મીકા સિંહ અને આકાંક્ષા પુરીનાં થઇ રહ્યાં છે લગ્ન, એક્ટ્રેસે જણાવ્યું સત્ય

News18 Gujarati
Updated: April 3, 2021, 12:41 PM IST
મીકા સિંહ અને આકાંક્ષા પુરીનાં થઇ રહ્યાં છે લગ્ન, એક્ટ્રેસે જણાવ્યું સત્ય
આકાંક્ષા પુરી (Akanksha Puri)એ મીકા સિંહ (Mika Singh)ની સાથે તેનાં લગ્ન અંગે ચુપ્પી તોડી છે. વર્ષ 2019માં આકાંક્ષા પુરીનું નામ 'બિગ બોસ 13' ફેઇમ પારસ છાબરાને કારણે ચર્ચામાં આવ્યો હતો.

આકાંક્ષા પુરી (Akanksha Puri)એ મીકા સિંહ (Mika Singh)ની સાથે તેનાં લગ્ન અંગે ચુપ્પી તોડી છે. વર્ષ 2019માં આકાંક્ષા પુરીનું નામ 'બિગ બોસ 13' ફેઇમ પારસ છાબરાને કારણે ચર્ચામાં આવ્યો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મીકા સિંહ (Mika Singh) આ દિવસોમાં આકાંક્ષા પુરી (Akanksha Puri)ની સાથે સંબંધ માટે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) ચર્ચામાં છે. બિગ બોસ 13 (Bigg Boss 13) નાં સ્પર્ધક પારસ છાબરા (Paras Chabra)ને બ્રેકઅપ બાદ હવે આકાંક્ષા પુરી, મીકા સિંહ તેનો વર બનાવવા જઇ રહી છે. આ મામલો હાલમાં ચર્ચામાં છે. તો આકાંક્ષા પુરીએ આ કેસમાં ચુપ્પી તોડી સત્ય જણાવ્યું છે.

આકાંક્ષા પુરી (Akanksha Puri)એ સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ગુરુદ્વારામાં સિંગર મીકા સિંહ (Mika Singh)ની સાથે નજર આવી રહી છે. વીડિયો શેર કતાં આકાંક્ષા પુરી લખે છે. 'આશીર્વાદ લઇ રહ્યાં છે.' આ સાથે જ તેમે મીકા સિંહને પણ ટેગ કરતાં એક હાર્ટ વાળી ઇમોજી શેર કરી છે. આ વીડિયોમાં બંને એક ગુરુદ્વારામાં બેઠેલા છે અને અરદાસ સાંભળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સ તેને વધામણાં આપી રહ્યાં છે. અને એક્ટ્રેસને મીડિયાથી વાત કરતાં સ્પષ્ટ કર્યું છે કે તે મીકા સાથે લગ્ન નથી કરી રહી.

તેણે ક્હયું કે, હું જાણું છુ કે, ફેન્સ અમને સાથે જોવા ઇચ્છે છે પણ માફી ઇચ્છુ છુ કે, આવું કંઇ જ નથી આકાંક્ષા પૂરીનું નિવેદન વાયરલ થઇ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, વર્ષ 2019માં આકાંક્ષાનું નામ 'બિગ બોસ 13' ફેઇમ પારસ છાબરાને કારણે ચર્ચામાં હતું. આકાંક્ષા પુરી પારસની એક્સ ગર્લફ્રેન્ડ છે પારસ જ્યારે શોમાં ગયો હતો ત્યારે તે આકાંક્ષાને ડેટ કરતો હતો. પણ બહાર આવ્યા બાદ તેઓ અલગ થઇ ગયા અને પારસનું નામ માહિરા શર્મા સાથે જોડાવવા લાગ્યું હતું.

આકાંક્ષાને આપ ટીવી શો 'વિઘ્નહર્તા ગણેશ'માં માતા પાર્વતીનાં રોલ માટે જાણીતી છે. લોકો તેને આ રોલમાં ખુબજ પસંદ કરી રહ્યાં છે.
Published by: Margi Pandya
First published: April 3, 2021, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading