Bollywood Celebrities : એવા બોલીવુડ સેલિબ્રિટીઝ જેમણે શરીરના અંગોનો પણ કરાવ્યો છે વીમો

News18 Gujarati
Updated: January 13, 2022, 8:19 PM IST
Bollywood Celebrities : એવા બોલીવુડ સેલિબ્રિટીઝ જેમણે શરીરના અંગોનો પણ કરાવ્યો છે વીમો
બોલિવુડ સેલિબ્રિટીઓએ જુઓ કેવા કેવા પ્રકારના વીમા ઉતરાવી રાખ્યા છે

બોલીવુડ (Bollywood)ની કેટલીક સેલિબ્રિટીઝ (Celebrities) એવી છે જેમને પોતાના શરીરના વિવિધ અંગો માટે વીમો (Body part Insurance) કરાવ્યો છે. જે જાણીને તમને કદાચ આશ્ચર્ય થશે

  • Share this:
Bollywood Celebrities : વીમા પોલિસી (Insurance Policy) લોકોને સાચી જરૂરિયાતના સમયમાં કામ લાગે છે. લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે વિવિધ વીમા પોલિસી લેતા હોય છે. જયારે બોલીવુડ (Bollywood)ની કેટલીક સેલિબ્રિટીઝ (Celebrities) એવી છે જેમને પોતાના શરીરના વિવિધ અંગો માટે વીમો (Body part Insurance) કરાવ્યો છે. જે જાણીને તમને કદાચ આશ્ચર્ય થશે.

રજનીકાંત (Rajinikanth)

લિજેન્ડ રજનીકાંત દક્ષિણ ભારતીય ફિલ્મો તેમજ બૉલીવુડ ફિલ્મોમાં જોવા મળે છે. લોકોના હૃદયમાં તેમના માટે ખુબ જ આદર છે. ઘણા લોકો તેને ભગવાનની જેમ પૂજે છે. રજનીકાંતે પોતાના આઇકોનિક અવાજનો વીમો કરાવવાની સાથે તેનો કોપીરાઇટ પણ કરાવ્યો છે.

વિજેન્દર સિંહ (Vijender Singh)

વિશ્વના શ્રેષ્ઠ બોક્સરોમાં જેની ગણતરી થાય છે તેવા ભારતીય બોક્સર વિજેન્દર સિંહે ખૂબ જ નાની ઉંમરે બોક્સિંગની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2014માં ફિલ્મ 'ફગલી'થી બોલિવૂડમાં પોતાનો હાથ અજમાવ્યો, પરંતુ તેણે બોક્સિંગને પોતાનું મુખ્ય કામ માન્યું. પોતાની રમતને હંમેશા પાવરફુલ બનાવવા માટે તે સતત પ્રેક્ટિસ કરતો રહે છે. આ સાથે બોક્સિંગની રમતમાં તેની આંગળીઓની સુરક્ષા મહત્વની હોવાથી તેણે તેની આંગળીઓનો વીમો કરાવ્યો છે.

સની દેઓલ (Sunny Deol)'ઢાઈ કિલો કે હાથ...'ડાયલોગથી સૌકોઇમાં જાણીતો સની દેઓલ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ ડાયલોગ તેનો સૌથી આઇકોનિક ડાયલોગ છે. તેથી જ સની દેઓલે તેના અવાજ અને ડાયલોગ ડિલિવરીનો વીમો કરાવ્યો છે.

જ્હોન અબ્રાહમ (john abraham)

બોલિવૂડનો હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ બોલિવૂડના સૌથી હોટ પુરુષ સેલિબ્રિટીઓમાંનો એક છે. આ એ મેલ સેલિબ્રિટી છે જેણે નેહા ધૂપિયા અને રાખી સાવંતની જેમ તેના બટનો વીમો કરાવ્યો છે.

સાનિયા મિર્ઝા (sania mirza)

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ભારતની ટોચની ખેલાડીઓમાંથી એક છે. સાનિયાએ ટેનિસમાં પોતાના હાથની કમાલ બતાવી અનેક ટુર્નામેન્ટ જીતી છે. ટેનિસ ખેલાડી હોવાનો અર્થ છે તમારા હાથનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરવો. આ કારણે સાનિયાએ પોતાના હાથનો વીમો કરાવ્યો છે. તે મજબૂત

લતા મંગેશકર (Lata Mangeshkar)

ભારતની 'સ્વરા કોકિલા' એટલે કે લતા મંગેશકરનો અવાજ સૌકોઈને પ્રિય છે. લતા મંગેશકર તેમના ગીતોમાં તેમની લાગણીનો સૂર રેલાવે છે, જે લોકોના દિલ સુધી પહોંચે છે અને જે તેમના ગીતોને આઇકોનિક બનાવે છે. પોતાના આ અવાજ માટે જ લતા મંગેશકરે વીમો કરાવ્યો છે.

મિનિષા લાંબા (minissha lamba)

ફિલ્મ 'યહાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર મિનિષા લાંબાને સૌકોઈ ઓળખે છે. જોકે,તેની વર્ષ 2014થી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય નથી. અભિનેત્રીની હંમેશા તેના પરફેક્ટ શેપ્ડ બટ માટે વખાણ કરવામાં આવ્યા હતા. તેથી તેણીએ નેહા ધુપિયાની જેમ તેના બટનો વીમો કરાવ્યો છે.

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજે ઈન્ટરનેશનલ સેલિબ્રિટી બની ગઈ છે. વર્ષ 2000માં 'મિસ વર્લ્ડ'ની વિજેતા રહી ચૂકેલી અભિનેત્રીની સ્માઈલ (સ્મિત) પાછળ તેના લાખો ફેન્સ પાગલ છે. પ્રિયંકાને પણ પોતાની કરોડોની સ્માઈલની કિંમત ખબર છે એટલે જ તેણે તેની સ્માઈલનો વીમો કરાવ્યો છે.

રાખી સાવંત (Rakhi Sawant)

રાખી સાવંતને કોન્ટ્રોવર્સીયલ કવીન કહેવામાં આવે છે. રાખી તેની બેબાક બોલીને કારણે ઘણીવાર વિવાદમાં ફસાઈ છે. વિવાદો સાથે તેનો ખૂબ જ ગાઢ સંબંધ છે. રાખીએ પણ નેહા ધૂપિયા અને મિનિષા લાંબાની જેમ તેના બટનો વીમો કરાવ્યો છે.

અદનાન સામી (adnan sami)

બૉલીવુડ સિંગર અદનાન સામીનો અવાજ સૌકોઈને પસંદ છે. 'તેરા ચેહરા' આલ્બમમાં પોતાનો અવાજ આપનાર અદનાન સામીનો અત્યાર સુધીના શ્રેષ્ઠ આલ્બમમાંનું એક છે. તેની પાસે 35 વાદ્યો વગાડવાની ક્ષમતા છે. આ સાથે તેને વિશ્વના સૌથી ઝડપી કીબોર્ડ પ્લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આંગળીઓ વિના કીબોર્ડ પ્લેયરનું કાર્ય અઘરું થઇ પડે છે. એટલા માટે તેણે પોતાની આંગળીઓનો વીમો કરાવ્યો છે.

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)

અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે. તેના કરોડો ફેન્સ તેને ખુબ જ પ્રેમ કરે છે. અમિતાભ બચ્ચનની એક્ટિંગ ઉપરાંત તેનું વ્યક્તિત્વ પણ ખૂબ જ સુંદર અને તેનો અવાજ તેના કરતા પણ વધુ સુંદર છે. જેના કારણે અભિનેતાએ પોતાના આ અનોખા અવાજનો વીમો કરાવ્યો છે.

નેહા ધૂપિયા (neha dhupia)

બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાએ મોટી રકમ માટે તેના બટનો વીમો કરાવ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે જેનિફર લોપેઝના બટનો વીમો લેનારી કંપની દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે કંપનીએ તેને તેના બટનો વીમો લેવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. જે બાદ તેણે આ પગલું વીમો લેવાનું નક્કી કર્યું હતું.

મલ્લિકા શેરાવત (mallika sherawat)

મલ્લિકા શેરાવતે હિન્દી, અંગ્રેજી અને ચાઈનીઝ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે પોતાની ફિલ્મ 'મર્ડર'થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તોફાન મચાવી દીધું હતું. તેની પાસે અદ્ભુત શરીર (બોડી) છે અને તેથી તેણે તેના આખા શરીરનો વીમો કરાવ્યો છે.
Published by: kiran mehta
First published: January 13, 2022, 8:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading