Gujarat Night Curfew : રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ, કોરોનાને કાબૂમાં લેવા નવા નિયંત્રણો મૂકાયા

News18 Gujarati
Updated: January 22, 2022, 6:35 AM IST
Gujarat Night Curfew : રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ, કોરોનાને કાબૂમાં લેવા નવા નિયંત્રણો મૂકાયા
Night Curfew : રાજ્યમાં આજે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

Gujarat Night Curfew : રાજ્યના 8 મહાનગરો ઉપરાંત અન્ય 19 શહેરોમાં આજથી રાત્રિ કર્ફ્યૂ, હોમ ડિલિવરી (Home Delivery) 24 કલાક ચાલુ રાખવાની મંજૂરી, જાણો નવા નિયમ

  • Share this:
Gujarat Night Curfew :  રાજ્યમાં કોરોનાવાયરસના (Gujarat coronavirus Cases) કેસને કાબૂમાં લેવા માટે 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લદાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા કોરોના નિયંત્રણો અમલમાં મૂક્યા છે.  રાજ્યમાં જ્યના 8 મહાનગરો (Gujarat Night Curfew guideline)  અને બે શહેરો ઉપરાંત વધુ  17 નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

નગરપાલિકાઓમાં કર્ફ્યૂ, આ 17 નગરોમાં લાગશે નિયમ

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

29 જાન્યુઆરી સુધી નવા નિયમો લંબાવવામાં આવ્યા

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને આગામી દિવસોમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.રાજ્યમાં લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો માટે નવી ગાઇડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ લગ્ન



દુકાનો વાણિજ્યક સંસ્થાઓ લારી ગલ્લાઓ અને કોમ્પલેક્ષ

આ 27 મહાનગર અને નગરોમાં તમામ દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, સલૂન, સ્પા અને બ્યૂટીપાર્લર તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રે 10.00 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

હોટલ રેસ્ટોરન્ટ 24/7 હોમ ડિલિવરીની છૂટ

હોટલ રેસ્ટોરન્ટસ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રે 10.00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ રેસ્ટોરન્ટ્સમાં હોમ ડિલિવરી 24/7 ચાલુ રાખી શકાશે.

શિક્ષણ

ધોરણ-9થી 12 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સહિતના વર્ગો  તેમજ કોયિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
Published by: Jay Mishra
First published: January 21, 2022, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading