Palmistry: તમારા હાથની આંગણીઓ અને હથેળીનો રંગ નક્કી કરશે તમારું નસીબ
Updated: September 27, 2022, 11:25 PM IST
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળીઓનો રંગ સાફ હોય છે તેની આર્થિક સ્થિતિ એટલી સારી હોય છે.
Palmistry: જો કોઈ વ્યક્તિની આંગળીઓમાં વધુ ગાંઠો હોય તો હસ્તરેખાશાસ્ત્ર અનુસાર તે વ્યક્તિના જીવનમાં પૈસાના ઉતાર-ચઢાવ આવે છે. બીજી તરફ, જો નાની આંગળી થોડી લાંબી હોય, તો તેની પાસે ઘણા પૈસા છે તેમ કહી શકાય.
એવું કહેવાય છે કે વ્યક્તિના હાથમાં તેનું નસીબ છુપાયેલું હોય છે. કોઈપણ વ્યક્તિના હાથ પરની રેખાઓ જણાવે છે કે, ભવિષ્યમાં વ્યક્તિ પાસે કેટલા પૈસા(Money) હશે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથની રેખા વાંચીને વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. ઘણા લોકો પોતાનો હાથ જ્યોતિષ(Astrologer) પાસે અવારનવાર બતાવતા રહે છે, અને ભરોસો પણ કરે છે.
હસ્તરેખાશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે, વ્યક્તિની આંગળીઓના કદ અને હથેળીના રંગને જોઈને તે કહી શકે છે કે, ભવિષ્યમાં વ્યક્તિ પાસે કેટલા પૈસા હશે અથવા તેની આર્થિક સ્થિતિ( Financial Condition) કેવી રહેશે. આવો જાણીએ આંગળીઓ અને હથેળી (Palm)ઓ પૈસા વિશે શું કહે છે.
જો કોઈ વ્યક્તિની આંગળીઓમાં વધુ ગાંઠો હોય તો હસ્તરેખાશાસ્ત્ર અનુસાર તે વ્યક્તિના જીવનમાં પૈસાના ઉતાર-ચઢાવ આવે છે. બીજી તરફ, જો નાની આંગળી થોડી લાંબી હોય, તો તેની પાસે ઘણા પૈસા છે તેમ કહી શકાય.
આ પણ વાંચો- સૂર્યનું તુલા રાશિમાં કરશે ગોચર, આ 7 રાશિઓ માટે લાવશે સંકટનો સમય
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળીઓનો રંગ સાફ હોય છે તેની આર્થિક સ્થિતિ એટલી સારી હોય છે, હથેળી જેટલી સ્વચ્છ અને ગુલાબી રહે છે તેટલી જ વ્યક્તિ ધનવાન (Rich) રહે છે.
બીજી તરફ જો કોઈ વ્યક્તિની હથેળીનો રંગ કાળો હોય તો પૈસાની અછત રહે છે અને તે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવતી રહે છે.
આ પણ વાંચો- એક નંબરનાં ઝઘડાખોર હોય છે આ 4 રાશિનાં લોકો, ઝડપથી આવી જાય છે તેમને ગુસ્સો
જો ભાગ્ય રેખા બ્રેસલેટ (બ્રેસલેટ લાઇન)માંથી નીકળીને હથેળીની મધ્યમાં આવે તો વ્યક્તિ પાસે અઢળક ધન હોય છે અને જો સૂર્ય પર્વતની નીચે બે રેખાઓ હોય તો વ્યક્તિ ખૂબ જ ધનવાન બને છે.
તો તમે પણ પોતાનો હાથ અને આગંણીઓ આ પ્રમાણે જોઇને તમારા ખિસ્સામાં કેટલુ ધન રહેશે તે નક્કી કરી શકો છો.
First published:
September 27, 2022, 11:25 PM IST