Rashifal 14 August: આ રાશિના જાતકોએ ઊતાવળમાં કોઈપણ નિર્ણય લેવાનો પ્રયત્ન ન કરવો, જાણો આજનું રાશિફળ


Updated: August 14, 2022, 7:29 AM IST
Rashifal 14 August: આ રાશિના જાતકોએ ઊતાવળમાં કોઈપણ નિર્ણય લેવાનો પ્રયત્ન ન કરવો, જાણો આજનું રાશિફળ
રાશિ ભવિષ્ય

  • Share this:
મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ

તમે કોઈ બાબતમાં નિપુણ હોવ અને તેમાં જ આગળ વધવા ઈચ્છતા હોવ તો તમે તેમાં નિશ્ચિતપણે આગળ વધી શકો છો. જો તમને કોઈ સ્પોર્ટ્સમાં રસ હોય અને તમે તેમાં આગળ વધો તો તમને તેમાં સફળતા મળી શકે છે. તમે તમારા વ્યક્તિગત હિતની સાથે સાથે તમારા વર્ક પ્લાનને પણ મજબૂત બનાવી શકો છો. કોઈ વ્યક્તિ તમને તેમની ટીમમાં લઈ જવા ઈચ્છે છે આ કારણોસર તે આગળ વાત પણ કરી શકે છે.

લકી સાઈન- માસ્ક

વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે

જો કોઈ ઓર્ગેનાઈઝેશન તરફથી તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવે તો તેનો અર્થ છે કે, તમારી પસંદગી થવાની વધુ તક છે. તમે તમારી ક્ષમતાઓ વિશે ખૂબ જ સારી રીતે જાણો છો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમે ખૂબ જ આગળ વધી શકો છો. તમને તમારા સપના પૂર્ણ કરવા માટે સ્પોન્સર પણ મળી શકે છે. નવો પ્રોજેક્ટ ખૂબ જ આકર્ષક હોઈ શકે છે.

લકી સાઈન- ટ્યુબવેલમિથુન (Gemini)- 21 મેથી 21 જૂન

ખુદનો બિઝનેસ શરૂ કરવું તે તમારું સપનું છે અને તમે તેના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. તમારે તમારા વ્યવસાય સંબંધિત ભવિષ્ય માટેની તમામ યોજનાની સમીક્ષા કરવી જોઈએ. જો તમે કંઈક બીજું કરવાનું વિચારી રહ્યા છો, તો તે પણ કરી શકો છો અને આ બિઝનેસનો આઈડિયા પડતો પણ મુકી શકો. તમારી પાસે થોડી સેવિંગ્સ પણ છે.

લકી સાઈન- સ્પોર્ટ્સ મોડેલ

કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ

અત્યાર સુધીમાં તમારા મનની સ્પષ્ટતા અને સ્પષ્ટ પ્રવૃત્તિ વિશે જાણી ગયા હશો. આવનારા સમયમાં તમારા આ વિચારને આગળ વધવા દો. તમે કોર્પોરેટ વર્લ્ડમાં એક એવી છાપ ઉભી કરી શકો છો, જેની લોકો લાંબી સમયથી રાહ જોઈ રહ્યા છે. તમને પણ તમારી નવી ઓળખાણ મળશે. ટૂંક સમયમાં એક ખૂબ જ યાદગાર ટ્રીપની શરૂઆત થશે.

લકી સાઈન- સિરેમિક ફૂલદાની

સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ

સાર્વજનિક રૂપે ખાનગી વાતચીત કરવાનું ટાળવું જોઈએ. અજાણતા તમે ગંભીર બાબતો અંગે મૂંઝવણમાં મુકાઈ શકો છો. કોઈ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે અને તે તમારો સંપર્ક કરવાની કોશિશ પણ કરી શકે છે. તમે ઈમોશનલી નબળા પણ શકો છો. ઊતાવળમાં કોઈપણ નિર્ણય લેવાની કોશિશ ના કરશો. જો તમે કન્ફ્યૂઝ છો, તે બાબત અંગે વધુ ના વિચારશો. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે બ્રીધિંગ એક્સરસાઈઝ કરો.

લકી સાઈન- લાલ કલર

કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

તમારા જીવનમાં ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ ઘટના થઈ શકે છે. તમે કદાચ તેના વિશે વિચાર્યું પણ નહી હોય. આ ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ બાબત હોવાના કારણે તમારે તે અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. તમામ લોકોની સલાહ લેવી જોઈએ, પરંતુ જે તમને યોગ્ય લાગે તે પ્રકારે કરવું જોઈએ. જે કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા છે, તે લોકો માટે આગામી દિવસો પડકારજનક હોઈ શકે છે.

લકી સાઈન- સ્માર્ટ વોચ

તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

પ્રતિસ્પર્ધી હોવી તે એક અલગ વાત છે. તે સ્પર્ધા જીતવા માટે પ્લાન કરવું અને ષડયંત્ર કરવું તે યોગ્ય વાત નથી. આ ષડયંત્ર તમારા કે તમારા કોમ્પેટીટર કોઈના હિતમાં નથી તેમ છતાં સ્પર્ધા જીતવા ષડયંત્ર કરવું અયોગ્ય છે. તમારો વ્યવહાર પારદર્શી અને સ્પષ્ટ હોવો જોઈએ. તમારા નજીકના વ્યક્તિ સાથે આઘાતજનક બનાવ બન્યો હોવાથી તે તમારી પાસે સલાહ લેવા આવી શકે છે. તમે આરોગ્ય અંગે ચિંતિત થઈ શકો છો.

લકી સાઈન- પેટર્નવાળો તકિયો

વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

તમારા વ્યવહારને કારણે તમને જગ્યા મળી શકે છે. તમારા નેટવર્કના કારણે તમને લાભ થઈ શકે છે. લોકો સાથે વિશ્વાસને લઈને ઈશ્યુ પણ થઈ શકે છે. સિનિયર અને અધિકારીઓએ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારું જીવનસાથી તમારું સૌથી મોટો ટીકાકાર અને સપોર્ટ સિસ્ટમ બનશે. જો તમે સંપત્તિ વેચવાનું વિચારી રહ્યા છો તો, પ્રાથમિક વાતચીત થઈ શકે છે.

લકી સાઈન- એમ્બ્રોઈડરી વર્ક

ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

અનેક વાર લોકોને કોઈ કાર્ય પૂર્ણ કરવામાં સમસ્યા આવી શકે છે અથવા તેઓ સક્ષમ ના હોવાનું ફીલ કરવા લાગે છે. તમારામાં કોઈ ખામી નથી તમારામાં કંઈક કરી બતાવવાની ક્ષમતા રહેલી છે. તમારો આત્મવિશ્વાસ ફરી કેળવવાની કોશિશ કરો અને આગળ વધો. બિલકુલ પણ નર્વસ ફીલ ના કરશો. સમજ્યા વિચાર્યા વગર કોઈપણ બાબતને રિજેક્ટ ના કરો. આવનારા દિવસોમાં તમે સાહસી પગલા ભરી શકો છો.

લકી સાઈન- મોર

મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

તમને કદાચ અગાઉનો કડવો અનુભવ યાદ આવી શકે છે, પરંતુ આ પ્રકારે બિલકુલ પણ નહીં થાય. તમારે તે અંગે ડરવાની જરૂર નથી. અનુભવથી આગળ વધવાના નવા રસ્તા બની રહ્યા છે. ટૂંક સમયમાં તમને ઓફિસમાં ગૃપમાં કામ કરવાનો અથવા પ્રતિનિધિત્વ કરવાની તક મળી શકે છે. તમારે તમારા વ્યવહારમાં ટ્રાન્સપરન્સી જાળવવી જોઈએ, જેનાથી તમારી સરાહના થઈ શકે છે.

લકી સાઈન- સેલિબ્રિટી

કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

તમે સંકટ આવશે ત્યારે એકલા પડી જશો એવું વિચારતા હોવ તો આ વાત બિલકુલ સાચી નથી. સમય ખૂબ જ ગતિશીલ છે અને તે બદલાતો રહે છે. તમારે પાછળ વળીને જોવું જોઈએ અને તમારી અગાઉની ભૂલની સમીક્ષા કરવી જોઈએ. તમે એક આધ્યાત્મિક ટ્રીપ કરી શકો છો. તમારા ફ્રેન્ડ સર્કલના કારણે તમારી અગાઉ જેવી ઊર્જા પાછી આવી શકે છે.

લકી સાઈન- ફેન્સી કાર

મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

તમારા નસીબમાં લગ્ન વિશે લખ્યું હોય, તો તેવું થવાની શક્યતા રહેલી છે. તમે તમારા માટે યોગ્ય વ્યક્તિની જીવનસાથી તરીકે પસંદગી કરી શકો છો. તમારું કોઈ અંગત વ્યક્તિ પણ તમે જે ઈચ્છો છો તે જ ઈચ્છે છે. આ પ્રકારના લોકોથી સાવચેત રહેવું જોઈએ, તેઓ કોઈપણ સમયે ઈર્ષ્યાનું ઝેર બહાર કાઢી શકે છે. ક્યારેક ક્યારેક નકારાત્મક માનસિકતાને કારણે આપણે આગળ વધવાનું કોઈપણ પગલું ભરી શકતા નથી.

લકી સાઈન- ટ્રી ઓફ લાઈફ
Published by: kiran mehta
First published: August 14, 2022, 1:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading