પિતાને યાદ કરી ભાવૂક થઇ ઐશ્વર્યા, માં અને આરાધ્યા સાથે ફોટો કર્યો શેર


Updated: March 19, 2021, 1:07 PM IST
પિતાને યાદ કરી ભાવૂક થઇ ઐશ્વર્યા, માં અને આરાધ્યા સાથે ફોટો કર્યો શેર
ઐશ્વર્યાએ શેર કર્યો ફોટો

ઐશ્વર્યાએ તેના પિતાની બે તસવીરો શેર કરી છે અને ઈમોશનલ નોટ પણ લખી છે. આ પોસ્ટમાં તેને પિતાની સાથે પરિવારની તસ્વીર પણ શેર કરી છે. જેમાં ઐશ્વર્યની માં વૃંદા અને પુત્રી આરાધ્યા પણ દેખાઈ રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન માટે તેના પિતા સૌથી ખાસ હતા, ઐશ્વર્યા આજે પણ તેમને ખૂબ યાદ કરે છે. તેમજ અવારનવાર ઐશ્વર્યા તેના પિતાની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે હવે ઐશ્વર્યાએ તેના પિતા કૃષ્ણરાજ રાયને તેમની પૂણ્યતિથિ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ તેણે સોશ્યલ મીડિયા પર તેના પિતાની તસ્વીર શેર કરી છે.

ઐશ્વર્યાએ તેના પિતાની બે તસવીરો શેર કરી છે અને ઈમોશનલ નોટ પણ લખી છે. આ પોસ્ટમાં તેને પિતાની સાથે પરિવારની તસ્વીર પણ શેર કરી છે. જેમાં ઐશ્વર્યની માં વૃંદા અને પુત્રી આરાધ્યા પણ દેખાઈ રહી છે. તેણે તસ્વીર શેર કરતા કૅપ્શનમાં લખ્યું, "અમે તમને અસીમ પ્રેમ કરીએ છીએ, તમે અને અમે.. હંમેશા અને આગળ પણ." ઐશ્વર્યાની આ પોસ્ટ પર તેના ફેન્સ ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઐશ્વર્યાએ પ્રથમ તસ્વીર તેના પિતાની શેર કરી છે. જેમાં તેમની તસ્વીર પર ફૂલોની માળા ચઢાવેલી છે. જ્યારે બીજી તસ્વીરમાં ઐશ્વર્યા, માં વૃંદા અને આરાધ્યા નજર આવી રહ્યા છે. જેમાં ત્રણેય જણે કૃષ્ણરાજ રાયની તસ્વીર સાથે સેલ્ફી ક્લિક કરી છે.ઉલ્લેખનીય છે કે, લાંબી માંદગી બાદ ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દેહ ત્યાગ કર્યો હતો. તેઓ એક આર્મી બાયોલોજીસ્ટ હતા. ઐશ્વર્યાનો પરિવાર મૂળ મેંગ્લોર નિવાસી હતી, તેઓ બાદમાં મુંબઈ ખાતે શિફ્ટ થયા હતા.

ઐશ્વર્યાના આવનારા પ્રોજેક્ટની વાત કરીએ તો, તે આગામી તમિલ ફિલ્મ Ponniyin Selvanના નજરે ચડશે. આ ફિલ્મ માટે ઐશ્વર્યા તેના પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે હૈદરાબાદ પણ ગઈ હતી.
First published: March 19, 2021, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading