Sarkari Naukri: ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત દેશ આખામાં 900 પોસ્ટ પર ભરતી, આસિસ્ટન્ટ પ્રોફેસર-નોન ટિચીંગ સ્ટાફ માટે તક

News18 Gujarati
Updated: October 16, 2021, 3:16 PM IST
Sarkari Naukri: ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત દેશ આખામાં 900 પોસ્ટ પર ભરતી, આસિસ્ટન્ટ પ્રોફેસર-નોન ટિચીંગ સ્ટાફ માટે તક
દેશભરની વિવિધ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની 971 જગ્યા માટે ભરતી બહાર પડી છે.

Sarkari Naukri : ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, ઓડિશા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બમ્પર ભરતીની જાહેરાત, ફટાફટ ચેક કરો વિગતો

  • Share this:
Sarkari Naukri : ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારી નોકરીનું (Jobs in Higher Teaching Institutes) સપનું જોનારા યુવાનો માટે મોટી તક છે. ઘણી કેન્દ્રીય યુનિવર્સિટીઓ (Jobs in Central Universities) અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર અને નોન-ટીચિંગ સ્ટાફની (Sarkari Naukri of Teaching and Non Teaching Staff in Universities) ભરતી બહાર છે. તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની મહત્તમ જગ્યા છે. ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી (Jobs in Gandhinagar Central University) , દિલ્હી યુનિવર્સિટી (Jobs in Delhi University) , ઓડિશા પબ્લિક સર્વિસ કમિશન સહિતની સંસ્થાઓના માધ્યમથી આ નોકરીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 971 પોસ્ટ માટે ઉમેદવારો માટે સરકારી નોકરીની જાહેરાત છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની તૈયારી કરી રહેલા યુવાનો આ માટે અરજી કરી શકે છે. દિલ્હી યુનિવર્સિટીની વાત કરીએ તો અહીં 250 થી વધુ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ છે. જ્યારે ઓડિશા પબ્લિક સર્વિસ કમિશને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે 600 થી વધુ જગ્યાઓ બહાર પાડી છે. આ સિવાય, ગુજરાતની કેન્દ્રીય યુનિવર્સિટીએ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ બંને માટે ભરતી લીધી છે.

251 દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ DU Assistant Professor Jobs :

દિલ્હી યુનિવર્સિટીએ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ માટે, તમે દિલ્હી યુનિવર્સિટીની વેબસાઈટ du.ac.in પર જઈને અરજી કરી શકો છો. આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે, ઉમેદવારે ઓછામાં ઓછા 55% ગુણ સાથે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી અને પીએચડી હોવી જોઈએ. આ સિવાય UGC NET ની પરીક્ષા પાસ કરવી પણ જરૂરી છે. તમે આ માટે 20 ઓક્ટોબર સુધી અરજી કરી શકો છો. નોટિસ અનુસાર, દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 251 જગ્યાઓ છે. આ ભરતી વિશેની તમામ માહિતી અહીંયા ક્લિક કરીને મેળવી શકાય છે

આ પણ વાંચો : Navy Bharti 2021: 12 પાસ માટે ઈન્ડિયન નેવીમાં 2500 જગ્યા પર ભરતી, ફટાફટ જાણો વિગતો

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં 144 જગ્યાઓ પર ભરતી - Central University Gujarat Jobs સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) ગાંધીનગરે વિવિધ ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ (CUG ભરતી 2021) માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 114 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. CUG ભરતી 2021 માટે ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે. તે જ સમયે, ઓનલાઇન અરજીની હાર્ડકોપી મેળવવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. આ ભરતી વિશેની તમામ માહિતી અહીંયા ક્લિક કરીને મેળવી શકાશે.

આ પણ વાંચો :  Sarkari Naukri 2021: રેલવેમાં એપ્રિન્ટીસની નોકરી માટે બમ્પર ભરતી, 1650 જગ્યા ભરાશે, આ તારી સુધી કરી શકાશે અરજી


આસિસ્ટન્ટ પ્રોફેસરની 606 જગ્યાઓ માટે ઓડિશા સરકારની ભરતી

ઓડિશા પબ્લિક સર્વિસ કમિશને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 26 ઓક્ટોબર 2021 થી શરૂ થશે. ઉમેદવારો 25 નવેમ્બર 2021 સુધી સત્તાવાર વેબસાઇટ opsc.gov.in દ્વારા અરજી કરી શકે છે. વિવિધ વિષયોમાં કુલ 606 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
Published by: Jay Mishra
First published: October 16, 2021, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading