બહેનને મારતો હતો જીજાજી, રક્ષાબંધને 12 વર્ષનાં ભાઇએ જીજાને કાપી માર્યો

News18 Gujarati
Updated: August 23, 2021, 5:24 PM IST
બહેનને મારતો હતો જીજાજી, રક્ષાબંધને 12 વર્ષનાં ભાઇએ જીજાને કાપી માર્યો
ફાઇલ ફોટો

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં (Uttar Pradesh Crime News) રક્ષાબંધનનાં (Raksha bandhan 2021) દિવસે એક ભાઇએ તેની બહેનનાં પતિની હત્યા કરી નાખી. આ વ્યક્તિ આરોપીની બહેનને વારંવાર જેમ ફાવે એમ બોલતો અને મારતો હતો

  • Share this:
કાનપુર: ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં (Uttar Pradesh Crime News) રક્ષાબંધનનાં (Raksha bandhan 2021) દિવસે એક ભાઇએ તેની બહેનનાં પતિની હત્યા કરી નાખી. આ વ્યક્તિ આરોપીની બહેનને વારંવાર જેમ ફાવે એમ બોલતો અને મારતો હતો. મહિલાએ રાખડી બાંધતા જેમ તેનાં ભાઇને પોતાની આપવીતી સંભળાવી ભાઇનો (Crime News) ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો અને તે તેનાં જીજાનાં ઘરે પહોંચી ગયો હતો અને તેની હત્યા કરી નાંખી હતી.

આ પણ વાંચો-હૈ રામ! પત્નીએ ઘૂંઘટ નહોતો કાઢ્યો તો ગુસ્સે ભરાયા પતિએ 3 વર્ષની દીકરી પટકી, માસૂમનું મોત

રક્ષાબંધનનાં દિવસે બહેન તેનાં પતિને લઇને તેનાં ભાઇનાં ઘરે તેને રાખડી બાંધવા આવી હતી. પણ ત્યાં નશામાં ધૂત પતિ તેનાં સાળાને જેમ ફાવે એમ ગાળો ભાંડવા માંડ્યો હતો.જે બાદ તે 20 વર્ષીય ભાઇ એટલો નારાજ થઇ ગયો હતો. તેણે ચપ્પાનાં ઘાં છીંકીને તેનાં જીજાની હત્યા કરી નાંખી હતી. બહેનનાં પિતાએ પોતે પોલીસને ફોન કરીને તેમનાં દીકરાની હરકત અંગે માહિતી આપી હતી.અને તેની ધરપકડ કરાવી હતી.

આ પણ વાંચો-સેક્સ માણવાથી મને તાકાત મળે છે, 3 ગોલ્ડ જીતનારી એથલેટનો દાવો

BSNLનાં રિટાયર્ડ કર્મચારીએ તેની દીકરીનાં લગ્ન 14 વર્ષ પહેલાં પાસે રહેતાં એક વ્યક્તિ સાથે કર્યા હતાં. તેમને આ લગ્નથી બે બાળકો છે. મહિલાનાં પિતાએ જણાવ્યું છે કે, દારુનો વિરોધ કરવાં મામલે મારી દીકરી અને જમાઇ વચ્ચે ઘણી વખત બબાલો થઇ છે.

આ પણ વાંચો-TMKOC: ટૂંકા કપડાંમાં દિશા વાકાણીનો VIDEO થયો વાયરલ, ફેન્સે કહ્યું, 'ટપુ કે પાપા...'કાનપૂરમાં રવિવાર પતિ તેની પત્નીને લઇને ભાઇને રાખડી બંધાવવાં આવ્યો હતો. રાખડી બંધાવવાની વિધિ પૂર્ણ થયા બાદ તે વ્યક્તિ તેની પત્નીને છોડીને ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે તે ફરી નશામાં ધૂત થઇ ફરી આવ્યો હતો તે સમયે તેનાં સાસરાવાળાને જેમ ફાવે એમ ગાળો ભાંડવા લાગ્યો હતો. આ સમયે તેમનો ઝઘડો થયો હતો.

આ સમયે જીજા સાળા વચ્ચે જંગ ખેલાઇ ગઇ હતી. અને સાળાએ જીજાને ચપ્પુનાં ઘા મારી તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે હાલમાં લાશ કબ્જે કરી લીધી છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

આ મામલે મૃતકનાં પરિવારજનોનું કહેવું છે કે, બંને વચ્ચે અણબનાવ હતો. પણ છેલ્લાં થોડા સમયથી તેઓ એક સાથે રહેવાં લાગ્યા હતાં. તેની પત્નીએ જ તેની હત્યા કરાવી છે. આ મામલે હાલમાં પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. પરિવારજનોએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે કે, તેમણે તેમનાં દીકરાનાં મોતનાં સમાચાર જ મોડા આપ્યાં છે.
Published by: Margi Pandya
First published: August 23, 2021, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading