જ્હોન અબ્રાહમે ફક્ત ઓશીકા સાથે શેર કર્યો ન્યૂડ ફોટો, ફેન્સે પુછ્યું- 'કોણે પાડ્યો ફોટો?'

News18 Gujarati
Updated: March 2, 2021, 12:22 PM IST
જ્હોન અબ્રાહમે ફક્ત ઓશીકા સાથે શેર કર્યો ન્યૂડ ફોટો, ફેન્સે પુછ્યું- 'કોણે પાડ્યો ફોટો?'
(PHOTO: thejohnabraham /Instagram)

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ (John Abraham) ફિટ બોડી વાળા હિરોમાંથી એક છે. જ્હોને અલગ જ અંદાજમાં ખેંચાવેલી એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહી છે. ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં એક્શન હીરો જ્હોન અબ્રાહમ (John Abraham)એ મંગળવારનાં દિવસની શરૂઆત અનોખા અંદાજમાં કરી છે. ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર (Social Media) જ્હોન તેની બોડી ફ્લોન્ટ કરતો રહે છે. પણ જ્હોને તેનાં સોશિયલ મીડિયા પેજ પર એક એવી તસવીર શેર કરી છે જેમાં તેની બોલ્ડનેસ જોઇ ફેન્સ તેનાં દિવાના થઇ રહ્યાં છે. બોલિવૂડનાં એક્શન હીરો જ્હોન અબ્રાહમે કોઇ પણ ખચકાટ વગર તેની બોલ્ડ તસવીર શેર કરી છે ફેન્સ પણ તેની આ તસવીર એન્જોય કરી રહ્યાં છે.

જ્હોન અબ્રાહમે ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં જ્હોનનાં શરીર પર એક પણ કપડું નથી. તેણે ફક્ત એક ઓશીકાથી તેનું શરીર ઢાંક્યું છે. સવાર સવારમાં જ્હોનની આ તસવીર પર ફેન્સ કમેન્ટ્સ કરી રહ્યાં છે. જ્હોન આ તસવીરમાં કાઉચ પર બેઠેલો નજર આવે છે. તેની બાજુમાં હીટર દેખાય છે. આ ફોટો પોસ્ટની સાથે જ્હોનની કેપ્શન લખી છે , 'વેઇટિંગ ફોર વોર્ડરોબ.'

આ ફોટો પર ફેન્સ સતત રિએક્શન આપી રહ્યાં છે. ઘણાં વખાણ પણ કરી રહ્યાં છે તો ઘણાં સવાલ પુછી રહ્યાં છે, એકે લખ્યું છે, 'આટલી સવાર સવારમાં' તો એક ફેને પુછી લીધુ, 'આ ફોટો કોણે પાડ્યો' તો એકે મજાકીયા અંદાજમાં લખ્યું છે, 'ભાઇ કપડાં'

(PHOTO: thejohnabraham /Instagram)


વર્કફ્રન્ટની વાત કરીએ તો, જ્હોન અબ્રાહમની અપકમિંગ એક્શન ફિલ્મ 'અટેક' છે હાલમાં જ આ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ્હોન ઘાયલ થયો હતો. આ અંગે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી તેણે ફેન્સને માહિતી આપી હતી. એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં ક્રૂ મેમ્બર્સ તેનું લોહી સાફ કરતાં નજર આવતો હતો.
Published by: Margi Pandya
First published: March 2, 2021, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading