આ તારીખે આખો દિવસ કરો સોનાની ખરીદી, વિશેષ યોગમાં શોપિંગ કરવાનો શ્રેષ્ટ સમય

News18 Gujarati
Updated: October 26, 2021, 7:10 PM IST
આ તારીખે આખો દિવસ કરો સોનાની ખરીદી, વિશેષ યોગમાં શોપિંગ કરવાનો શ્રેષ્ટ સમય
આ દિવસને સોના ચાંદીની ખરીદી માટેનો શ્રેષ્ટ દિવસ માનવામાં આવે છે.

દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્ર (guru pushya nakshatra) 28 ઓક્ટોબરના રોજ આખો દિવસ રહેશે. આ દિવસ દરેક પ્રકારે ખરીદદારી અને નવી શરૂઆત માટે મહામુહૂર્ત રહેશે.

  • Share this:
નવી દિલ્હી: ઓક્ટોબરની 28 તારીખે સંતાની લાંબી ઉંમર માટે અહોઈ આઠમ (Ahoi Ashtami 2021) વ્રત કરવામાં આવશે. આ પ્રકારે આ મહિના છેલ્લાં દિવસોમાં માત્ર 2 જ વ્રત રહેશે. કેમ કે આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 3 મોટા શુભ મુહૂર્ત રહેશે. જેમાં સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ સાથે રહેશે. ત્યાં જ, દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્ર (guru pushya nakshatra) 28 ઓક્ટોબરના રોજ આખો દિવસ રહેશે. આ દિવસ દરેક પ્રકારે ખરીદદારી અને નવી શરૂઆત માટે મહામુહૂર્ત રહેશે. આ સપ્તાહ શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન પણ થશે.

ધનતેરસના દિવસે સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ધનવંતરીનો જન્મ થયો હતો તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે સાંજે પરીવારની મંગલકામના માટે યમ નામનો દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે. આ વખતે ધનતેરસ એટલે કે આસો વદ તેરસનો દિવસ 2-11-2021ને મંગળવારના દિવસે આવશે. આ દિવસે ધન પૂજન, ધન્વંતરી પૂજન અને યમ દીપદાન કરવામાં આવે છે. આ દિવસે ભૌમ પ્રદોષ પણ છે.

તા.28ને ગુરૂવારે સવારે 9.45 કલાકથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે જેમાં ચલ નક્ષત્ર સવારે 11 વાગ્યાથી બપોરના 12.30 સુધી, લાભ અને અમૃત બપોરે 12.30થી 3.30 શુભ-અમૃત સાંજે 5થી 8 વાગ્યા સુધી તેમજ રાત્રે 8થી 9.30 સુધી ચલ ચોઘડીયું છે.

કેવી રીતે કરશો લક્ષ્મીજીની પૂજા

  • સૌથી પહેલા એક ચોકી પર લાલ રંગનું કપડું પાથરવું.
  • ગંગાજળ છાંટીને ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પ્રતિમા અને ફોટો સ્થાપિત કરવો.

  • ભગવાન સામે દેશી ઘીનો દિવો, ધુપ અને અગરબતી કરવી.

  • હવે દેવી-દેવતાઓને લાલ ફુલ અર્પણ કરવું.

  • આ દિવસે તમે કોઈ પણ ધાતુ, વાસણ કે જ્વેલરી ખરીદીને ચોકી પર રાખવી.

  • લક્ષ્મી સ્ત્રોત, લક્ષ્મી ચાલીસા, લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર અને કુબેર સ્ત્રોતના પાઠ કરવા.

  • ધનતેરસની પૂજા દરમિયાન માતા લક્ષ્મીના મંત્રોના જાપ કરવા અને મિઠાઈનો ભોગ પણ લગાવવો.


જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા માનવામાં આવ્યો છે. તેના સ્વામી બૃહસ્પતિ હોવાથી તે કોઈ પણ અભ્યાસ, વેપાર કે માંગલિક કાર્ય માટે સર્વદોષનો નાશ કરનાર માનવામાં આવે છે છતાં પણ લગ્નમાં લેવામાં આવતું નથી. વેપાર-ધંધા માટેની ખરીદી માટે તો એકદમ શ્રેષ્ઠ સમય ગણાય છે. સોના-ચાંદી, શુભ નંગ પણ આ દિવસે ખરીદી શકાય છે.

(Disclaimer:આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. કૃપા કરીને તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by: kuldipsinh barot
First published: October 26, 2021, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading