કરીનાનો લાડલો થયો એક મહિનાનો, પિતા સૈફ સાથેની તસવીર કરી શેર

News18 Gujarati
Updated: March 22, 2021, 3:04 PM IST
કરીનાનો લાડલો થયો એક મહિનાનો, પિતા સૈફ સાથેની તસવીર કરી શેર
કરિના કપૂર ખાનનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી

કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) હાલમાં તેનાં પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને નાના દીકરાની તસવીર શેર કરી છે. તેનો નાનો દીકરો એક મહિનાનો થઇ ગયો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)હાલમાં જ તેનાં નાના દીકરાને જન્મ આ્પયો છે. તેને દીકારનાં જન્મને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે. ગત 21 ફેબ્રુઆરીનાં કરીનાએ દીકરાને જન્મ આપ્યો હતો. હજુ સુધી તેનો નામ અને ચહેરો કરીનાએ દુનિયાને દેખાડ્યો નથી. હવે જ્યારે તે એક મહિનાને એક દિવસનો થઇ ગયો છે ત્યારે કરીનાએ પિતા સૈફ અલી ખાનની સાથે છોટે નવાબની તસવીર શેર કરી છે. આ તસવીરમાં સૈફ બાળકને છાતી સરસો ચાંપેલો નજર આવે છે.આ પહેલાં કરિનાએ તેની જ એક સેલ્ફી શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, શું કરું આના પરથી નજર જ નથી હટી રહી..

કરીનાની આ તમામ તસવીરો પર ફેન્સ એકબાદ એક કમેન્ટ કરી રહ્યાં છે. જેમાં તેઓ લખે છે કે, હવે તો નાના દીકરાનો ચહેરો દર્શાવો તેમજ તેનું નામ જણાવો.

કરીના કપૂર ખાને આ તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરી શેર કરી હતી. જોકે તેણે સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી હતી જે શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે.
Published by: Margi Pandya
First published: March 22, 2021, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading