SIDBI Recruitment : સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયામાં 25 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

News18 Gujarati
Updated: May 19, 2022, 6:53 AM IST
SIDBI Recruitment : સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયામાં 25 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક
સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI)માં 25 જગ્યા માટે ભરતી

SIDBI Recruitment 2022 : સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI)માં 25 જગ્યાની ભરતી માટેની જાહેરાત બહાર પડી હતી. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે.

  • Share this:
SIDBI Recruitment 2022: સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (Small Industries Development Bank of India, SIDBI) દ્વારા વિવિધ પદો પર ભરતી કરવા માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કન્સલ્ટન્ટ CA, ક્રેડિટ એનાલિસ્ટ, રિસ્ક એનાલિસ્ટ, રિસ્ક ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ, કન્સલ્ટન્ટ એન્જિનિયર, ઇન્ફોર્મેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર, ફંડ મેનેજર, ચીફ ઓફિસર અને અન્ય ખાલી પદો પર ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. ઉમેદવારો દરેક પોસ્ટ માટે અલગ અલગ નોટિફીકેશનને વાંચી અને તેની લાયકાતના આધારે અરજી કરી શકે છે. નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો નોટિફીકેશન ચેક કરી અને ઓનલાઈન અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિ મ તારીખ શનિવારે 21મી મેના રોજ છે, અરજી કરવા માંગતા ઉમેદવારો પોતાની લાયકાત ચકસાવી અરજી કરી શકે છે.

SIDBI  Recruitment 2022: ખાલી પદો વિશે વિગતો

કન્સલ્ટન્ટ CA (કોર્પોરેટ એકાઉન્ટ્સ અને ટેક્સેશન): 2,   ક્રેડિટ એનાલિસ્ટ: 3,  રિસ્ક એનાલિસ્ટ (માર્કેટ રિસ્ક): 1,  રિસ્ક એનાલિસ્ટ (મોડલ વેલિડેશન): 1,  રિસ્ક ઓફિસર (બેઝલ-III ઈમ્પ્લીમેન્ટેશન): 1,  ડેટા સાયન્ટિસ્ટ (DS): 1,  કન્સલ્ટન્ટ - એન્જિનિયરિંગ (મિકેનિકલ): 1,  ઈન્ફોર્મેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર (ISA): 2,  ફંડ મેનેજર: 1,  ચીફ ઓફિસર (સપ્લાય ચેઈન ફાયનાન્સ): 1,  ચીફ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર (CISO): 1,  લીડ ઓફિસર (સપ્લાય ચેઈન ફાયનાન્સ): 1,  પ્રિન્સિપલ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ઇક્વિટી અને વેન્ચર ડેટ): 1,  લીડ સ્પેશ્યાલિસ્ટ (ઇક્વિટી અને વેન્ચર ડેટ ઑપ્સ): 4,  ઇન્વેસ્ટમેન્ટ એસોસિએટ્સ: 06

આ પણ વાંચો : Amul Recruitment: અમુલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટની ભરતી, 40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી



SIDBI Recruitment 2022: પે સ્કેલ

ઉમેદવારોને ઓફર કરવામાં આવેલ CTC નેગોશિએબલ રહેશે. ઉમેદવારની વાર્ષિક CTC અનુભવ, પોસ્ટિંગની જગ્યા વગેરે પર ધારિત રહેશે. લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો માટે પગાર બાધાનુ કારમ બનશે નહીં.SIDBI Recruitment 2022: ટૂંકી વિગતો































જગ્યા 25
શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ
અરજી ફી નોટિફીકેશનમાં જણાવ્યા મુજબ
અરજી કરવાની અંતિમ તારીખ 21-5-2022
પસંદગી પ્રક્રિયા  પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



SIDBI  Recruitment 2022: આ રીતે કરો અરજી

યોગ્ય રીતે ભરેલી અરજી (અંગ્રેજી અથવા હિન્દીમાં), બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં યોગ્ય રીતે ભરવામાં આવેલી અરજીમાં માંગવામાં આવેલી તમામ વિગતો, પાસપોર્ટ સાઈઝ ફોટો, શૈક્ષણિક લાયકાત વિશેની વિગતો સાથે અન્ય તમામ જરૂરી વિગતો અને સહી સાથે 21 મે, 2022 સુધીમાં ઓફિશિયલ વેબસાઈટ recruitment.sidbi@gmail.com પર મોકલવાની રહેશે. એપ્લિકેશન ફોરવર્ડ કરતા અગાઉ તેમાં વિષય અને વિગતો સ્પષ્ટ પણે દર્શાવવામાં આવી હોય તે બાબત ધ્યાનમાં રાખવી. આ વિગતોમાં પોસ્ટલ કોડ, પોસ્ટનુ નામ, ઉમેદવારનુ નામ વગેરે વિગતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :   HURL Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડમાં 390 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

SIDBI  Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પર્સનલ ઈન્ટરવ્યૂ અંગે સમય અને તારીખની જાણકારી ઉમેદવારોને અગાઉથી આપી દેવામાં આવશે.

વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લઈ શકે છે.
Published by: Jay Mishra
First published: May 19, 2022, 6:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading