ટ્વિંકલ ખન્નાએ ખાસ અંદાજમાં આપી અક્ષય કુમારનાં કોરોના નેગેટિવ થયાની ખબર, VIRAL થઇ POST

News18 Gujarati
Updated: April 12, 2021, 4:54 PM IST
ટ્વિંકલ ખન્નાએ ખાસ અંદાજમાં આપી અક્ષય કુમારનાં કોરોના નેગેટિવ થયાની ખબર, VIRAL થઇ POST
PHOTO- @TwinkleKhanna instagram

અક્ષય કુમાર (Akshay Kumar)નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)એ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાણકારી આપી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમાર (Akshay Kumar) સતત આઠ દિવસ સુધી કોરોના પોઝિટિવ રહ્યાં બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)એ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. આજે જ એક્ટર હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ઘરે આવી ગયો છે. જોકે ટ્વિંકલ ખન્નાએ ગૂડ ન્યૂઝ અલગ અંદાજમાં શેર કરી છે.

ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)એ સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર (Akshay Kumar)ની સાથે તેનું એક કેરિકેચર શેર કર્યું છે. આ કેરિકેચરની સાથે કેપ્શનમાં ટ્વિંકલે લખ્યું છે, સ્વસ્થ અને સુરક્ષિત વાપસી, મારી નજીક તને જોઇને સારુ લાગી રહ્યું છે. આ સાથે જ ટ્વિંકલે #allizwell હેઝટેગ મુક્યું છે. ટ્વિંકલની પોસ્ટ પર ફેન્સની સાથે સાથે મોટા મોટા સિતારાઓએ પણ કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી છે. હાલમાં જ કોવિડ પોઝિટિવ આવેલી કેટરિના કૈફે પણએક દિલવાળી ઇમોજી શેર કરી રિએક્શન આપ્યું છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અક્ષય કુમાર 5 એપ્રિલનાં રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો. અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આપની દુઆઓનો અસર છે હું ઠીક છુ પણ મને સાવધાની માટે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે. જલ્દી જ પરત આવીશ આપ લોકો પોતાનું ધ્યાન રાખજો.આપને જણાવી દઇએ કે, (Akshay Kumar) તેની અપકમિંગ ફિલ્મ 'રામ સેતુ'નું શૂટિંગ કરી રહ્યો હતો તેવામાં તેનાં ટીમનાં અન્ય સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે 45 જૂનિયર આર્ટિસ્ટને કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું.
Published by: Margi Pandya
First published: April 12, 2021, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading