ગાંધીનગરમાંથી ભેજાબાજ રીક્ષા ચોર ઝડપાયોઃ ચોરેલી રીક્ષામાં અમદાવાદ-ગાંધીનગરની વરધી મારવાનું શરુ કર્યું, આવો છે ગુનાહિત ઈતિહાસ

News18 Gujarati
Updated: November 29, 2021, 6:58 PM IST
ગાંધીનગરમાંથી ભેજાબાજ રીક્ષા ચોર ઝડપાયોઃ ચોરેલી રીક્ષામાં અમદાવાદ-ગાંધીનગરની વરધી મારવાનું શરુ કર્યું, આવો છે ગુનાહિત ઈતિહાસ
પકડાયેલો રીક્ષા ચોર

Gandhinagar crime news: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી (Ahmedabad civil hospital) ચોરી કરીને અમદાવાદ-ગાંધીનગર રુટ ઉપર (Ahmedabad Gandhinagar rout vardhi) વરધી મારવાનું શરુ કરીને મહેનતની કમાણી કરવા લાગ્યો હતો.

  • Share this:
ગાંધીનગરઃ અત્યારના સમયમાં ચોર વધારે હાઈટેક થઈ ગયા છે ચોરી અને ચોરી બાદ ગુનાને સંતાડવાની ટેકનિક ચોરો વિકસાવતા રહે છે. ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar news) એક ભેજાબાજ ચોર ઝડપાયો હતો. જેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી (Ahmedabad civil hospital) ચોરી કરીને અમદાવાદ-ગાંધીનગર રુટ ઉપર (Ahmedabad Gandhinagar vardhi) વરધી મારવાનું શરુ કરીને મહેનતની કમાણી કરવા લાગ્યો હતો. જોકે, પાપનો ઘડો ફૂટી જતાં ઝડપાયો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે (local crime branch) રૂપાલના રીઢા ચોરને વાવોલથી પકડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ચોરે અત્યાર સુધીમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશન મથકની (Gandhinagar sector 21 police station) હદમાં પણ ચોરીના છ ગુના આચર્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.

ભેજાબાજ ચોર અંગે વાત કરીએ તો ગાંધીનગર વિસ્તારમાં વાહન ચોરીના બનાવોએ માઝા મૂકી દીધી છે. એમાંય સીસીટીવી કેમેરા વિનાના સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં છાશવારે વાહન ચોરીના બનાવો સ્થાનિક પોલીસ મથકમાં નોંધાતાં રહેતા હોય છે. તેમ છતાં સિવિલ તંત્ર દ્વારા સિવિલ કેમ્પસની સુરક્ષા વધારવાના કોઈ જાતના પ્રયાસો હાથ ધરવામાં આવતાં નથી. ગત તા. 22મી નવેમ્બરનાં રોજ પણ સિવિલ કમ્પાઉન્ડમાંથી સીએનજી રિક્ષા ચોરીની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી.

ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવો વધતાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તાબાના અધિકારીઓને પેટ્રોલિંગ વધારી ગુનાનાં ભેદ ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની ટીમ વાહન ચોરીના ગુનાઓ ઉકેલવાની દિશામાં કાર્યરત હતા. ત્યારે બાતમી મળી હતી કે સિવિલમાંથી ચોરાયેલી સીએનજી રિક્ષાને રૂપાલ ગામનો પ્રકાશ ઉર્ફે પકો અરજણજી વણઝારા ગાંધીનગર-અમદાવાદ રૂટ પર મુસાફરોને બેસાડી વરધીઓ મારી રહ્યો છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટ

બાતમીના આધારે વોચ ગોઠવીને પ્રકાશને વાવોલ ખાતેથી રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે સીએનજી રિક્ષા સાત દિવસ અગાઉ સિવિલ કમ્પાઉન્ડમાંથી ચોરી હોવા ઉપરાંત દોઢ મહિના પહેલા પણ સેકટર 26 ઓશીયા મોલ ખાતેથી પણ એક રિક્ષા ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! મોડાસામાં હોમગાર્ડની ભરતીની દોડમાં યુવકનું હૃદય બેસી ગયું, બે બાળકોએ પિતા ગુમાવ્યાજેનો ગુનાહિત ઈતિહાસ પોલીસે ચકાસતા અત્યાર સુધીમાં સેકટર-21 પોલીસ મથકની હદમાં ચોરીના છ ગુનાને પણ અંજામ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે પ્રકાશ વણઝારની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-ખૂના કા બદલા ખૂન! સુરતઃ રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા 'પપિયા'ની હત્યા કરી ખાડીમાં ફેંકી દીધો, ભાવસિંગ ગેંગે લીધો બદલો

ઉલ્લેકનીય છે કે બાઈક કે એક્ટીવા ચોરી કરીને લોકો પોતાના મોજશોખ પુરા કરતા હોવાના ચોરો અત્યાર સુધીમાં અનેક વખત પકડાયા હશે પરંતુ રીક્ષાની ચોરી કર્યા બાદ એ ચોરીની રીક્ષામાં પેસેન્જર માટેની વરધીઓ મારતો ચોર કદાચ પહેલીવાર પકડાયો હશે. ચોરીની રીક્ષામાં મહેનતની કમાણી કહવા જતાં ચોર પોલીસના હાથે ચડી ગયો હતો.
Published by: ankit patel
First published: November 29, 2021, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading