Raksha Bandhan 2021: ભાઈને આ શુભ મુહૂર્તમાં બાંધો રાખડી, જાણો ક્યારે છે શુભ મુહૂર્ત


Updated: August 21, 2021, 9:02 PM IST
Raksha Bandhan 2021: ભાઈને આ શુભ મુહૂર્તમાં બાંધો રાખડી, જાણો ક્યારે છે શુભ મુહૂર્ત
પ્રતિકાત્મક તસવીર

Raksha Bandhan 2021: આ વર્ષે રક્ષાબંધનના દિવસે અમૃત યોગ બની રહ્યો છે. અમૃત યોગમાં રક્ષાબંધનની (Raksha Bandhan)ઊજવણી કરવાથી ભાઈ અને બહેનને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે

  • Share this:
રક્ષાબંધન (Raksha Bandhan 2021) ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ પ્રેમ અને સ્નેહનો તહેવાર આવતીકાલે 22 ઓગસ્ટના રોજ છે. શ્રાવણ માસની (Shravan Month 2021) પૂર્ણિમાના દિવસે આ તહેવારની ઊજવણી કરવામાં આવે છે. બહેન ભાઈની રક્ષા અને તેના સુખી જીવનની પ્રાર્થના કરે છે તેમજ ભાઈના હાથ પર રાખડી (રક્ષાસૂત્ર) બાંધે છે. બહેનો પોતાના ભાઈ માટે અત્યારે રાખડીની ખરીદી કરતા જોવા મળી રહી છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે અમૃત યોગ બની રહ્યો છે. અમૃત યોગમાં રક્ષાબંધનની (Raksha Bandhan)ઊજવણી કરવાથી ભાઈ અને બહેનને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. આ પવિત્ર દિવસે વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધીને ભાઈ બનાવી લીધો હતો. અહીંયા રક્ષાબંધનના શુભ મુહૂર્તની (raksha bandhan 2021 muhurat)જાણકારી આપવામાં આવી છે.

રક્ષાબંધનની પૂજા વિધિ

- રક્ષાબંધનના દિવસે સવારે વહેલા નાહીને તૈયાર થઈ જાવ અને ભગવાનની પૂજા કરો.

- તાંબા, પિત્તળ અથવા ચાંદીની થાળી લો અને તેમાં રાખડી, ચોખા અને કંકુ રાખો. ત્યારબાદ તે થાળીને પૂજાના સ્થાન પર રાખો અને ભગવાનને તે અર્પણ કરો.

આ પણ વાંચો - Rakshabandhan 2021: કોરોનાના કહેર વચ્ચે રક્ષાબંધન નિમિતે સુરતમાં બની ખાસ આયુર્વેદિક મીઠાઈ

રાખડી બાંધવાની વિધિ- તમારા ભાઈને પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને બેસાડો અને ત્યાર બાદ રાખડી બાંધવાની પ્રક્રિયા શરૂ કરો.
- રાખડી બાંધતા સમયે ભાઈના માથા પર એક રૂમાલ હોવો જોઈએ.
- ત્યારબાદ ભાઈના માથા પર તિલક કરો, ત્યારબાદ ચોખા લગાવો અને થોડુ કંકુ છાંટો.
- હવે થાળીમાં દીવો કરીને ભાઈની આરતી ઉતારો, આ પ્રકારે કરવાથી ભાઈને ખરાબ નજર સામે રક્ષણ મળે છે.
- ભાઈના ડાબા હાથ પર રાખડી બાંધો અને ‘ॐ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः। तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।’ મંત્રનું ઉચ્ચારણ કરો.
- ભાઈ અને બહેન એકબીજાનું મોઢું મીઠુ કરો.
- જો ભાઈ મોટો હોય તો બહેન ભાઈના ચરણ સ્પર્શ કરે અને આશિર્વાદ મેળવે. જો બહેન મોટી હોય તો ભાઈ બહેનના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ મેળવે છે.
- ભાઈ બહેનને ભેટ આપીને પરંપરાનું પાલન કરે છે.

રાખડી બાંધવાનું મુહૂર્ત

રાખડી બાંધવાનો સમય- સવારે 6:15 થી સાંજે 5:31સુધી
રાખડી બાંધવાનું સૌથી શુભ મુહૂર્ત- બપોરે 1 : 42થી 4 : 18 સુધી
રક્ષાબંધનના દિવસે ભદ્રા અંતનો સમય- 6.15 AM
First published: August 21, 2021, 9:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading