Hansal Mehta & Safeena Husain: 17 વર્ષ લીવ-ઈનમાં રહ્યા બાદ હંસલ મેહતાએ કર્યા સફીના હુસૈન સાથે લગ્ન
News18 Gujarati Updated: May 25, 2022, 4:00 PM IST
તસવીર - ઈન્સ્ટાગ્રામ
Hansal Mehta & Safeena Husain: જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતાએ હાલમાં જ તેના પાર્ટનર સાથે 54 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા છે. બુધવારે તેમણે સફીનાનો હાથ હંમેશા માટે પકડી લીધો છે.
નવી દિલ્હી: જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતાએ (Hansal Mehta) હાલમાં તેના પાર્ટનર સાથે 54 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા છે, બુધવારે તેમણે સફીનાનો (Safeena Husain) હાથ હંમેશા માટે પકડી લીધો છે. તેમણે લગ્નની તસવીર (hansal mehta wedding) તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મહત્વનું છે કે, 17 વર્ષ સુધી લીવ ઈનમાં (hansal mehta live in relationship with Safeena Husain) રહ્યા બાદ બંન્ને લગ્ન ગ્રંથીથી જોડાયા છે. અને બંન્નેના 2 બાળકો પણ છે. ખુબ જ લબા સમય બાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ બંન્નેના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
હંસલ મહેતાએ હાલમાં તેના લગ્નની તસવીર તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ખાસ તસવીરો શેર કરતાની સાથે જ તેમણે લખ્યું કે, 17- વર્ષથી અમે અમારા બાળકોને મોટા થતા જોયા છે. અમારા દરેક સપના અમે સાથે મળીને પૂરા કર્યા છે. હંમેશાની જેમ આ વખતે પણ અમે કોઈ પ્લાનિંગ નથી કર્યું, અને અંતે પ્રેમ બધુ જ કરાવી દે છે.
મહત્વનું છે કે, ફેન્સની સાથે જ બોલીવુડના જાણીતા ચહેરાઓ પણ હંસલ મહેતા અને સાફીનાને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. હુમા કુરૈશી, પ્રતિક ગાંધી, રાજકુમાર રાવ, એકતા કપૂરસ મનોજ બાજપેયી સહિત અન્ય કેટલાક અભિનેતાઓએ આ કપલને લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
હંસલ અને સફીનાને બે પુત્રીઓ છે. તેમને અગાઉનાં લગ્નથી બે પુત્રો પણ છે. ભૂતકાળમાં હંસલ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર સફીનાનો પોતાની પત્ની તરીકે ઉલ્લેખ કરી ચૂક્યા છે. હંસલ મહેતા હાલ સ્ટેમ્પ પેપર કૌભાંડી અબ્દુલ કરીમ તેલગીનાં પર આધારિત સ્કેમ સિરીઝની બીજી સિઝનના નિર્માણમાં વ્યસ્ત છે.
Published by:
kuldipsinh barot
First published:
May 25, 2022, 4:00 PM IST