નાસ્તાની લારી માટે પત્ની પાસે બનાવડાવી ચટણી, બેસ્વાદ લાગતા પતિએ પત્નીની કરી નાંખી હત્યા

News18 Gujarati
Updated: August 2, 2021, 12:02 AM IST
નાસ્તાની લારી માટે પત્ની પાસે બનાવડાવી ચટણી, બેસ્વાદ લાગતા પતિએ પત્નીની કરી નાંખી હત્યા
પ્રતિકાત્મક તસવીર

Madhya pradesh news: રવિવારની સવારે આનંદ ગુપ્તાએ પોતાની પત્ની પ્રીતિ પાસે નાસ્તાની દુકાન માટે ચટણી બનાવડાવી હતી. પરંતુ ચટણી એટલી બધી બેસ્વાદ હતી કે ચટણી ચાખીને આનંદ ગુપ્તા નારાજ થયો હતો. તે તેની પત્ની ઉપર ભડકી ગયો હતો.

  • Share this:
દતિયાઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh news) દતિયા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પતિને ચટણી ખાઈને મજા ન આવતા તેણે ગુસ્સામાં પત્નીની હત્યા (husband killed wife for samosa chatani) કરી દીધી હતી. આ ઘટના ગોરાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉપરાંયગામનો છે. મળતી માહિતી પ્રમાણે ઉપરાંય ગામમાં રહેનારા આનંદ ગુપ્તાને નાસ્તાની દુકાન છે. નાસ્તાની દુકાન ઉપર સમોસા-કચોરી વેચવાનું કામ આનંદ ગુપ્તા કરતો હતો. તે પોતાના ઘરે પત્ની પાસે ચટણી બનાવડાવતો હતો.

રવિવારની સવારે આનંદ ગુપ્તાએ પોતાની પત્ની પ્રીતિ પાસે નાસ્તાની દુકાન માટે ચટણી બનાવડાવી હતી. પરંતુ ચટણી એટલી બધી બેસ્વાદ હતી કે ચટણી ચાખીને આનંદ ગુપ્તા નારાજ થયો હતો. તે તેની પત્ની ઉપર ભડકી ગયો હતો. પત્નીએ પણ પોતાની પત્ની સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. વાત એટલી વધી ગઈ કે આનંદ ગુપ્તાના હાથમાં બોથડ પદાર્થ આવી ગોય હતો.

પતિ બોથડ પદાર્થ લઈને પત્ની ઉપર તાબડતોડ વાર કરવા લાગ્યો હતો. આનંદની માતા બચાવવા માટે વચ્ચે પડી પરંતુ તે નિષ્ફળ રહી હતી. પ્રીતિએ ઘટના સ્થળે જ તડપી તડપીને દમ તોડી દીધો હતો. આ અંગે જાણકારી પોલીસને મળી તો ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીની શોધ શરુ કરી દીધી છે. ત્યારબાદ ઘટનાને અંજામ આપ્યા બાદ પતિ ફરાર થયો હતો.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશઆ પણ વાંચોઃ-સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

ઘટના બાદ પરિવારમાં કોહરામ મચી ગયો હતો. એસડીઓપી દીપક નાયકના જણાવ્યા પ્રમાણે તેમના ઘરમાં વિવાદ ચાલકો હતો. ચટણી બેસ્વાદ હોવાના કારણે ઝઘડો થયો હતો. અને આરોપીએ માથા અને ગળા ઉપર વાર કરીને હત્યા કરી દીધી હતી. પોલીસ સતત આરોપીની શોધ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે શની રાજધાની દિલ્હીમાંથી ક્રાઈમની એક ખૌફનાક ઘટના સામે આવી છે. અહીં જેલમાંથી જામીન ઉપર છૂટેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ લાશને પથારીમાં ફેંકીને ફરાર થયો હતો. પોલીસે આરોપીને ધરપકડ કરીને ફરીથી જેલ ભેગો કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે પત્ની છાસવારે ઝઘડો કરતી હતી. પહેલા પણ વિવાદ કરતી હતી. એટલા માટે તેને મારી નાંખી હવે મારો બદલો પુરો થયો.
Published by: ankit patel
First published: August 1, 2021, 11:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading