રાજ્યમાં દિવાળીમાં ફટાકડાં ફોડી શકાશે કે નહીં? રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

News18 Gujarati
Updated: November 8, 2020, 7:46 AM IST
રાજ્યમાં દિવાળીમાં ફટાકડાં ફોડી શકાશે કે નહીં? રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું
પ્રતિકાત્મક તસવીર

સરકારે રાજ્યમાં દિવાળી, ક્રિસમસ સુધીના તહેવારને અનુલક્ષીને અગાઉ બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે (Diwali 2020) ત્યારે દિવાળીમાં આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણને જોતા અનેક રાજ્યોએ ફટાકડાં ફોડવા (Fira crackers Ban 2020) પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન ગુજરાત સરકારે આ દિશામાં કોઈ નવો નિર્ણય કર્યો નથી પરંતુ જૂના પરિપત્રના અંતર્ગત જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાને પગલે રાજ્યમાં કાયદેસર રીતે સુપ્રિમ કોર્ટના નિયમો મુજબ ફટાકડાને લઈને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેનો સીધો અર્થ એ થાય છે કે રાજ્યમાં જાહેરમાં ફટાકડાં ગેરકાયદેસર આયાત સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં.

સરકારે જાહેરનામાં લખ્યું છે કે સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટ પીટીશનમાં થયેલા આદેશ અન્વયે ગૃહ વિભાગ દ્વારા 3-11-2018ના પરિપત્ર અનુસાર સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટે/ પોલીસ કમિશનર દ્વારા સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવામાં આવે છે.

આ પણ વાંચો :  Hazira Ghogha ro pax ferry શરૂ થવાથી સુરતથી સૌરાષ્ટ્ર માત્ર ચાર કલાકમાં પહોંચાશે

ઉપરોક્ત પરિપત્રનો અમલ હાલમાં ચાલુ હોવાના કારણે તેમાં જણાવ્યા મુજબ દિવાળી તથા અન્ય તહેવારોમાં તેમસ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ જરૂરી પ્રતિબંધાત્મક આદેશ સત્વરે બહાર પાડી તેની નકલ મોકલવા સરકારે સૂચના આપી છે.

ગુજરાતમાં ફટાકડા અંગે ગૃહ વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફટાકાડાના ગેરકાયદે વેચાણ સામે પગલાં લેવાશે. ફટાકડાના ગેરકાયદેસર આયાત સંગ્રહ પર પણ પ્રતિબંધ મુકાયો છે. બીજી બાજુ વિદેશી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ જાહેરનામા મુજબ જે ગાઇડલાઇન છે તેમાં અગાઉથી જ કેટલાક ઉલ્લેખ છે જેના મુજબ રાજ્યમાં ભારતમાં બનેલા ફટાકડાં જ ફોડી શકાશે. રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે જોકે, તે પણ જાહેરમાં ફોડવા પર પ્રતિબંધ છે.આ પણ વાંચો :  અમદાવાદ : SOGએ 70 કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા, માલ ઘુસાડવાના નવા રસ્તાનો પર્દાફાશ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહવિભાગે તમામ રેન્જ IG અને કલેક્ટરને આ અંગે સૂચના આપી છે. રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આદેશનો કડક રીતે અમલ કરાશે. શેરી મહોલ્લામાં ફટાકડા ફોડવા કે નહીં તે અંગે હજુ અસમંજસ છે. મહત્વનું છે કે, દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલા તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાંક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટિસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે.
Published by: Jay Mishra
First published: November 8, 2020, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading