ઈંગ્લેન્ડ જતા પહેલા ભારતીય ટીમ 8 દિવસ ક્વોરન્ટાઈન રહેશે, યૂ.કે.માં પણ રહેશે 10 દિવસ ક્વોરન્ટાઈન


Updated: May 8, 2021, 11:45 PM IST
ઈંગ્લેન્ડ જતા પહેલા ભારતીય ટીમ 8 દિવસ ક્વોરન્ટાઈન રહેશે, યૂ.કે.માં પણ રહેશે 10 દિવસ ક્વોરન્ટાઈન
પ્રતિકાત્મક તસવીર

ઈંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમવામાં આવશે. આ મુકાબલો 18થી 22 જૂન સુધી રમાશે, તે બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સીરિઝ રમાશે, જેની શરૂઆત ઓગસ્ટમાં થશે.

  • Share this:
કોરોનાના કહેર (coronavirus) વચ્ચે ભારતીય ટીમ (team India) જૂનમાં ઈંગ્લેન્ડ જશે. ઈંગ્લેન્ડમાં (England) ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) રમવામાં આવશે. આ મુકાબલો 18થી 22 જૂન સુધી રમાશે, તે બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સીરિઝ રમાશે, જેની શરૂઆત ઓગસ્ટમાં થશે. જોકે, ઈંગ્લેન્ડ જતા પહેલા ભારતીય ખેલાડીઓએ એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર કોચ રવિ શાસ્ત્રીની આગેવાનીનમાં 20 સભ્યોની ભારતીય ટીમ 25 મેના રોજ મુંબઈ આવશે. ભારતીય ટીમ મુંબઈમાં તૈયાર કરવામાં આવેલ બાયો બબલમાં 8 દિવસ સુધી રહેશે. આ દરમિયાન બેથી ત્રણ વાર દરેક સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ભારતીય ટીમ બે જૂનના રોજ ઈંગ્લેન્ડ માટે રવાના થશે અને ઈંગ્લેન્ડમાં 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેશે. જે બાદ 18 જૂનના રોજ ન્યુઝીલેન્ડ સામે સાઉથેમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે.

ભારતીય ખેલાડીઓ પરિવારને ઈંગ્લેન્ડ લઈ જઈ શકશે

BCCIના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય ખેલાડીઓ 25 મેના રોજ બાયો બબલમાં પ્રવેશ કરશે અને 8 દિવસ ક્વોરન્ટાઈન રહેશે. ખેલાડીઓની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવશે. બે જૂનના રોજ ઈંગ્લેન્ડ માટે રવાના થયા બાદ ઈંગ્લેન્ડમાં 10 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પૂર્ણ કરશે. આ સમય દરમ્યાન ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકશે, વારંવાર તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ત્રણ મહિનાનો પ્રવાસ હોવાના કારણે ભારતીય ખેલાડીઓને પરિવારને ઈંગ્લેન્ડ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે.

ઈંગ્લેન્ડમાં 10 દિવસ આઈસોલેટ રહેવું પડશે

ભારતીય નાગરિકો પર બ્રિટનમાં પ્રવેશ કરવા માટે રોક લગાવવામાં આવી છે, પરંતુ મોટા ખેલાડીઓને ઈંગ્લેન્ડ જવાની મંજૂરી આપવામાં આવી છે. ખેલાડીઓએ હોટેલમાં 10 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. BCCI અને ECB પ્રયત્ન કરી રહ્યા છે કે તેમણે માત્ર 3 દિવસ આઈસોલેટ રહેવું પડે કારણ કે, ભારતમાં તેઓ પહેલેથી જ 7 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પૂર્ણ કરીને ઈંગ્લેન્ડ જશે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સીરિઝ રમાશે

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે 20 સભ્યની ટીમનું એલાન કર્યું છે, જેમાં હાર્દિક પંડ્યા અને અને કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી. રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 4 ઓગસ્ટથી નોટિંધમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સીરિઝ રમવામાં આવશે. બીજી ટેસ્ટ 12 ઓગસ્ટે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમવામાં આવશે. 25 ઓગસ્ટે સીરિઝની ત્રીજી મેચ લીડ્સમાં, 2 સપ્ટેમ્બરે લંડનના ઓવલમાં ચોથી ટેસ્ટ, અને 10 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ રમવામાં આવશે.

ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ. કે.એલ.રાહુલ અને ઋદ્ધિમાન સાહાને ફિટ થવા પર મળશે જગ્યા. સ્ટેન્ડબાય ખેલાડી અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજાન નાગવાસવાલા.
First published: May 8, 2021, 11:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading