ફરી સિનેમા હોલ ધમધમશે! માર્ચ મહિનામાં આ 4 ફિલ્મો થઈ રહી છે રીલિઝ

News18 Gujarati
Updated: March 3, 2021, 10:35 PM IST
ફરી સિનેમા હોલ ધમધમશે! માર્ચ મહિનામાં આ 4 ફિલ્મો થઈ રહી છે રીલિઝ
માર્ચમાં થઈ રહી ચાર ફિલ્મ રીલિઝ

કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે બધી જ ફિલ્મોના શૂટિંગ અટકી પડ્યા હતા. ત્યારે હવે થિયેટર્સ પણ ખુલી ગયા છે. સાથે જ માર્ચ મહિનામાં ફિલ્મો પણ રિલીઝ થવાની છે

  • Share this:
કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે બધી જ ફિલ્મોના શૂટિંગ અટકી પડ્યા હતા. જેને લઈને ફિલ્મોની રિલીઝ પણ અટકી પડી હતી. હવે ફરી એકવાર દેશ કોરોનામાંથી બહાર આવી રહ્યો છે. ત્યારે થિયેટર્સ પણ ખુલી ગયા છે. સાથે જ માર્ચ મહિનામાં ફિલ્મો પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મોમાં જોન અબ્રાહમની મુંબઈ સાગા, રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની રૂહી, અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની સંદીપ ઔર પિંકી ફરાર અને હાથી મેરે સાથીનો પણ સમાવેશ થાય છે.

રૂહી

દિનેશ વિહાન નિર્દેશિત અને રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર સ્ટારર ફિલ્મ 'રૂહી' 11 માર્ચે રિલીઝ થશે. જેમાં વરુણ શર્મા પણ મહત્વની ભૂમિકામાં છે. રાજકુમાર અને દિનેશ વિજન આ પહેલા પણ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રાજકુમારના અપોઝીટ શ્રધ્ધા કપૂર હતી.

સંદીપ ઔર પિંકી ફરાર

યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મને દિબાકર બૅનર્જીએ ડાયરેક્ટ કરી છે .

મુંબઈ સાગાફિલ્મ 'સંદીપ અને પિંકી ફરાર' સાથે ઇમરાન હાશ્મી અને જોન અબ્રાહમની 'મુંબઈ સાગા' પણ 19 માર્ચે જ રિલીઝ થશે. મેકર્સે આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે, જેમાં જોન અને ઇમરાનનો દમદાર લુક સામે આવ્યો છે.

હાથી મેરે સાથી

સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હાથી મેરે સાથી' 26 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શ્રેયા પિલગાંવકર, ઝોયા હુસૈન અને પુલકિત સમ્રાટ મહત્વની ભૂમિકાઓમાં છે, જેનું પ્રભુ સોલોમન નિર્દેશિત આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તામિલમાં રિલીઝ થશે.
Published by: kiran mehta
First published: March 3, 2021, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading