નંબર 1: ઘર કે ઓફીસમાં ફુવારો ઉત્તર દિશામાં રાખો. તમે લીધેલા તમામ નિર્ણયો સકારાત્મક હશે અને ધીરજ રાખો. કોઈપણ પગલું લેતા પહેલા મેડિટેશન કરો. અભિનેતાઓ અને જાહેર વક્તાઓના કાર્યમાં વૃદ્ધિ થશે. શિક્ષકો, ડોકટરો, મેટલ ઉત્પાદકો, ફાઇનાન્સર્સ અને વકીલોને ઓફર મળવાની સંભાવના છે, આ ઓફર સ્વીકારવી જ જોઇએ. ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.
માસ્ટર કલર: પીળો
શુભ દિવસ: રવિવારશુભ નંબર: 3 અને 7
દાન: પશુઓ અને ગરીબોને કેળાનું દાન કરો
નંબર 2: સ્ત્રીઓએ આજના દિવસે માટે કંકુ લગાવવું જોઈએ. બિનજરૂરી માથાકૂટ કે પારિવારિક મુદ્દાઓથી દૂર રહો. તમારી આંતરિક સમજ તમને શ્રેષ્ઠ રીતે ટેકો આપશે જેથી ફક્ત તમારા હૃદયને સાંભળો. આજનો દિવસ ખૂબ જ રોમેન્ટીક છે. મોટી કંપની સાથે ભાગીદારી કરવાનો સમય છે. રાજકારણીઓ, મીડિયા, ખેડૂતો, બેંકરો અને તબીબી વ્યક્તિઓએ મિલકત ખરીદતી વખતે સહી કરતા સમયે સાવચેત રહેવું જોઈએ
માસ્ટર કલર: ઓફ્ફ વ્હાઈટ
શુભ દિવસ: સોમવાર
શુભ નંબર: 2 અને 6
દાન: ગરીબોને ચોખાનું દાન કરો
નંબર 3: તમારી પ્રિય વ્યક્તિ સાથે આર્ગ્યુમેન્ટ ના કરો. વૃદ્ધ અને તમારા શિક્ષકોને કોઈપણ રીતે નુકસાન ના પહોંચાડશો. તમારો ચાર્મ અને આકર્ષણ ટીમનું નેતૃત્વ કરે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. રંગભૂમિના કલાકારોએ કાર્યસ્થળ પર નવી શરૂઆત કરવી જોઈએ. ભાગ્ય સાથ આપશે. મિત્રો સાથે હોવ ત્યારે નાણાકીય બાબતો શેર ન કરવી જોઈએ. સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, સમાચાર એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકો માટે કારકિર્દી વૃદ્ધિ માટે વિશેષ જાહેરાત થવાની સંભાવના છે
માસ્ટર કલર: ઓરેન્જ અને વાયોલેટ
શુભ દિવસ: ગુરુવાર
શુભ નંબર: 3 અને 1
દાન: જરૂરિયાતમંદોને બ્રાઉન ચોખાનું દાન કરો
નંબર 4: રાહુ ગ્રહની સકારાત્મકતા મેળવવા માટે તમારી આસપાસની જગ્યા સાફ રાખો. આજે પૈસા કમાવવાનો દિવસ છે, જેમાં તમામ મુખ્ય નિર્ણયો યોગ્ય પ્રકારે લેવામાં આવે છે. વર્તમાન યોજનાઓની સમીક્ષા કરવાની જરૂર છે. અનાજનું દાન કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. બાંધકામ, મશીનરી, ધાતુઓ, સોફ્ટવેર અને બ્રોકર્સ ક્ષેત્રે સંકળાયેલા લોકોએ કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. રમતવીરના માતા-પિતાને તેમના બાળકો પર ગર્વ થશે
માસ્ટર કલર: બ્લ્યૂ
શુભ દિવસ: મંગળવાર
શુભ નંબર: 9
દાન: ગરીબોને અનાજ અથવા ધાબળાનું દાન કરો
નંબર 5: આજે પ્રેમ સંબંધોમાં ધીરજ રાખવાની જરૂર છે. રોજ સવારે ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલો. સરળતાથી અને ઝડપથી ટાર્ગેટ પ્રાપ્ત થશે. તમે તમારા નસીબથી દિવસની અડધી રમત જીતી જશો. ટૂંક સમયમાં તમે સંપત્તિમાં રોકાણ કરશો. નસીબ સાથ આપે તે માટે મીટિંગમાં લીલા કપડા પહેરો. તમે જેને પ્રેમ કરો છો આજે તેને પ્રપોઝ કરવું જોઈએ.
માસ્ટર કલર: લીલો અને પીચ
શુભ દિવસ: બુધવાર
શુભ નંબર: 5
દાન: મંદિરમાં શ્રીફળનું દાન કરો
નંબર 6: આજે દેવી લક્ષ્મીજીની પૂજા કરો. આસપાસના લોકો તમારી પ્રામાણિકતાનો દુરુપયોગ કરશે તેથી પ્રેક્ટીકલ અને ડિપ્લોમેટીક બનો. તમે એક્ટીવ રહેશો અને અનેક કાર્યો એકસાથે પૂર્ણ કરી શકશો. રોમાંસ અને ત્યાગની લાગણી આજે તમારા મન પર રાજ કરશે, પરંતુ છેતરપિંડીથી સાવધ રહેવાની જરૂર છે. તમારા ખભા પર તમામ જવાબદારીઓ ના લેશો, તમે તમામ લોકોને ખુશ રાખી શકતા નથી. હોટેલિયર, ટ્રાવેલર્સ, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો માટે આજે શુભ દિવસ છે.
માસ્ટર કલર: વાદળી
શુભ દિવસ: શુક્રવાર
શુભ નંબર: 6
દાન: મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન કરો
નંબર 7: આજે તમને અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરવાની સંભાવના છે તેથી અન્ય લોકોના સૂચનોને અવગણવા જોઈએ. આજે ઘેરા રંગના કપડાં પહેરવાનું ટાળો. તમારું નેતૃત્વ અને વિશ્લેષણાત્મક સ્કિલ એ તમારા વ્યક્તિત્વની સંપત્તિ છે. પૈસાના નિર્ણયો સાથે સંકળાયેલા જ્ઞાનનો ઉપયોગ કરતો દિવસ છે. તમારી ઈમાનદારીના બદલામાં સામે તમારો વિશ્વાસ તોડી દેવામાં આવશે. આજના દિવસે ઓડિટની જરૂરિયાત હોવાથી ડોક્યુમેન્ટ પર વિશ્વાસ ના કરવો જોઈએ. હીલિંગ, કોર્ટ, સ્ટેશનરી થિયેટર, ટેક્નોલોજી, સરકારી ટેન્ડરો, રિઅલ એસ્ટેટ, શાળાઓ, ઈન્ટીરિયર અને અનાજમાં કામ કરતા લોકો માટે આજે ઉત્તમ દિવસ છે. જ્યાં સુધી તમે ભાગીદારીમાં નહીં રહો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો સ્વસ્થ રહેશે.
માસ્ટર કલર: પીળો અને ઓરેન્જ
શુભ દિવસ: સોમવાર અને ગુરુવાર
શુભ નંબર: 7
દાન: ગરીબોને સનફ્લાવર ઓઈલનું દાન કરો
નંબર 8: ઉચ્ચ સ્તરની સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માટે આજે સોલ્ટી ફૂડનું વિતરણ કરો. સ્ટાફના સભ્યો સાથે સારી રીતે વાત કરો. બપોરના ભોજન પછી વેપારમાં લેવડ-દેવડ સફળ થશે. કૌટુંબિક કાર્યો, પ્રસ્તુતિઓ, સરકારી કરારો અથવા ઇન્ટરવ્યૂમાં હાજરી આપવી જરૂરી છે. આજે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. સમૃદ્ધિ લાવવા માટે ભગવાન શિવ અને ભગવાન શનિના આશીર્વાદ મેળવો.
માસ્ટર કલર: સી બ્લ્યૂ અને ક્રીમ
શુભ દિવસ: શુક્રવાર અને ગુરુવાર
શુભ નંબર: 6
દાન: પશુઓને લીલા અનાજનું દાન કરો
નંબર 9: દક્ષિણ બાજુની દિવાલમાં લાલ રંગનો બલ્બ મુકો. સત્તા, પૈસા, વૈભવ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો દિવસ છે. એક્ટિંગ, મીડિયા, એન્કરિંગ, સ્પોર્ટ, કન્સ્ટ્રક્શન, મેડિકલ, પોલિટિક્સ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા મળશે. શિક્ષણ અથવા સર્જનાત્મક કલા ક્ષેત્રે સંકળાયેલા લોકોને સિદ્ધિ પ્રાપ્ત થશે. આજનો દિવસ સકારાત્મકતા સાથે શરૂ કરવા માટે દાડમ ખાઓ.
માસ્ટર કલર: લાલ
શુભ દિવસ: મંગળવાર
શુભ નંબર: 9 અને 6
દાન: ગરીબોને લાલ અનાજનું દાન કરો
25 સપ્ટેમ્બરના રોજ જન્મેલા લોકો: દીનદયાળ ઉપાધ્યાય, ફિરોઝ ખાન, જગ મોહન, બિશન સિંહ બેદી, અબુલ આલા મૌદુદી, મોરારી બાપુ.