લગ્નના બે દિવસ પછી યુવકે કરી આત્મહત્યા, દૂલ્હનની મહેંદી પણ સુકાઇ નથી

News18 Gujarati
Updated: December 3, 2021, 5:20 PM IST
લગ્નના બે દિવસ પછી યુવકે કરી આત્મહત્યા, દૂલ્હનની મહેંદી પણ સુકાઇ નથી
આત્મહત્યાનું (suicide news)કારણ હજુ સામે આવ્યું નથી

suicide news - પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની જિંદગી વેરાન બની ગઈ

  • Share this:
દેવાસ : મધ્ય પ્રદેશના (madhya pradesh)દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની જિંદગી વેરાન બની ગઈ છે. લગ્નના 2 દિવસ પછી જ પતિએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા (suicide)કરી લીધી હતી. તેની લાશ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી. આત્મહત્યાનું (suicide news)કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે લાશને કબજામાં લઇ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને પત્નીને જણાવ્યું કે જતા પહેલા તે તેને રૂમમાં બંધ કરીને ગયા હતા.

પોલીસના મતે વિજયગંજ મંડી સ્ટેશનમાં આવતા ગામ બરખેડીમાં રહેતા વિજય કુમાવતના લગ્ન 2 દિવસ પહેલા રિંગનોદમાં રહેતી મંજૂ સાથે થયા હતા. બે દિવસ પછી વિજયે આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા. વરરાજાએ દૂલ્હનને રૂમમાં બંધ કરી દીધી હતી અને પ્રથમ માળ પર ચાલ્યો ગયો હતો. ઘણા સમય સુધી વિજય પરત ફર્યો ન હતો. દૂલ્હને પોતાની સાસુને બોલાવ્યા હતા. બંને વિજયને શોધવા ઉપરના રૂમમાં પહોંચ્યા તો તેમના હોશ ઉડી ગયા હતા. વિજય ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો - ભારતનું એવું ગામ જ્યાં પોલીસની એન્ટ્રી પર છે પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમી યુગલ માટે પરફેક્ટ સ્થળ

લગ્ન પછી પ્રથમ વખત પિયર જવાની હતી પત્ની

બતાવવામાં આવી રહ્યું છે કે 28 નવેમ્બરે લગ્ન અને 29 નવેમ્બરે રિસેપ્શન હતું. મંજૂને પ્રથમ વખત સાસરિયામાંથી પિયર લઈ જવા માટે તેના પરિવારજનો આવવાના હતા. જોકે વિજયે આત્મઘાતી પગલું ભર્યું હતું. ડીએસપી કરણ શર્માએ જણાવ્યું કે વિજયગંજ મંડીના બરખેડીમાં રહેતા વિજય કુમાવતે આત્મહત્યા કરી લીધી છે. આ વિશે વધારે તપાસ કરી રહ્યા છીએ. તથ્ય એ પણ સામે આવ્યા છે કે 2 દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા. તે પછી તેણે આવું પગલું કેમ ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તે માનસિક રોગી હોવાની વાત બતાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો - OMG! કપડાંની જેમ પતિ બદલે છે મહિલા , 11 વખત કર્યા છે લગ્ન, હજુ પણ છે વરરાજાની શોધમાંડીએસપીએ વધુમાં કહ્યું હતું કે હજુ પરિવારજનોના નિવેદન સામે આવ્યા નથી. જેવા નિવેદન આવશે અને તથ્ય સામે આવશે તે બતાવીશું. તેની પત્ની સાથે પણ વધારે વાતચીત થઇ નથી. તેણે ફક્ત એટલું કહ્યું છે કે તેને બંધ કરીને ચાલ્યા ગયા હતા. આ પછી ઘટના બની છે.
Published by: Ashish Goyal
First published: December 3, 2021, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading