ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
News18 Gujarati Updated: September 27, 2022, 1:45 PM IST
આશા પારેખ
ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને આ વર્ષનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
નવી દિલ્હી: હિન્દી સિનેમાની ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને આ વર્ષનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 30 સપ્ટેમ્બરે આ એવોર્ડ આપવામાં આવશે. હિન્દી સિનેમામાં અતુલનિય યોગદાન માટે તેમને આ પુરસ્કારથી નવાઝવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તેની ઘોષણા કરી હતી.
2 ઓક્ટોબર 1942ના રોજ જન્મેલી આશા પારેખે પોતાની કરિયરની શરુઆત બાળ કલાકાર તરીકે બેબી આશા પારેખ નામથી કરી હતી. ખ્યાતનામ ફિલ્મ ડિરેક્ટર બિમલ રોયે તેમને સ્ટેજ સમારંભમાં નૃત્ય કરતા જોયા અને તેમને દશ વર્ષની ઉંમરમાં માં (1952)માં લીધા અને બાદમાં બાપ બેટી (1954માં) ફરી લીધા. આ ફિલ્મની નિષ્ફળતાએ તેમને નિરાશ કર્યા અને ભલે તેમણે કોઈ અન્ય બાળ ભૂમિકા કરી હોય.
સોળ વર્ષની ઉંમરમાં તેમણે ફરીથી અભિનય કરવાની કોશિશ કરી અને એક નાયિકા તરીકે તેમણે શરુઆત કરી. પણ તેમને અભિનેત્રી અમીતા માટે વિજય ભટ્ટની ગુંજ ઉઠી શહનાઈ (1959)માંથી હટાવી દેવામાં આવ્યા. કારણ કે ફિલ્મ નિર્માતાએ દાવો કર્યો હતો કે તે પ્રસિદ્ધ અભિનેત્રી બનવાને લાયક નથી. ઠીક આઠ દિવસ બાદ ફિલ્મ નિર્માતા સુબોધ મુખર્જી અને લેખક નિર્દેશક નાસિર હુસૈને તેમને શમ્મી કપૂરની સામે દિલ દેકે દેખો (1959)માં નાયિકા તરીકે લીધા. આ ફિલ્મે તેમને એક મોટા સ્ટાર બનાવી દીધા.
Published by:
Pravin Makwana
First published:
September 27, 2022, 1:33 PM IST