Angarak yog 2022: મંગળ રાહુ યુતિના લીધે યુદ્ધ જેવો માહોલ, જાણો 27 જૂનથી થઇ રહેલ અંગારક યોગ આપને શું કરશે અસર?

News18 Gujarati
Updated: June 26, 2022, 3:30 PM IST
Angarak yog 2022: મંગળ રાહુ યુતિના લીધે યુદ્ધ જેવો માહોલ, જાણો 27 જૂનથી થઇ રહેલ અંગારક યોગ આપને શું કરશે અસર?
27 જૂનથી થઇ રહેલ અંગારક યોગ આપને શું કરશે અસર?

27 જૂનના સેનાપતિ મંગળ મહારાજ પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરશે. મેષમાં મંગળ રાહુની યુતિ થશે જે અંગારક યોગ (Angarak yog 2022) ની રચના કરે છે. આ અંગારક યોગ અગ્નિતત્વની રાશિમાં જ થાય છે અને મંગળ સ્વગૃહી બને છે માટે આ અંગારક યોગ બળવાન બને છે. મંગળ રાહુ યુતિના લીધે યુદ્ધ જેવો માહોલ વધુ જોવા મળશે. વળી વાયુ અને અગ્નિનું મિલન અવકાશી જહાજોને દુર્ઘટનાનું સૂચક બને છે.

  • Share this:
Angarak yog in gujarati: કુંડળી (Kundali) માં શુભ અને અશુભ બંને યોગ બને છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર કુંડળીમાં અનેક પ્રકારના યોગ બને છે જે વ્યક્તિના જીવનમાં સારા ખરાબ પરિવર્તન લાવે છે. રાજયોગ નામના કેટલાક યોગ છે જે વ્યક્તિના જીવનમાં સફળતા અને ખુશીઓ લાવે છે. બીજી તરફ, કુંડળીમાં અશુભ યોગ પણ બને છે, જે સમસ્યાઓ, રોગ અને નિષ્ફળતા તરફ દોરી જાય છે. જ્યારે ગ્રહો અને નક્ષત્રોનો આવો સંયોગ બને છે જેમાં કેટલાક શુભ અને અશુભ યોગ બને છે. વૈદિક જ્યોતિષમાં આવા પાંચ સૌથી ખતરનાક યોગ રચાયા છે, જે વ્યક્તિના જીવનમાં જ સમસ્યાઓ લાવે છે. આ અશુભ યોગોમાં અંગારક દોષ હોય છે.

શું છે અંગારક યોગ?  (angarak yog in gujarati)


વૈદિક જ્યોતિષ (vaidik jyotish) અનુસાર, મંગળ અને રાહુ-કેતુ એક જ ઘરમાં આવે ત્યારે કુંડળીમાં અંગારક દોષ બને છે. આ યોગના પ્રભાવથી લોકોના સ્વભાવમાં પરિવર્તન જોવા મળે છે. વ્યક્તિના મનમાં ગુસ્સાની લાગણી વધુ આવે છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.

આ પણ વાંચો: ગરૂડ પુરાણ: આપઘાત પછી આત્માનો થાય છે ભયંકર હાલ જાણો, જાણો શું કહેવાયું છે?
ચાલો જાણીએ જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી પાસેથી કે આ યોગની અસર કેવી થશે?

27 જૂનના સેનાપતિ મંગળ મહારાજ પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરશે. મેષમાં મંગળ રાહુની યુતિ થશે જે અંગારક યોગ (Angarak yog 2022) ની રચના કરે છે. આ અંગારક યોગ અગ્નિતત્વની રાશિમાં જ થાય છે અને મંગળ સ્વગૃહી બને છે માટે આ અંગારક યોગ બળવાન બને છે.મંગળ રાહુના સંપર્કમાં આવવાથી બીમારીથી સાવચેત રહેવું પડે. મંગળ રાહુ યુતિના લીધે યુદ્ધ જેવો માહોલ વધુ જોવા મળશે. વળી વાયુ અને અગ્નિનું મિલન અવકાશી જહાજોને દુર્ઘટનાનું સૂચક બને છે. આ ઉપરાંત યુદ્ધમાં  વિમાનોનો વધુ ઉપયોગ દર્શાવનાર છે વળી આ યુતિ દરમિયાન બે દેશ વચ્ચે સંઘર્ષ વધતો જોવા મળે, સેનાના બેઇઝ અને હવાઈમથક પર વધુ સુરક્ષાની જરૂર પડે.

મંગળ રાહુ અંગારક યોગની રાશિ મુજબ અસર જોઈએ તો....


મેષ રાશિના જાતકોએ ગુસ્સા પર કંટ્રોલ કરવો પડશે અને આવેશમાં આવી કામના કરવા સલાહ છે .

વૃષભ રાશિના મિત્રોને ઊંઘમાં તકલીફ પડી શકે છે અને ખર્ચ પણ વધુ થાય.

મિથુન રાશિના જાતકોને પગનો દુખાવો અનુભવાય જો કે આર્થિક રીતે સારું રહે.

કર્ક રાશિના મિત્રોને વ્યવસાયમાં તકલીફ પડતી જોવા મળે વળી ધાર્યા કામ પાર ન પડે

સિંહ રાશિના મિત્રોને થોડું પ્રતિકૂળ રહેવા સંભવે

કન્યા રાશિના મિત્રોએ પડવા વાગવાથી સાંભળવું પડે અને નાની મોટી બીમારીની કાળજી લેવી પડે.

તુલાના જાતકોએ ભાગીદારી અને દામ્પત્યજીવનમાં કાળજી લેવી પડે.

વૃશ્ચિક રાશિના મિત્રોએ જૂની બીમારી બાબતે સચેત રહેવું પડે

ધન રાશિના મિત્રોએ પેટની તકલીફ બાબતે ધ્યાન દેવું વળી વિધાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે.

આ પણ વાંચો: Budh Gochar: 2 જુલાઇએ બુધનું મિથુનમાં ગોચર , 5 રાશિઓને કરિઅરમાં મળશે અપાર સફળતા

મકર રાશિના મિત્રો વૉકિંગ અને એક્સરસાઇઝથી કાર્ડિયાક હેલ્થ સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.

કુંભ ના મિત્રોએ ફેફસા મજબૂત કરવા પ્રાણાયામ અને યોગ કરવા જોઈએ.

મીન ના મિત્રો એ આંખની વિશેષ કાળજી લેવી અને આર્થિક બાબતમાં સમજીને ચાલવું પડે.

લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા ૨૫ વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે.
Published by: Rahul Vegda
First published: June 26, 2022, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading