સૂટ બૂટ પહેરીને ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગના બે આરોપીની ધરપકડ


Updated: November 24, 2021, 11:28 PM IST
સૂટ બૂટ પહેરીને ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગના બે આરોપીની ધરપકડ
ગેંગ 15થી 20 વર્ષથી ચોરીની ઘટનાને અંજામ આપે છે

crime news - પોલીસે ચોર પાસેથી 20 લાખ રૂપિયા રોકડા, આભૂષણ 9 mmની કાર્બાઈન સહિત અનેક શસ્ત્રો જપ્ત કરી લીધા

  • Share this:
નવી દિલ્હી : નોઈડા પોલીસે (Noida police)ચોરી કરનાર એક ગેંગનો ભાંડો ફોડી દીધો છે. ચોરી કરતી ગેંગે (theft gang)દિલ્હી, NCR અને મુંબઈ સહિત દેશમાં અનેક શહેરોના પોશ વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. નોઈડા પોલીસે ચોરી કરતી ગેંગના બે સભ્યોની ધરપકડ (Noida police busted theft gang)કરી છે. પોલીસે આ ચોર પાસેથી 20 લાખ રૂપિયા રોકડા, આભૂષણ સહિત 9 mmની કાર્બાઈન સહિત અનેક શસ્ત્રો જપ્ત કરી લીધા છે.

પોલીસે દાવો કર્યો છે કે, આ ખૂબ જ ચાલાક ચોર છે અને અત્યાર સુધીમાં દિલ્હી, NCR અને મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ચોર સૂટ અને બૂટ પહેરીને શહેરના પોશ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં સિક્યોરિટી ગાર્ડને ચકમો આપીને સોસાયટીમાં દાખલ થતો હતો. ત્યારબાદ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપીને ચોર ફરાર થઈ જતો હતો.

સિક્યોરિટી ગાર્ડને બેવકૂફ બનાવતા હતા

પોલીસે જણાવ્યું કે, આ ગેંગ MY GATE APPમાં ખોટું નામ અને મોબાઈલ નંબર દાખલ કરીને સોસાયટીમાં પ્રવેશ કરતા હતા અને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. પોલીસે જણાવ્યા અનુસાર ધરપકડ કરેલ આરોપીનું નામ શાહનવાઝ અને ઈમરાન છે. જેમાંથી ઈમરાન નામનો આરોપી હમણાં જ ચોરીના કેસમાં 3 વર્ષની સજા ભોગવીને બહાર આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ગેંગના અનેક સભ્યો જેલમાં છે. આ કેસને લઈને પોલીસ સામાન ખરીદનાર અને હથિયાર સપ્લાય કરનાર ગેંગના અન્ય આરોપીઓની તલાશ કરી રહી છે.

આ પણ વાંચો - અમદાવાદ : તસ્કરોએ પણ ફિલ્મો જોઈને ચોરીની સ્ટાઈલ બદલી નાખી છે, જાણો ચોરીનો અજીબ કિસ્સો

ગેંગ 15થી 20 વર્ષથી ચોરીની ઘટનાને આપે છે અંજામપૂછપરછ પરથી જાણવા મળ્યું છે કે, લગભગ 15થી 20 વર્ષથી આ ગેંગ ફ્લેટ અને મકાનમાં ચોરી કરવાની ઘટનાને અંજામ આપી રહી છે. આ ગેંગ પર 2 ડઝનથી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. પૂછપરછ પરથી જાણવા મળ્યું છે કે, ચોરી કરેલા ઘરેણા સિકંદરાબાદમાં કૈલાશ વર્મા નામના જ્વેલરને વેચતા હતા, પોલીસ આ જ્વેલરની તલાશ કરી રહી છે.

150 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરાઈ

ચોરીની ઘટનાઓ અંગે ખુલાસો કરવા માટે 350 CCTV કેમેરા અને લગભગ 150 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
First published: November 24, 2021, 11:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading