સતત ફ્લોપ ફિલ્મો છતા હજુ પણ એવો જ છે અક્ષય કુમારનો જલવો, હાથ લાગી નવી સુપર હિટ ફિલ્મ

News18 Gujarati
Updated: June 26, 2022, 10:06 AM IST
સતત ફ્લોપ ફિલ્મો છતા હજુ પણ એવો જ છે અક્ષય કુમારનો જલવો, હાથ લાગી નવી સુપર હિટ ફિલ્મ
અક્ષય કુમારનો જલવો છે કાયમ

Aakshay Kumar Latest New Project: સમ્રાટ પૃથ્વીરાજનાં ફ્લોપ થયા બાદ પણ અક્ષય કુમારનો જલવો બરકાર છે. તેને એક બાદ એક ફિલ્મોની ઓફર મળી રહી છે. જોકે, ખબર આવી છે કે, ડિરેકટ્ર મુદસ્સર અઝીઝે તેને ફિલ્મ ઓફર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj)નાં ફ્લોપ થવાનો જવાબદાર મેકર્સે અક્ષય કુમાર (Akshay Kumar)ને ઠેરવ્યો છે. જે બાદ ચારેતય તરફ આ અંગે વાતો થઇ રહી છે. જોકે આ ફ્લોપ બાદ અક્ષય કુમારનાં કરિઅરને કોઇ જ અસર પડી નથી. હાલમાં જ તેની 'હેરાફેરી' સિરીઝની ત્રીજી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને હવે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે કે તેને નવી ફિલ્મની ઓફર મળી છે. આ ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અઝીઝે કર્યું છે, જેનું નામ 'ખેલ ખેલ મેં' છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અક્ષય ફરી એકવાર કોમેડી કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફિલ્મો ફ્લોપ હોવા છતાં, અક્ષય આ સમયે ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર એવો સ્ટાર છે, જેની પાસે ફિલ્મોની લાઈન છે. એટલું જ નહીં, તે સતત પોતાની ફિલ્મોનું શૂટિંગ પણ પૂરું કરી રહ્યો છે.

કોમેડી કરશે અક્ષય કુમાર
પિંકવિલાનીરિપોર્ટ અનુસાર, મુદસ્સર અજીઝ ઘણાં સમયથી અક્ષય કુમાર પાસે એક કોમેડી ફિલ્મમાં કામ કરવવાં ઇચ્છતો હતો. આ માટે તેમનાં વચ્ચે લાંબા સમયથી ચર્ચાઓ થતી હતી. કહેવાય છે કે, અક્ષય કુમારને ફિલ્મની સ્ક્રિપ્ટ ખુબજ પસંદ આવી ગઇ અને તે ફઇલ્મમાં કામ કરવાં માટે તૈયાર થઇ ગયો છે.

હાલમાં આ ફિલ્મ અંગે વધુ માહિતી સામે નથી કે ક્યારે તેનું શૂટિંગ શરૂ થશે અને અક્ષયની જોડીદાર કોણ હશે. જોકે આ ફિલ્મ ભૂષણ કુમાર અને અશ્વિન વર્દે પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. અક્ષય કુમાર આ ઉપરાંત એક મેડૉક એન્ટરટેઇનમેન્ટની ફિલ્મમાં કામ કરશે જે એરફોર્સ પર આધારિત છે.

View this post on Instagram


A post shared by Akshay Kumar (@akshaykumar)


હાલમાં જ રિલીઝ થયું અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન'નું ટ્રેલર

હેરાફેરી 3 અંગે એક્સાઇટેડ અક્ષય કુમાર
લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મ હેરાફેરી સીરીઝની 'ત્રીજી' ફિલ્મ થશે. જોકે, થોડા દિવસ અગાઉ જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મમાં ફરી એક વખત અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રીપુટી જોવા મળશે. જે અંગે ફેન્સ પણ ખુબજ ઉત્સાહિત છે.

આપને જણાવી દઇએ કે, ફિલ્મો સતત ફ્લોપ જતી વા છતાં હાલમાં અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો સૌથી બિઝી સ્ટાર છે. તેની પાસે ઘણી ફિલ્મો છે. અને તે ઝડપથી આ ફિલ્મોની શૂટિંગ પૂર્ણ કરશે.
Published by: Margi Pandya
First published: June 26, 2022, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading