health supplements ક્યારે અને શા માટે લેવા છે જરૂરી, અહીં જાણો બધું જ


Updated: September 16, 2021, 11:20 PM IST
health supplements ક્યારે અને શા માટે લેવા છે જરૂરી, અહીં જાણો બધું જ
હેલ્થ સપ્લીમેન્ટ પ્રતિકાત્મક તસવીર

health supplements use: વર્તમાન યુગમાં લોકો વિટામિનની (vitamin) ઉણપને પહોંચી વળવા માટે વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાનો (vitamin supplements) આગ્રહ રાખે છે. જે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે લેવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે.

  • Share this:
Health tips: શરીરને તંદુરસ્તી (Body health) અને તેજ મગજ માટે 13 વિટામિનની (vitamin supplements for heath) જરૂર હોય છે. આપણા શરીર માટે કેટલાક વિટામિન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત જીવનશૈલી વિટામિન સહિત યોગ્ય પોષક તત્વો (Nutrients) વિના અધૂરી છે. જેથી વર્તમાન યુગમાં લોકો વિટામિનની ઉણપને પહોંચી વળવા માટે વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાનો આગ્રહ રાખે છે. જે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે લેવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. હેલ્થ સપ્લિમેન્ટ્સ લેવાથી શરીરમાં વિટામિન્સ, પોષક તત્વો અને મિનરલ્સની અછત અટકાવી શકાય છે. તે તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલીને (life style) ટકાવી રાખવામાં પણ મદદ કરી શકે છે

હેલ્થ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ અલગ અલગ ખામીઓ નિવારવા માટે થતો આવ્યો છે. વર્તમાન સમયમાં તેનું ચલણ ખૂબ વધ્યું છે. લોકો ઘણીવાર વિટામિન B 13 અને વિટામિન D જેવા પોષક તત્વો માટે હેલ્થ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરે છે. તેનાથી રક્તકોશિકાઓ અને ચેતાઓને સ્વસ્થ રહે છે અને તે હાડકાંની જાળવણીમાં મદદ કરે છે.

અહીં લોકો દ્વારા મોટાભાગે ઉપયોગમાં લેવાતા હેલ્થ સપ્લિમેન્ટ્સ અંગે જાણકારી આપવામાં આવી છે.

ઓમેગા-3
ઓમેગા-3 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે ફિશ ઓઈલમાંથી મળે છે. જેથી ઘણા લોકોમાં તેની ઉણપ સર્જાય છે. સોફ્ટ જેલના સ્વરૂપમાં આ સપ્લીમેન્ટ સરળ અને સસ્તો વિકલ્પ છે.

હળદર અને બાયોપેરિન કેપ્સ્યુલ્સહળદરને સુપર ફૂડ ગણવામાં આવે છે. તેમાં ઘણા પોષકતત્વો હોય છે. આ કેપ્સ્યુલ્સમાં હળદર અને મરીના ફાયદા હોય છે. કેપ્સ્યુલ્સમાં સર્વિંગ દીઠ લગભગ 1000 મિલિગ્રામ હળદર હોય છે. કેપ્સ્યુલ્સમાં કાળા મરીના ફાયદાઓ ઉમેરવા માટે 10 મિલિગ્રામ બાયોપેરિન ઉમેરવામાં આવે છે.

ગ્રેપસીડ અને વિટામિન સી કેપ્સ્યુલ્સ
માનવ શરીરને પણ વિટામિન Cની વ્યાપક જરૂર હોય છે. આ જરૂરિયાત પૂરી કરવા ગ્રેપસીડ અને વિટામિન સી કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરી શકાય છે. જે લોકો પ્લાન્ટ આધારિત ડાયટનો આગ્રહ રાખતા હોય તેમના માટે આ કેપસ્યુલ્સ મહત્વની છે.

આ પણ વાંચોઃ-Kitchen tips: તમારા ખાદ્ય તેલમાં ઝેરી ભેળસેળ હોય શકે, આ સરળ Trickથી ઘર બેઠા ચકાસો ગુણવત્તા

મલ્ટીવિટામિન્સ
વિટામિન ડી, સેલેનિયમ, પેન્ટોથેનિક એસિડ (Vitamin B5), બાયોટિન જેવી પોષકતત્વોથી ભરપૂર આ કેપસ્યુલ્સ મહેનત કરતા લોકો માટે ગુણકારી નીવડી શકે છે.

આ પણ વાંચોઃ-એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ ટાળજો: કેન્સર અને હાર્ટએટેકથી પણ ખતરનાક ગણાતા આ રોગનો છે ખતરો

વિટામિન B12 કેપસ્યુલ્સ
વિટામિન 12 શરીરમાં બનતું નથી. તે માછલી, માસ અને ડેરી પ્રોડક્ટમાં મળે છે. મગજ, રક્તવાહિનીઓ અને ચેતાઓના વિકાસ માટે જરૂરી આ વિટામિનના હેલ્થ સપ્લીમેન્ટ સરળતાથી ઉપલબ્ધ છે.

અહીં નોંધનીય છે કે, હેલ્થ સપ્લીમેન્ટ ખોરાકનું સ્થાન લઈ શકે નહીં. જેથી યોગ્ય ભોજન લેવું જરૂરી છે. તંદુરસ્ત શરીર માટે પોષકતત્વો યુક્ત ભોજન લેવું જોઈએ.
Published by: ankit patel
First published: September 16, 2021, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading