં ઓછી 21 વર્ષ અને મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી ફી


અરજી કરવા માટે ઉમેદવારોએ 1180 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો કે, યુપીના એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો માટે તે રૂ. 826 છે.

આ પણ વાંચો -Petrol Price Today : કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો, જાણો નવી કિંમત

પગાર


આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 56100 થી રૂ. 117500 સુધીનો માસિક પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા


ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને મેરિટ દ્વારા પોસ્ટ પર કરવામાં આવશે. ભરતી સંબંધિત વધુ વિગતો તેની સૂચનામાં વાંચી શકાય છે. સૂચનાની સીધી લિંક નીચે શેર કરવામાં આવી છે.
Published by: Bhavyata Gadkari
First published: May 23, 2022, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading