કંગના બાદ હવે અધ્યયન સુમને ખોલ્યા બોલિવૂડ પાર્ટીઝમાં ડ્રગ્સનાં રહસ્યો, બોલ્યો મે જોયું..

News18 Gujarati
Updated: September 5, 2020, 10:27 AM IST
કંગના બાદ હવે અધ્યયન સુમને ખોલ્યા બોલિવૂડ પાર્ટીઝમાં ડ્રગ્સનાં રહસ્યો, બોલ્યો મે જોયું..
અધ્યયન સુમન, એક્ટર

અધ્યયન સુમને (Adhyayan Suman) બોલિવૂડ પાર્ટીઝમાં (Bollywood Parties) એક્ટર્સ દ્વારા ડ્રગ્સ (Drugs) લેવા અંગેથી લઇને કંગના રનૌટને (Kangana Ranaut) આ અંગે જાણકારી હોવા સુધીની દરેક વાત પર રહસ્ય ખોલ્યા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ આવ્યા પર કંગના રનૌટ (Kangana Ranaut)એ બોલિવૂડ પાર્ટીઝ (Bollywood Parties)માં ડ્રગ્સ (Drugs) યૂઝ કરવાં મામલે ટ્વિટ કરી હતી. તેમનો દાવો હતો કે, તેમાં ઘણાં નામ શામેલ છે. કંગનાએ આ દાવો કર્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર બબાલ મચી ગઇ હતી. તો હવે આ મામલે શેખર સુમનનાં દીકરા અધ્યયન સુમને (Adhyayan Suman) ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યા ચે. તેણે બોલિવૂડ પાર્ટીઝમાં ડ્રગ્સનો ઉપયોગ કરવાની પુષ્ટિ કરતાં કંગનાનાં દાવાને સત્ય ગણાવ્યો છે. આ ઉપરાંત અધ્યયને એમ પણ કહ્યું કે, તેણે પોતે પણ આ બધુ જોયુ છે.

આ પણ વાંચો- કંગનાએ કર્યુ એલાન- 9 તારીખે આવું છુ મુંબઇ, કોઇનાં બાપમાં હિંમત હોય તો રોકી બતાવે

અધ્યયન સુમને બોલિવૂડની હાઇ પ્રોફાઇલ પાર્ટીઝ અંગે ઘણાં શોકિંગ ખુલાસા થયા છે. તેણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં મારાં શરૂઆતનાં દિવસોમાં મને આ વાતનો અનુભવ થયો હતો. હું ઘણી મોટી, હાઇ પ્રોફાઇલ પાર્ટીઝમાં ગયો હતો. જ્યાં મે કેટલાંક એક્ટર્સને ડ્રગ્સ લેતા જોયા હતાં. જોકે, એવું કહેવું ખોટુ છે કે તમામ ડ્રગ્સ કરે છે. કારણ કે એવું નથી. હાઇ પ્રોફાઇલ પાર્ટીઝમાં કેટલાંક લોકો એવું કરે છે જે ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે. મે ડ્રગ્સ તો છોડી દીધુ છે અને આવી પાર્ટીઓમાં જવાનું પણ બંધ કરી દીધુ છે.

આ પણ વાંચો- SSR Case: રિયા-શોવિકની વોટ્સએપ ચેટ આવી સામે, સુશાંત માટે મંગાવતી હતી ડ્રગ્સ

આ ઉપરાંત જ્યારે તેને બોલિવૂડ પાર્ટીઝમાં ડ્રગ યૂઝ પર કંગના દ્વારા આપેલાં નિવેદન પર કમેન્ટ કરવાં કહેવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'કંગના ખુબજ મોટી સ્ટાર છે અને હું ખુબજ નાનો એક્ટર. હું તેનાં પર કોઇ કમેન્ટ નહીં કરવાં નહીં માંગુ, આ ઉત્તમ રહેશે. કંગના મોટી સ્ટાર છે તે બધુ જ જાણે છે.'

આ ઉપરાંત આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલાં ડ્રગ એન્ગલની તપાસમાં લાગેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સ લેવા-દેવા મામલે રિયા ચક્રવર્તીનાં ભાઇ શૌવિક ચક્રવર્તી અને સુશાંતનાં ફ્લેટમેટ મેનેજર સૈમ્યુઅલ મિરાન્ડાની શુક્રવારે ધરપકડ થઇ ગઇ છે. આ પહેલાં NCBએ રિયા અને રૈમ્યુઅલનાં ઘરે રેઇડ પાડવામાં આવી હતી.
Published by: Margi Pandya
First published: September 5, 2020, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading