20th June 2021: ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીથી ભરેલો, આજનું રાશિ ભવિષ્ય

News18 Gujarati
Updated: June 20, 2021, 12:07 AM IST
20th June 2021: ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીથી ભરેલો, આજનું રાશિ ભવિષ્ય
આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
મેષ રાશીફળ - તમારી લગન અને મહેનતના આજે વખાણ થઈ શકે છે. આ સિવાય તમને સારો નાણાકીય લાભ મળી શકે છે. આજે માત્ર અજાણ્યા લોકો જ નહીં, પરંતુ મિત્રોથી પણ સાવધાન રહેવું જરૂરી છે. યાદ રાખો કે, આંખો ક્યારેય જુઠુ નથી બોલતી, મિત્ર-પ્રેમી-પ્રમિકાની આંખો પર નજર રાખો. રચનાત્મક કામ કરી રહેલા લોકો માટે સફળતાનો દિવસ છે. આજે તમને કેટલાક નિમંત્રણ અથવા ઉપહાર મળી શકે છે. જીવનસાથી સાથે મધ્યમ દિવસ પસાર થાય.

વૃષભ રાશીફળ - તમારા જીવનસાથીના મામલામાં વધારે દખલ-અંદાજી કરવાથી બચવું, તમારે તમારા કામથી મતલબ રાખવો. મનોરંજન પાછળ વધારે ખર્ચ ન કરવો. આજનો દિવસ તમારા માટે મુશ્કેલ છે. કામ પર જતા પહેલા જ માનસીક રીતે મજબૂત રહેવું. બાળકોની સમસ્યા માટે થોડો સમય જરૂર કાઢવો.

મિથુન રાશીફળ - આજે તણાવથી બચવું હોય તો બાળકો સાથે સમય વધારે વિતાવવો. બાળકોનું પ્રેમભર્યુ આલિંગન તમારી તમામ પરેશાની દુર કરી દેશે. આજે પ્રાપ્ત થયેલું ધન તમારી આશા મુજબ નહીં હોય. આજે એવું કામ કરવું જેમાં તમને ખુશી મળે, પરંતુ અન્ય કોઈના જીવનમાં દખલ-અંદાજી ન કરવી. તમારા જીવનસાથી સમક્ષ સારી રીતે વ્યવહાર કરો. કાર્યસ્થળ પર ફાયદો થઈ શકે છે.

કર્ક રાશીફળ - આજે તમે કોઈ નિર્ણય લો તો બીજા લોકોની ભાવનાનું પણ ધ્યાન રાખો. તમારો એક ખોટો નિર્ણય માત્ર બીજાને જ નહીં પરંતુ તમને પણ તણાવ આપી શકે છે. આકસ્મિક નફાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આજે પરિવારનું કોઈ સભ્ય વધારે તણાવ આપે તો, પરિસ્થિતિ બેકાબુ ન થાય તેનું ધ્યાન રાખવું. નવી ભાગીદારી આજે ફાયદાકારક રહેશે. બોલવામાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે આજનો દિવસ સારો રહેશે.

સિંહ રાશીફળ - તમારૂ સૌથી મોટુ સપનું હકિકતમાં આજે બદલાઈ શકે છે, પરંતુ ઉત્સાહ પર કાબુ રાખવો. આર્થિક સમસ્યાએ તમારી વિચારવાીન શક્તિ નબળી બનાવી દીધી છે. તમારે સકારાત્મક બનવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં કામમાં પ્રગતિ જોવા મલશે. વકિલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. જીવનસાથી આજે બીમાર પડી શકે છે,તેમનું ધ્યાન રાખવું.

કન્યા રાશીફળ - ખુશ થઈ જાઓ, કેમ કે સારો સમય આવવાનો છે અને તમે સ્વયં ઉર્જાથી ભરેલા રહેશો. ચાલાકી ભરેલી આર્થિક યોજનામાં ફસાવાથી બચો, રોકાણ કરવામાં સાવધાની રાખવી. સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપો, પરિવારને લાભ થશે. કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજનો દિવસ તમારા અને તમારી જીવનસાથી માટે સારો છે.તુલા રાશીફળ - આજે બહારનું ખાવાથી બચવું, તબીયત બગડી શકે છે. નિશ્ચિત રીતે આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, પરંતુ સાથે ખર્ચામાં પણ વધારો થશે. ઘરના મામલા દિમાગ પર છવાયેલા રહેશે, અને તમારી કામ કરવાની ક્ષમતાને ખરાબ કરી દેશે. આજે મિત્રો સાથે વર્ત સારૂ રાખશો, સંબંધમાં તિરાડ પડી શકે છે. વ્યવસાયીકો માટે કરિયરમાં નવા દરવાજા ખુલી શકે છે. તમારે ક્ષેત્રમાં તમને શાનદાર સફળતા મળી શકે છે.

વૃશ્ચિક રાશીફળ - માત્ર તમે જાણો છો તમારા માટે શું સારૂ છે, જેથી મજબૂત અને સ્પષ્ટવાદી બનો તથા તુરંત નિર્ણય લો. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી ઉન્નતી કેટલીક મુશ્કેલીના કારણે અટકી શકે છે, બસ ધૈર્યથી કામ લેવું. તમારૂ કોમ્યુનિકેશન કામ કરવાની ક્ષમતામાં અસરદાર સાબિત થશે. તમે ઈચ્છો તો જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકો છો.

ધન રાશીફળ - આજનો દિવસ ખુશીથી ભરેલો છે. રિયલ એસ્ટેટ અને નાણાકીય લેવડ-દેવડ માટે સારો દિવસ છે. વાહન ચલાવતા સાવધાની રાખવાની જરૂર છે. તમારી કાર્યકુશળતા વધારવા નવી ટેક્નોલોજીનો સહારો ફાયદાકારક સાબિત થશે. તમને એવી જગ્યાએ જવાનો મોકો મળી શકે છે, જેનો તમે ક્યારે વિચાર પણ ના કર્યો હોય.

મકર રાશીફળ - આઉટડોર રમત તમને આકર્ષિત કરશે. ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. અચાનક આવેલા ખર્ચાથી આર્થિક બોઝ વધે. સહી સમય પર કોઈની મદદ તમને પરેશાનીમાંથી બહાર લાવી શકે છે. કાર્યસ્થળ પર મશીનોની કરાબી પરેશાની ઉભી કરી શકે છે. આજે કોઈ વાદ-વિવાદમાં પડો તો તીખી ટીપ્પણી કરવાથી બચવું. તમારા જીવનસાથી તમને આજે ખુશ કરવાની કોશિશ કરતા જોવા મળશે.

કુંભ રાશીફળ - સફળતા નજીક હોવા છતા તમારી ઉર્જા સ્તમાં ઘટાડો દેખાશે. હંસી-મજાકમાં થયેલી વાત પર શંકા ન કરવી. નાની-મોટી વાતને લઈ જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે. ફોન પર વ્યસ્ત રહેશો તો તમારાથી કોઈ મોટી ભૂલ થઈ શકે છે. ભવિષ્યની યોજના પર આજે સારી રીતે વિચારી શકશો.

મીન રાશીફળ - પોતાની તબીયત વિશે વધારે ચિંતા ન કરો. તમારૂ સાચુ વલણ ખોટા વલણને હરાવવામાં સફળ રહેશે. રોકાયુલુ ધન મળશે, જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધાર જણાશે. વેપારીઓ માટે સારો દિવસ છે, અચાનક મોટો ફાયદો થઈ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવનું કારણ બની શકે છે.
Published by: kiran mehta
First published: June 20, 2021, 12:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading