આમ્રપાલી દુબે થઇ ક્વૉરન્ટીન તો નિરહુઆએ કરી લીધા અક્ષરા સિંહ સાથે લગ્ન, જુઓ VIDEO

News18 Gujarati
Updated: April 12, 2021, 5:22 PM IST
આમ્રપાલી દુબે થઇ ક્વૉરન્ટીન તો નિરહુઆએ કરી લીધા અક્ષરા સિંહ સાથે લગ્ન, જુઓ  VIDEO
નિરહુઆ અને અક્ષરાનાં લગ્ન

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભોજપુરી (Bhojpuri)નાં જુબલી સ્ટાર દિનેશલાલ યાદવ નિરહુઆ (Dinesh Lal Yadav Nirahua) અને અક્ષરા સિંહ (Akshara Singh)એ લગ્ન કરી લીધાની ખબર સામે આવી છે. આ લગ્ન નિરહુઆ (Nirahua)એ ત્યારે કર્યાં જ્યારે આમ્રપાલી દુબે (Amrapali Dubey) કોરોના વાયરસ (Corona VIrus)થી સંક્રમિત થઇ ગઇ છે. અને તે ક્વૉરન્ટીન (Quarantine) છે. નિરહુઆ અને આમ્રપાલીની જોડી ભોજપુરી સિનેમાની સૌથી શ્રેષ્ઠ જોડીમાંથી એક માનવામાં આવે છે. એવામાં નિરહુઆ અને અક્ષરા વચ્ચે લગ્નની વાત સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીમાં આગની જેમ ભેલાઇ ગઇ છે એટલું જ નહીં તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

નિરહુઆ અન અક્ષરાનાં લગ્ન ખરેખર ચોકાવનારા છે. પણ અમે આપને જણાવી દઇએ કે આ વાતમાં જરાં પણ સત્યતા નથી કારણ કે આ લગ્ન ફિલ્મનાં સેટ પર થઇ રહ્યાં છે. ભોજપુરી ફિલ્મ 'સબકા બાપ અંગૂઠા છાપ' (Sabka Baap Angutha Chaap)નાં સેટની આ તસવીર છે. જેમાં નિરહુઆ અને અક્ષરા એકબીજાને વરમાળા પહેરાવતા અને સાત ફેરા ફરતા દેખાય છે.આ લગ્ન અંગે નિરહુઆએ કહ્યું કે, ફિલ્મ 'સબકા બાપ અંગૂઠા છાપ' એક પારિવારિક ફિલ્મ છે જેમાં લગ્ન-સંસ્કારની સાથે સાથે ભરપૂર મનોરંજન પણ છે. જેમાં એક સિક્વન્સમાં મારા અને અક્ષરાનાં લગ્ન છે. જેને સુંદર રીતે શૂટ કરવામાં આવ્યાં છે.આશા છે કે આ દ્રશ્ય દર્શકોને પસંદ આવશે. અને ફિલ્મને પણ તેઓ ખુબજ એન્જોય કરશે. આ ફિલ્મની કહાની અને ગીતો બધુ જ શાનદાર છે. અક્ષરાની સાથે અત્યાર સુધીની આ મારી સૌથી મોટી ફિલ્મ છે. જેમાં એક સિક્વન્સમાં અક્ષરા સિંહની સાથે મારા લગ્ન દર્શાવવામાં આવ્યાં છે.

બાબા મોસન પિક્ચર્સનાં બેનર હેઠળ આ ફિલ્મ બની રહેલી આ ફિલ્મનાં નિર્માતા પ્રદીપ કે શ્રમા સહ નિર્માતા અનિલ શર્મા અન પદમ સિંહ છે. જ્યારે ફિલ્મનું ડિરેક્શન પરાગ પાટિલ કરે છે.
Published by: Margi Pandya
First published: April 12, 2021, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading