Forbesની બિલિયોનર્સ લિસ્ટમાં શામેલ થઇ કિમ કાર્દશિયન, જાણો કેટલી સંપત્તિની છે માલિક


Updated: April 7, 2021, 7:43 PM IST
Forbesની બિલિયોનર્સ લિસ્ટમાં શામેલ થઇ કિમ કાર્દશિયન, જાણો કેટલી સંપત્તિની છે માલિક
કીમ કરદાશિયનની ફાઇલ તસવીર

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં કીમની સંપત્તિ 780 મિલિયન ડોલર હતી. જે બાદ આ વર્ષે તેમાં મોટો ઉછાળો થયો હતો.

  • Share this:
અમેરિકન મોડલ અને બિઝનેસવુમન હવે કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે. ફોર્બ્સના (Forbes) રિપોર્ટ અનુસાર કિમ ભારતીય કરન્સી મુજબ 100 કરોડની સંપત્તિની (wealth) મલિક બની ગઈ છે. કિમ કાર્દશિયન ( kim kardashian )હવે અધિકારીક રીતે બિલિયોનર બની ગઈ છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં કીમની સંપત્તિ 780 મિલિયન ડોલર હતી. જે બાદ આ વર્ષે તેમાં મોટો ઉછાળો થયો હતો.

ફોર્બ્સ મેગેઝીન અનુસાર, ટીવી શો, એન્ડોર્સમેન્ટ ડોલ્સ ઉપરાંત કીમના બે બિઝનેસે તેને બિલિયોનર બનાવામાં મદદ કરી હતી. કિમ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. સોશ્યલ મીડિયા પર કિમના કરોડો ફોલોઅર્સ છે. એટલું જ નહીં દુનિયાની કેટલીક મહિલાઓ તો કિમ જેવી દેખાવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. ગત વર્ષે એવી જ એક મહિલાએ કિમ જેવી દેખાવા માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ફોર્બ્સ મેગેઝીન અનુસાર, કિમે તેના બે બિઝનેસ KKW Beauty અને Skims સહીત કીપિંગ અપ વિથ ધ કાર્દશિયન, રીયાલ એસ્ટેટ્સ અને ઘણી એન્ડોર્સમેન્ટ ડીલ દ્વારા આ સંપત્તિ હાંસલ કરી છે.

ઉલ્લેખનીય છે કે કિમે વર્ષ 2017માં પોતાનો કોસ્મેટિક બિઝનેસ KKW Beautyની શરૂઆત કરી હતી. જેના લોન્ચિંગના લગભગ 2 કલાકમાં જ ત્રણ લાખ કીટ્સ વેચાઈ ગઈ હતી. 2019માં કિમે શેપવિયર પ્રોડક્ટ બિઝનેસ Skims લોન્ચ કર્યો હતો. કીમના સોશ્યલ મીડિયા ફોલોઅર્સ વધુ હોવાથી બિઝનેસમાં તેને સારી મદદ મળી રહે છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન કિમે પોતાના કલેક્શનને લાઉન્જવિયર ઉતાર્યું. જેનાથી કિમની કમાણીમાં જોરદાર વધારો થયો હતો. ફોર્બ્સનું માનવું છે કે Skimsના શેર 225 મિલિયન ડોલર સુધી છે, જેનાથી કિમ બિલિયોનર બની છે.
First published: April 7, 2021, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading