રામ સેતુ ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશ, અક્ષયના લૂકને લઈ પ્રશંસાનો વરસાદ


Updated: March 30, 2021, 6:12 PM IST
રામ સેતુ ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશ, અક્ષયના લૂકને લઈ પ્રશંસાનો વરસાદ
તસવીર સૌજન્ય અક્ષય કુમાર- ઇનસ્ટાગ્રામ

અક્ષય કુમારે સોશ્યલ મીડિયા થકી જાહેરાત કરી હતી કે, આજથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર 'રામસેતુ'  (Ramsetu)સાથે પોતાના લુકનો ફોટો શેર કર્યો હતો

  • Share this:
સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની આગામી મહત્વકાંક્ષી ફિલ્મ રામસેતુને લઈ ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મ રામસેતુને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ અક્ષય કુમાર અને એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ અને નુશરત ભરૂચા સાથે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન રામ સમક્ષ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા.

અક્ષય કુમારે સોશ્યલ મીડિયા થકી જાહેરાત કરી હતી કે, આજથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર 'રામસેતુ'  (Ramsetu)સાથે પોતાના લુકનો ફોટો શેર કર્યો હતો. જેમાં અક્ષય કુમાર લાંબા વાળ સાથે અલગ અવતારમાં જોવા મળે છે. આ તસ્વીર લોકોને ખૂબ પસંદ આવી છે.

અક્ષય કુમાર આ ફિલ્મમાં પુરાતત્ત્વવિદની ભૂમિકામાં

અક્ષય કુમારે ફોટો શેર કરવાની સાથે ફિલ્મ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. ફિલ્મ બનાવવાની સફર આજથી શરૂ થઈ રહી છે. રામસેતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં પુરાતત્ત્વવિદની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, આ લૂક પર મને તમારા વિચારો જાણવા ગમશે.

View this post on Instagram


A post shared by Akshay Kumar (@akshaykumar)


અક્ષય કુમારની પ્રશંસા

આ પોસ્ટ પર મોટી સંખ્યામાં કમેન્ટ્સ આવી છે. જેના પરથી ફલિત થાય છે કે, અભિનેતાનો આ દેખાવ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અક્ષય કુમારની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

બચ્ચન પાંડે, બેલબોટમ જેવી ફિલ્મો પણ લાઇનમાં, સૂર્યવંશીની રિલીઝ ડેટ જાહેર

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અક્ષય કુમારે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી. રામસેતુ સિવાય અક્ષયની બચ્ચન પાંડે, બેલબોટમ જેવી ફિલ્મો પણ લાઇનમાં છે. આ સાથે જ 'સૂર્યવંશી'ની નવી રિલીઝ ડેટ પણ આવી ગઈ છે, આ ફિલ્મ આગામી મહિને 30 એપ્રિલના રોજ રીલિઝ થશે.
First published: March 30, 2021, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading