Rashifal, 4 august 2021: મેષ રાશિના જાતકને લગ્ન જીવનના નકારાત્મક ક્ષણનો સામનો કરવો પડી શકે છે, આજનું રાશિફળ

News18 Gujarati
Updated: August 4, 2021, 12:53 AM IST
Rashifal, 4 august 2021: મેષ રાશિના જાતકને લગ્ન જીવનના નકારાત્મક ક્ષણનો સામનો કરવો પડી શકે છે, આજનું રાશિફળ
આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 4 August 2021: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
મેષ રાશિફળ- માનસિક શાંતિ માટે તણાવના કારણોનું સમાધાન કરો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક વિચારવાની ક્ષમતાને બેકાર કરી શકે છે. લાંબા સમયથી ઘરના કામકાજના હિસાબથી આજનો દિવસ સારો રહી શકે છે. આજના દિવસે તમારા ધારણાની જેમ વસ્તુઓ નહીં થાય. લગ્ન જીવનના સૌથી નકારાત્મક ક્ષણનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિફળ - તળેલી અને સેકેલી વસ્તુઓથી દૂર રહો અને નિયમિત વ્યાયામ કરતા રહો. પૈસાને ધ્યાન રાખીને ખર્ચ કરવા નહીં તો પાછળથી સમસ્યા ઊભી થઈ શકે છે. પોતાના જીવન સાથી સાથે પ્રેમ અને સ્નેહ મહેસૂસ કરો, રોમાન્સ માટે આજનો દિવસ સારો છે. કામ કરવામાં એકાગ્રતા જાળવી રાખવાની કોશિશ નહીં કરી શકો.

મિથુન રાશિફળ - ભૂતકાળમાં લીધેલા ખોટા નિર્ણયો માનસિક અશાંતિ અને ક્લેશનું કારણ બનશે. કોઈ સારો નવો વિચાર તમને આર્થિક રીતે ફાયોલ અપાવી શકે છે. આજે તમારું દુઃખ બરફની જેમ પીગળી જશે. નવી યોજનાઓ અને ખર્ચને ટાળો. લગ્નજીવન વાધારે સુખમય બનાવવા માટેના તમારા પ્રયત્નો આશા કરતા વધારે રંગ લાવશે.

કર્ક રાશિફળ - આજનો દિવસ તમારા માટે મોજ-મસ્તી અને આનંદથી ભરેલો રહેશે.તમારી સામે આવતી યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારવું.ખૂબસૂરત અને પ્રેમાળ માણસને મળવાની પ્રબળ સંભાવના છે.કામકાજના સમયમાં સારો મિત્ર વિઘ્ન નાંખી શકે છે.બહાર નીકળો અને નવા લોકોના સંપર્ક અને દોસ્ત બનાવો.

સિંહ રાશિફળ- આજે તમારી પરેશાનીઓમાંથી ઝડપથી મૂક્તિ મળશે. બેન્ક સાથે જોડાયેલી દિવડ-દેવડમાં ખાસી સાવધાની રાખવાની જરૂર છે. મનમાં તણાવ છે તો નજીકના સંબંધી કે દોસ્ત સાથે વાત કરો. આજે તમે અલગ પ્રકારના રોમાન્સનો અનુભવ કરી શકો છો. પોતાના જીવન સાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે.

કન્યા રાશિફળ- વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. નાણાંકિય અનિશ્ચિતતા તમને માનસિક તાણ આપી શકે છે. પરિવારના સભ્યો સાથે સમય ન આપ્યો તો ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે. પોતાના કામ ઉપર ધ્યાન આપશો તો કામયાબી અને પ્રતિષ્ઠા તમારી થશે. ઉતાવળમાં નિર્ણય ન કરો નહીં તો પસ્તાવાનો વારો આવશે.તુલા રાશિફળ - આંખના દર્દીઓ પ્રદૂષિત જગ્યાઓ પર જવાથી બચો.કોઈ મોટી યોજના અથવા વિચાર તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે.પોતાના પરિવારના સભ્યોની જરૂરતો ઉપર ધ્યાન આપો.પોતાના ધ્યેય તરફ શાંતિથી આગળ વધતા રહો.લગ્નજીવનના ફાયદાઓ આજે તમે મેળવી શકો છો.

વૃશ્ચિક રાશિફળ - આજનો દિવસ ફાયદામંદ સાબિત થશે. જૂની બીમારીમાંથી આરામ અનુભવશો. લોકોને આપેલા પૈસા પાછા મળી શકે છે અથવા નવી યોજનામાં લગાવેલા પૈસાનો ફાયદો મળી શકે છે. પારિવારિક તણાવોમાં ધ્યાન ભંગ ન કરો, સમજી વિચારીનો બોલવું. લગ્નજીવનમાં દિલચસ્પી ઓછી થતી અનુભવાશે.

ધન રાશિફળ- તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને આજના દિવસનું સરળ કામકાજ તમને આરામ આપશે. આજે સારા પૈસા કમાવવાની તક પરંતુ ખર્ચમાં ધ્યાન રાખવું. ઘરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા મોટાઓની સલાહ લો. પ્રેમના મામલે તમને ખોટા સમજવામાં આવી શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ સારો પસાર થઈ શકે છે.

મકર રાશિફળ- શારીરિક અને માનસિક બીમારીનું જડ દુઃખ હોઈ શકે છે.કમિશન, રોયલન્ટી થકી લાભ થશે.જીવનસાથીના મામલે જરૂર કરતા વધારે દખલ કરવી ઝઘડાનું કારણ બની શકે છે.આજે તમારા જીવનમાં સાચા પ્રેમની કમીનો અનુભવ કરશો.આજે ભાગંભાગ માટે પોતાને પ્રેરિત ન કરો.

કુંભ રાશિફળ- કોઈ સંત પુરુષના આશિર્વાદ માનસિક શાંતિ પ્રદાન કરશે. આર્થિક સમસ્યાઓ રચનાત્કમક વિચારવાની ક્ષમતાને બેકાર કરી શકે છે. રોમાન્સ, હરવું-ફરવું અને પાર્ટી કરવી રોમાંચક રહી શકે છે. વેપારમાં ભાગીદારીથી બચવું. સંબંધીઓને લઈને જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે.

મીન રાશિફળ- આજનો દિવસ બેકાર પસાર થવાની શક્યતા છે. દિવસના કામોના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે. ભારે આર્થિક યોજનાઓમાં પડવાથી દૂર હરો. આજે તમારા રોમાન્સને ઝાટકો લાગી શકે છે અને કિંમતી ગિફ્ટનો જાદુ નહિં ચાલે. આજનો દિવસ તણાવ ભર્યો અને નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે છે.
Published by: kiran mehta
First published: August 4, 2021, 12:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading