Astro Tips: નોકરી મેળવવા લાલ મરચાનો આ ઉપાય અપાવી શકે છે સફળતા, ઘરમાં રહેશે બરકત

News18 Gujarati
Updated: July 23, 2022, 9:59 PM IST
Astro Tips: નોકરી મેળવવા લાલ મરચાનો આ ઉપાય અપાવી શકે છે સફળતા, ઘરમાં રહેશે બરકત
લાલ મરચાનો ઉપાય

આજના સમયમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેનું જીવન સફળ અને તમામ વૈભવથી ભરેલું હોય. તેના માટે સારી નોકરીની જરૂર પડે છે, પરંતુ કેટલીકવાર મહેનત અને પરિશ્રમ કર્યા પછી પણ કેટલાક લોકોને સફળતા નથી મળતી. (Astrology Tips) આવી સ્થિતિમાં તે લોકોને નિષ્ફ્ળતા મળતા, તેઓ નિરાશાનો શિકાર બને છે.

  • Share this:
Astro Tips : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ દોષોના કારણે પણ સફળતા નથી મળતી, આ માટે જ્યોતિષ હિતેન્દ્ર કુમાર શર્મા લાલ મરચાના કેટલાક ઉપાયો જણાવી રહ્યા છે. જેના દ્વારા સફળતા, નજર ઉતરવા સાથે ઘરમાં બરકત પ્રાપ્ત કરી શકાય છે.

લાલ મરચાંના ઉપાય : આજના સમયમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેનું જીવન સફળ અને તમામ વૈભવથી ભરેલું હોય. તેના માટે સારી નોકરીની જરૂર પડે છે, પરંતુ કેટલીકવાર મહેનત અને પરિશ્રમ કર્યા પછી પણ કેટલાક લોકોને સફળતા નથી મળતી. (Astrology Tips) આવી સ્થિતિમાં તે લોકોને નિષ્ફ્ળતા મળતા, તેઓ નિરાશાનો શિકાર બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સ્થિતિ ગ્રહ દોષોના કારણે પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ભોપાલ સ્થિત જ્યોતિષી, પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા લાલ મરચાના કેટલાક ઉપાયો જણાવી રહ્યા છે.

ઈન્ટરવ્યુમાં જતા પહેલા

જો તમે ઘરેથી ઇન્ટરવ્યુ માટે અથવા ખૂબ જ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા છો, તો ઘરના ઉંબરા પાંચ લાલ સુક્કા મરચા મૂકવાં. આ બાદ કોઈ પણ શુભ કાર્ય કે ઈન્ટરવ્યુ માટે જતી વખતે આ મરચાં પર પગ મૂકીને ઘરની બહાર નીકળો. આમ કરવાથી તમારો ઈન્ટરવ્યુ સારો જશે. અને સફળતા પણ પ્રાપ્ત થશે.

અટકેલા કામમાં મળશે સફળતા

જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય અને કોઈ કારણસર તે પૂરું ન થઈ રહ્યું હોય, તો લાલ મરચાના 21 દાણા લઈને તેને પાણી ભરેલા વાસણ અથવા જગમાં મૂકી દો. આ પાણીને પોતાના ઉપરથી 7 વાર ઉતારી ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી તમારા અટકેલા કામ જલ્દી પૂરા થઈ જશે.નજર ઉતારવા

જો તમારા ઘરમાં કોઈ બાળકને નજર લાગી હોય તો તેને ઉતારવા, લાલ મરચા લઈ, તેને બાળકની ઉપર 7 વાર ઉંધી દિશામાં ફેરવો અને તેને સળગતા ચૂલામાં મૂકી દો. આમ કરવાથી બાળક પરની ખરાબ નજર દૂર થઈ જશે.

આ પણ વાંચોFegn shui tips : કાચબો અને બિલાડી લાવે છે ધન-સમૃદ્ધિ, જાણો ફેંગશુઈ વિશેના રસપ્રદ ત્થ્યો

ઘરમાં બરકતી રાખવા

સખત મહેનત અને લગન સાથે કામ કરવા છતાં પણ જો તમારા ઘરમાં બરકત નથી રહેતી, તો 7 લાલ મરચાંને રૂમાલમાં બાંઘી તેને એવી જગ્યાએ મુકવી જ્યાં તમે તમારા પૈસા રાખો છો. આમ કરવાથી તમારા ઘરની બરકતી પાછી આવશે.
Published by: kiran mehta
First published: July 23, 2022, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading