હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયો ADITYA NARAYAN, ટૂંક સમયમાં ઇન્ડિયન આઇડલ 12માં કરશે વાપસી

News18 Gujarati
Updated: April 10, 2021, 12:42 PM IST
હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયો ADITYA NARAYAN, ટૂંક સમયમાં ઇન્ડિયન આઇડલ 12માં કરશે વાપસી
આદિત્ય નારાયણનો થયો હોસ્પિટલમાંથી ડિસચાર્જ

ઇન્ડિયન આઇડલ 12નાં હોસ્ટ આદિત્યની હાલતમાં સુધારો આવી ગયો છે. આદિત્ય નારાયણનું સ્વાસ્થ્ય સુધારા પર છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશભરમાં એક વખત ફરી કોરોના સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે. બોલિવૂડ પર તો કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ગત દિવસોમાં કેટરીના કૈફ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, સહિત ઘણાં સિતારા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તો બોલિવૂડ પ્લેબેક સિંગર આદિત્ય નારાયણ (Aditya Narayan) પણ હાલમાં જ કોરોનાની ચપેટમાંથી મુક્ત થયો છે. કોરોનાગ્રસ્ત થવાની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જ્યારે આદિત્યની તબિયત વધુ ખરાબ થઇ હતી તો તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો તો. આદિત્યની સાથે તની વાઇફ શ્વેતા અગ્રવાલ પણ કોરોનાની ચપેટમાં આવી હતી.

આ વચ્ચે હવે લેટેસ્ટ ખબર છે. કે ઇન્ડિયન આઇડલ 12નાં હોસ્ટ આદિત્યની હાલતમાં સુધારો આવી ગયો છે. આદિત્ય નારાયણનું સ્વાસ્થ્ય સુધારા પર છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ (Aditya Discharged From Hospital) કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, હાલમાં આદિત્યની જગ્યાએ અન્ય કોઇ શો હોસ્ટ કરે છે. પહેલાં જય ભાનુશાળી અને બાદમાં ઋત્વિક ધનજાનીએ શોનાં બે બે એપિસોડ હોસ્ટ કર્યા છે.

આદિત્યને હવે રજા મળી ગઇ છે અને તે ઘરે પરત આવી ગયો છે. આ સાથે જ તેની પત્ની શ્વેતા પણ પહેલાં કરતાં સારી છે. જોકે વાયરસને કારણે બંનેને ઘણી કમજોરી આવી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ઘણાં ફિલ્મી સિતારાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેમાં બપ્પી લહરી, આમિર ખાન, સચિત તેંદુલકર, વિક્રાંત મેસી, આલિયા ભટ્ટ પણ શામેલ છે. બીજી તરફ સ્મોલ સ્ક્રિનની વાત કરીએ તો તેમાં રૂપાલી ગાંગુલી, તોરલ રાસપુત્રા, અમર ઉપાધ્યાય, પ્રિયલ મહાજન, ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા, ઇશ્ક મે ફેઇમ અંકિત સિવાચ અને તારક મેહતાનાં ભીડે ઉર્ફે મંદાર ચાંદવાલકર અને સુંદર ઉર્ફે મયૂર વાકાણી.
Published by: Margi Pandya
First published: April 10, 2021, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading