23 વર્ષ પહેલાં સલમાન ખાને મજબૂરીમાં પહેર્યું હતું Ripped Jeans, આજે બની ગયો ટ્રેન્ડ

News18 Gujarati
Updated: March 19, 2021, 5:52 PM IST
23 વર્ષ પહેલાં સલમાન ખાને મજબૂરીમાં પહેર્યું હતું Ripped Jeans, આજે બની ગયો ટ્રેન્ડ
પ્યાર કિયા તો ડરના ક્યામાં ફિલ્માવવામાં આવેલું સોન્ગ ઓ ઓ જાને જાના..માં સલમાન ખાને રિપ્ડ જીન્સ પહેરી હતી.

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સેલિબ્રિટીઝ રિપ્ડ જીન્સ (Ripped Jeans) પહેરે છે. તેમાં એક્ટર્સ અને એક્ટ્રેસ બંને શામેલ છે. ફાટેલી જીન્સ અંગે આજે જે બબાલ થઇ છે તેનો ટ્રેન્ડ 23 વર્ષ પહેલાં ઇન્ડસ્ટ્રીમાં ભાઇજાન એટલે કે સલમાન ખાને શરૂ કર્યો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોને ખબર હતી કે રિપ્ડ જીન્સ એટલે કે ફાટેલી જીન્સ (Ripped Jeans) અચાનક જ ચર્ચામાં આવી જશે. ઉત્તરાખંડ (UttaraKhand)નાં મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat)નાં એક નિવેદનથી બબાલ થઇ ગયો અને રિપ્ડ જીન્સ હાલમાં ટ્રેન્ડમાં આવી ગયુ છે. નવાં નવાં મુખ્યમંત્રી બનેલાં તીરથ સિંહે નિવેદન આપ્યું કે, મહિલાઓ રિપ્ડ જીન્સ પહેરી ઘરે બાળકોને સારો માહોલ નથી આપી શકતી. તેનાં આ નિવેદન બાદ બબાલ થઇ ગઇ અને લોકોમાં જાણવાની ઉત્સુક્તા થવા લાગી કે આખરે, આ રિપ્ડ જીન્સની ફેશન આવી ક્યાંથી..

એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડનાં સેલિબ્રિટીઝ રિપ્ડ જીન્સ (Ripped Jeans) પહેરે છે. તેમાં એક્ટર્સ અને એક્ટ્રેસ બંને શામેલ છે. ફાટેલી જીન્સ અંગે આજે જે બબાલ થઇ છે તેનો ટ્રેન્ડ 23 વર્ષ પહેલાં ઇન્ડસ્ટ્રીમાં ભાઇજાન એટલે કે સલમાન ખાને શરૂ કર્યો હતો. આજે આ ફેશનને સમજનારા કદાચ જ જાણતાં હશે કે તે સમયે સલમાન ખાને મજબૂરીમાં રિપ્ડ જીન્સ પહેરી હતી જે આજે ફેશન બની ગઇ છે.

સલમાન ખાને 23 વર્ષ પહેલાં 1998માં આવેલી ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યાં'માં ફિલ્મમાવવામાં આવેલાં સોન્ગ 'ઓ ઓ જાને જાના..'માં આવું જીન્સ પહેર્યું હતું. આ સોન્ગમાં સલમાન ખાન શર્ટલેસ કે હતો અને રિપ્લડ જીન્સ તેણે પહેર્યું હતું. ગીત તો પોપ્યુલર થઇ ગયુ સાથે જ આ ટ્રેન્ડ પણ યુવાઓમાં છવાઇ ગયો હતો.

'પ્યાર કિયા તો ડરના ક્યા'માં ફિલ્માવવામાં આવેલું સોન્ગ 'ઓ ઓ જાને જાના..'માં સલમાન ખાને રિપ્ડ જીન્સ પહેરી હતી.


સલમાન ખાન જ્યારે સિંધિયા સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેનાં ટાઇગર અંકલ (મામા)એ જર્મની થી રિગલરનું જીન્સ મોકલ્યું હતું. તે જીન્સ તે કોલેજ સમયમાં પહેર્યો હતો. બાદમાં તે ફાટ્યા બાદ પણ સલમાન તે જીન્સ પહેરીને કોલેજ જતો હતો. કારણ કે તે દરમિયાન તેની પાસે બે જીન્સ જ હતાં એવામાં મજબૂરીમાં તે ફાટેલી જીન્સ પહેરતો હતો.

શાહરૂખ ખાને પણ ઘણી ફિલ્મોમાં રિપ્ડ જીન્સ પહેર્યું હતું. રિયલ લાઇફમાં પણ ઘણી ઇવ્ન્ટમાં શાહરૂખ ખાન, શાહિદ કપૂર અને રણવીર સિંહ જેવાં લોકો રિપ્ડ જીન્સમાં નજર આવેલાં છે.
Published by: Margi Pandya
First published: March 19, 2021, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading