કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શિવ મંદિર પહોંચી આલિયા ભટ્ટ, બોલી- કંઇ ખાસ માંગ્યું, પણ...

News18 Gujarati
Updated: March 12, 2021, 11:42 AM IST
કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શિવ મંદિર પહોંચી આલિયા ભટ્ટ, બોલી- કંઇ ખાસ માંગ્યું, પણ...
અયાન મુખર્જીની સાથે શિવ મંદિર પહોંચી આલિયા ભટ્ટ (PHOTO: Viral Bhayani)

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 'બ્રહ્માસ્ત્ર'ને ડિરેક્ટર અયાન મુખર્જી (Ayan Mukherji)ની સાથે શિવ મંદિર (Shiva Temple) પહોંચી, જ્યાં તેમણે ખાસ પ્રાર્થના કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહાશિવરાત્રિ (Mahashivratri 2021) નો પર્વ આખા ભારતમાં સંપૂર્ણ આસ્થાથી લોકોએ ઉજવ્યો કેટલાંક લોકોએ કોરોનાનાં ડરથી ઘરમાં જ પ્રભૂની ભક્તિ કરી તો કેટલાંક લોકોએ મંદિરોમાં જઇ જળાભિષેક કર્યો. બોલિવૂડનાં કેટલાંક સ્ટાર્સ પણ મંદિર પહોચ્યા હતાં. અને ભગવાન શિવ (Lord Shiva)ની આસ્થા કરી. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ તેમાંથી એક છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ તે 'બ્રહ્માસ્ત્ર'નાં ડિરેક્ટર અયાન મુખર્જી (Ayan Mukerji)ની સાથે શિવ મંદિર (Shiv Mandir) પહોંચી હતી. જ્યાં તેણે ખાસ પ્રાર્થના કરી હતી.

આલિયા ભટ્ટ (Alia Bhatt)નો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ભગવાન શિવની આરાધના કરવા માટે મંદિર આવે છે. પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાની (Viral Bhayani)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે. તેમાં પહેલાં વીડિયોમાં તે શિવની આરાધનાની પૂજા કરવાં મંદિર જાય છે અને બીજા વિડિયોમાં પૂાજ બાદ તે ફોટો ક્લિક કરાવતી નજર આવે છે.

મંદિરથી બહાર આવ્યાં બાદ માસ્ક ઉતારી ન ફક્ત તેણે ફોટો ક્લિક કરી, પણ તેનાં સવાલોનાં જવાબ પણ આપ્યા છે. વીડિયોમાં પેપરાઝી આલિયાને માસ્ક ઉતારી ફોટો ક્લિક કરવાં કહે છે ત્યારે અયાન મુખર્જી તમામને માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે અને કહે છે કે આપ સૌએ પણ માસ્ક પહેરવા જોઇએ.

ત્યારે જ એક પેપરાઝીએ પુછ્યં કે, પજા બાદ ભગવાન ભોલેનાથ પાસે શું માગ્યું? તેનાં જવબામાં આલિયાએ કહ્યું કે, ભગવાન પાસે બહુ જ સ્પેશલ પ્રાર્થના કરી છે. પણ તે અંગે જણાવી શકતી નથી.

આપને જણાવી દઇએ કે, ગુરુવારે જ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તમામ વાતો પર રોક લગાવતા આ વાતની પુષ્ટિ કરી કે તે કોરોના નેગેટિવ છે આલિાયએ તેનાં ઇન્સ્ટાગ્રામ ્સટોરી પર આ વાતની જાણકારી આપી હતી અને લખ્યું કે, આજથી કામ પર પરત ફરી રહી છું.

તેણે એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, 'હું આપ સૌનાં ચિંતાજનક અને સારા મેસેજીસ સતત વાંચુ છું. મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મે મારા ડોક્ટર્સ સાથે વાત કરી છે. હવે હું આજથી ફરી એક વખત કામ શરૂ કરવાં જઇ રહી છું. આપનાં પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર. હું મારુ ધ્યાન રાખી રહીછું અને સુરક્ષિત છું. આપ પણ તેમ કરો.. સૌને પ્રેમ'
Published by: Margi Pandya
First published: March 12, 2021, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading